Patan News: હારીજમાં સર્કલ ઓફિસરના 2 વચેટીયા લાંચ લેતા ઝડપાયા

પાટણના હારીજમાં મહેસાણા ACB ની સફળ ટ્રેપસર્કલ ઓફિસરના 2 વચેટીયા લાંચ લેતા ઝડપાયા 30 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર ઊભું કરવા માટે પ્રયાસો કરી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ ભ્રષ્ટાચાર આચાર્ટ હોવાનું અવારનવાર સામે આવતું રહે છે. આવો જ એક કિસ્સો પાટણથી સામે આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજમાં ACBની સફળ ટ્રેપમાં સરકારી અધિકારીના 2 વચેટિયાઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે. મળતી માહિતી મુજબ, પાટણના હારીજમાં મહેસાણા ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને સર્કલ ઓફિસરના બે વચેટીયાઓને 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. જાણવા મળી રહ્યું છે કે ACBને ફરિયાદ આપનારના પિતરાઈ ભાઈએ જમીન વેચાણ કરી હતી. આ જમીન નોંધ મંજૂર કરવા સર્કલ ઓફિસર વતી બે વચેટીયાઓ દ્વારા 60 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદના આધારે મહેસાણા ACB દ્વારા હારીજમાં છટકું ગોઠવીને બંને વચેટિયાઓને લાંચની રકમ લેવા માટે બોલાવ્યા હતા. લાંચની રકમ લેવા માટે આવેલા બંને વચેટિયાઓને ACB દ્વારા 30 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવાં આવ્યા હતા. રમેશ દલપતરામ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર નામનાં બે વચેટીયાઓ ACB નાં હાથે ઝડપાઈ ગયા હતા.

Patan News: હારીજમાં સર્કલ ઓફિસરના 2 વચેટીયા લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણના હારીજમાં મહેસાણા ACB ની સફળ ટ્રેપ
  • સર્કલ ઓફિસરના 2 વચેટીયા લાંચ લેતા ઝડપાયા
  • 30 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર ઊભું કરવા માટે પ્રયાસો કરી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ ભ્રષ્ટાચાર આચાર્ટ હોવાનું અવારનવાર સામે આવતું રહે છે. આવો જ એક કિસ્સો પાટણથી સામે આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજમાં ACBની સફળ ટ્રેપમાં સરકારી અધિકારીના 2 વચેટિયાઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, પાટણના હારીજમાં મહેસાણા ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને સર્કલ ઓફિસરના બે વચેટીયાઓને 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. જાણવા મળી રહ્યું છે કે ACBને ફરિયાદ આપનારના પિતરાઈ ભાઈએ જમીન વેચાણ કરી હતી. આ જમીન નોંધ મંજૂર કરવા સર્કલ ઓફિસર વતી બે વચેટીયાઓ દ્વારા 60 હજારની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદના આધારે મહેસાણા ACB દ્વારા હારીજમાં છટકું ગોઠવીને બંને વચેટિયાઓને લાંચની રકમ લેવા માટે બોલાવ્યા હતા. લાંચની રકમ લેવા માટે આવેલા બંને વચેટિયાઓને ACB દ્વારા 30 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવાં આવ્યા હતા. રમેશ દલપતરામ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર નામનાં બે વચેટીયાઓ ACB નાં હાથે ઝડપાઈ ગયા હતા.