Rajkot TRP Game Zone: રાહુલ ગાંધી પર નીતિન પટેલના આકરા પ્રહાર

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર આપી પ્રતિક્રિયારાજકોટ અગ્નિકાંડ એ દુઃખદ ઘટના: નીતિન પટેલ આ કેસમાં કેટલાક લોકોની પોલીસે ધરપકડ પણ કરી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમને રાજકોટ ઘટનામાં રાહુલ ગાંધીએ પીડિતોની છેલ્લી ઘડીએ સાથ આપવાની વાત પર પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે હવે કોંગ્રેસના કે બીજા કોઈ પણ નેતાઓ આવા દુખદ બનાવ ને જો રાજકીય રીતે લાભ લેવાનો પ્રયત્ન કરે એ યોગ્ય નથી. અગ્નિકાંડ એ દુઃખદ ઘટના: નીતિન પટેલ નીતિન પટેલે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ એ દુઃખદ ઘટના છે, જેમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તેમાં ગુજરાતનું દુ:ખ છે. સરકારે પણ એ દિવસ અને રાતે જ પીડિતોની મદદ થાય એમને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તે માટે પગલા લીધા છે. અગ્નિકાંડ ઘટનામાં કોઈ ખાનગી વ્યક્તિ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અધિકારીઓ હોય કે રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ હોય બધા વિરુદ્ધ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.એસ.આઈ.ટીની રચનામાં પ્રથમ તબક્કાનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે અને જેલમાં મોકલી દીધા છે. ગુજરાતની સરકાર આજે બનાવ બન્યો તેમાં એમને મદદરૂપ થવા સંવેદનાથી કામ કરી રહી છે

Rajkot TRP Game Zone: રાહુલ ગાંધી પર નીતિન પટેલના આકરા પ્રહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર આપી પ્રતિક્રિયા
  • રાજકોટ અગ્નિકાંડ એ દુઃખદ ઘટના: નીતિન પટેલ
  • આ કેસમાં કેટલાક લોકોની પોલીસે ધરપકડ પણ કરી

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમને રાજકોટ ઘટનામાં રાહુલ ગાંધીએ પીડિતોની છેલ્લી ઘડીએ સાથ આપવાની વાત પર પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે હવે કોંગ્રેસના કે બીજા કોઈ પણ નેતાઓ આવા દુખદ બનાવ ને જો રાજકીય રીતે લાભ લેવાનો પ્રયત્ન કરે એ યોગ્ય નથી.

અગ્નિકાંડ એ દુઃખદ ઘટના: નીતિન પટેલ

નીતિન પટેલે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ એ દુઃખદ ઘટના છે, જેમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તેમાં ગુજરાતનું દુ:ખ છે. સરકારે પણ એ દિવસ અને રાતે જ પીડિતોની મદદ થાય એમને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તે માટે પગલા લીધા છે. અગ્નિકાંડ ઘટનામાં કોઈ ખાનગી વ્યક્તિ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અધિકારીઓ હોય કે રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ હોય બધા વિરુદ્ધ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

એસ.આઈ.ટીની રચનામાં પ્રથમ તબક્કાનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે અને જેલમાં મોકલી દીધા છે. ગુજરાતની સરકાર આજે બનાવ બન્યો તેમાં એમને મદદરૂપ થવા સંવેદનાથી કામ કરી રહી છે