Junagadhનો વિલીંગ્ડન ડેમ એક ફૂટથી થયો ઓવરફલો,સહેલાણીઓ ઉમટયા

દાતાર પર્વત પર ધોધમાર વરસાદને લઈ ડેમ ઓવરફલો દાતાર પર્વત પર ભારે વરસાદથી ડેમમાં આવ્યા વરસાદી પાણી હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જૂનાગઢમાં આવેલ વિલીંગ્ડન ડેમ એક ફૂટથી ઓવરફલો થયો છે,શહેરીજનોને આ વાતની જાણ થતા તેઓ ડેમ પર ઉમટયા છે અને કુદરતી સૌંદર્યની મજા પણ લઈ રહ્યાં છે.સાથે સાથે કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર.જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ડેમ એક ફૂટથી ઓવરફલો જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ભારે વરસાદ વરસતા ઓવરફલો થયો છે.દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં આવ્યા નવા નીર તો જૂનાગઢ વાસીઓની પાણીની સમસ્યાનો અંત આવશે,એક ફૂટથી ડેમ થયો ઓવરફલો થયો છે અને હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કાળવા નદીમાં આવ્યું ઘોડાપુર.મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ડેમ પર. જૂનાગઢમાં ચાર ડેમ ઓવરફ્લો થયા ભારે વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો વંથલીમાં ઓઝત વિયર, આણંદપુરમાં ઓઝત વિયર, બાંટવામાં ખારો અને કેરાળામાં ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં 5 ગામોને એલર્ટ કરાયા જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતા વંથલી તાલુકાના વંથલી, આખા, ટીનમસ સહિતના પાંચ ગામોને કરાયા સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડેમ છલકાતાં પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Junagadhનો વિલીંગ્ડન ડેમ એક ફૂટથી થયો ઓવરફલો,સહેલાણીઓ ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાતાર પર્વત પર ધોધમાર વરસાદને લઈ ડેમ ઓવરફલો
  • દાતાર પર્વત પર ભારે વરસાદથી ડેમમાં આવ્યા વરસાદી પાણી
  • હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે

જૂનાગઢમાં આવેલ વિલીંગ્ડન ડેમ એક ફૂટથી ઓવરફલો થયો છે,શહેરીજનોને આ વાતની જાણ થતા તેઓ ડેમ પર ઉમટયા છે અને કુદરતી સૌંદર્યની મજા પણ લઈ રહ્યાં છે.સાથે સાથે કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર.જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ.

ડેમ એક ફૂટથી ઓવરફલો

જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ભારે વરસાદ વરસતા ઓવરફલો થયો છે.દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં આવ્યા નવા નીર તો જૂનાગઢ વાસીઓની પાણીની સમસ્યાનો અંત આવશે,એક ફૂટથી ડેમ થયો ઓવરફલો થયો છે અને હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કાળવા નદીમાં આવ્યું ઘોડાપુર.મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ડેમ પર.


જૂનાગઢમાં ચાર ડેમ ઓવરફ્લો થયા

ભારે વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો વંથલીમાં ઓઝત વિયર, આણંદપુરમાં ઓઝત વિયર, બાંટવામાં ખારો અને કેરાળામાં ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાય છે.


જૂનાગઢમાં 5 ગામોને એલર્ટ કરાયા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતા વંથલી તાલુકાના વંથલી, આખા, ટીનમસ સહિતના પાંચ ગામોને કરાયા સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડેમ છલકાતાં પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.