શરમજનક ઘટના: ખેડાના ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ઉમટી હતી ભીડ અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી ખેડાના ડાકોર મંદિરમાં છુટ્ટાહાથની મારામારી થઇ છે. જેમાં મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી હતી. તેમાં અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા. મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી.

શરમજનક ઘટના: ખેડાના ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો
  • વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ઉમટી હતી ભીડ
  • અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી

ખેડાના ડાકોર મંદિરમાં છુટ્ટાહાથની મારામારી થઇ છે. જેમાં મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી હતી. તેમાં અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી.


છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા. મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું

ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી.