Junagadh News: ભૂપત ભાયાણી અને કિરીટ પટેલના નિવેદનને લઇ મામલો ગરમાયો

નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ જુનાગઢમાં ભૂપત ભાયાણી અને કિરીટ પટેલના નિવેદનને લઇ મામલો ગરમાયો છે. ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ છે. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ છે. તથા ભૂપત ભાયાણીનું નિવેદન વ્યક્તિગત હોવાથી આચાર સંહિતાનો ભંગ થયો છે. તથા કિરીટ પટેલનું નિવેદન વ્યક્તિગત ન હોવાનો રિપોર્ટ છે. નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ આપવામાં આવી અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાંબડીયાએ વાંધો ઉઠાવ્યો છે. જેમાં નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. તેમજ રિપોર્ટ નોડલ અધિકારીને સોંપાયો છે. નેતાઓ ફાવે એમ નિવેદન પણ કરે છે અને પછી એકદમ ડાહ્યા ડમરા થઈને નિવેદનની માફી પણ માગી લે છે. ગુજરાત સહિત દેશના રાજકારણમાં એક અયોગ્ય કહી શકાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં પહેલા કોઈ વ્યક્તિ કે સમુદાયનું હનન થાય તેવા શબ્દો ઉચ્ચારવા અને પછી સુફિયાણી વાત કરતા એમ કહેવું કે મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહતો. જાણો શું છે સમગ્ર મામલો: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને નપુંસક કહેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આપમાંથી ભાજપમાં લાવીને તેમને વિસાવદરની પેટા ચૂંટણી લડાવવાનું વચન આપી ભાજપે જ ભૂપત ભાયાણીને નપુંસક બનાવી દીધા છે. જૂનાગઢ સહિત ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્દઘાટન હતું. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પક્ષ પલ્ટો કરી ભાજપનો ખેસ ધારણ કરનાર ભૂપત ભાયાણીએ આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે ‘રાષ્ટ્રના હિતની ચૂંટણી જેમ. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, બીજી તરફ આપણી પાસે સિંહ છે નરેન્દ્ર મોદી...' તેમનાં આ નિવેદન અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢ સહિત ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Junagadh News: ભૂપત ભાયાણી અને કિરીટ પટેલના નિવેદનને લઇ મામલો ગરમાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ
  • ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ
  • જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ

જુનાગઢમાં ભૂપત ભાયાણી અને કિરીટ પટેલના નિવેદનને લઇ મામલો ગરમાયો છે. ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ છે. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ છે. તથા ભૂપત ભાયાણીનું નિવેદન વ્યક્તિગત હોવાથી આચાર સંહિતાનો ભંગ થયો છે. તથા કિરીટ પટેલનું નિવેદન વ્યક્તિગત ન હોવાનો રિપોર્ટ છે.

નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ આપવામાં આવી

અપક્ષ ઉમેદવાર અલ્પેશ ત્રાંબડીયાએ વાંધો ઉઠાવ્યો છે. જેમાં નેતાઓના બફાટ મુદ્દે ઢીલ કરનાર અધિકારીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. તેમજ રિપોર્ટ નોડલ અધિકારીને સોંપાયો છે. નેતાઓ ફાવે એમ નિવેદન પણ કરે છે અને પછી એકદમ ડાહ્યા ડમરા થઈને નિવેદનની માફી પણ માગી લે છે. ગુજરાત સહિત દેશના રાજકારણમાં એક અયોગ્ય કહી શકાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં પહેલા કોઈ વ્યક્તિ કે સમુદાયનું હનન થાય તેવા શબ્દો ઉચ્ચારવા અને પછી સુફિયાણી વાત કરતા એમ કહેવું કે મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહતો.

જાણો શું છે સમગ્ર મામલો:

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને નપુંસક કહેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આપમાંથી ભાજપમાં લાવીને તેમને વિસાવદરની પેટા ચૂંટણી લડાવવાનું વચન આપી ભાજપે જ ભૂપત ભાયાણીને નપુંસક બનાવી દીધા છે.

જૂનાગઢ સહિત ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્દઘાટન હતું. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પક્ષ પલ્ટો કરી ભાજપનો ખેસ ધારણ કરનાર ભૂપત ભાયાણીએ આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે ‘રાષ્ટ્રના હિતની ચૂંટણી જેમ. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, બીજી તરફ આપણી પાસે સિંહ છે નરેન્દ્ર મોદી...' તેમનાં આ નિવેદન અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢ સહિત ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.