સુરેન્દ્રનગરમાં સાત હજારની લાંચ લેતો વકીલ ઝડપાયો

- કલેક્ટર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવ્યું- આવાસ યોજનાના પ્લોટની કામગીરી માટે લાંચ માગી હતી સુરેન્દ્રનગર : અમદાવાદ એસીબી ટીમે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમાંથી રોકડ રકમની લાંચ લેતા એડવોકેટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદીએ સરકારની આવાસ યોજનામાં પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. જેની કામગીરી માટે વકીલ કિશનકુમાર મગનભાઈ સોલંકીએ કામગીરી પેટે ફરિયાદી પાસે રૂા.૧૫,૦૦૦ની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ રકઝક કરતા અંતે રૂા.૭,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પરંતુ ફરિયાદી આ રકમ આપવા માંગતા નહોતા. આથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેથી અમદાવાદ એસીબી ટીમે જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં વકીલ કિશનકુમાર સોલંકીને રૂા.૭ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમાં કેટલાક શખ્સો અરજદારોનો સંપર્ક કરી ફોર્મ ભરાવવા, સહિ સીક્કા માટે ગેરકાયદે રીતે રૂા.૫૦ થી લઈ રૂા.૫૦૦ સુધીનો ચાર્જ વસુલતા હોવાના આક્ષેપો ઉઠયાં છે. ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગરમાં સાત હજારની લાંચ લેતો વકીલ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કલેક્ટર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવ્યું

- આવાસ યોજનાના પ્લોટની કામગીરી માટે લાંચ માગી હતી 

સુરેન્દ્રનગર : અમદાવાદ એસીબી ટીમે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમાંથી રોકડ રકમની લાંચ લેતા એડવોકેટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદીએ સરકારની આવાસ યોજનામાં પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. જેની કામગીરી માટે વકીલ કિશનકુમાર મગનભાઈ સોલંકીએ કામગીરી પેટે ફરિયાદી પાસે રૂા.૧૫,૦૦૦ની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ રકઝક કરતા અંતે રૂા.૭,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ ફરિયાદી આ રકમ આપવા માંગતા નહોતા. આથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેથી અમદાવાદ એસીબી ટીમે જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં વકીલ કિશનકુમાર સોલંકીને રૂા.૭ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

ત્યારે સુરેન્દ્રનગર કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમાં કેટલાક શખ્સો અરજદારોનો સંપર્ક કરી ફોર્મ ભરાવવા, સહિ સીક્કા માટે ગેરકાયદે રીતે રૂા.૫૦ થી લઈ રૂા.૫૦૦ સુધીનો ચાર્જ વસુલતા હોવાના આક્ષેપો ઉઠયાં છે. ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.