ધોરણ 10 ની વિદ્યાર્થીની કારમાંથી ઉતરી રસ્તે બેસી ગઈ, કહ્યું લગ્ન કરાવો તો જ ઘરે જઈશ

Image Source: Freepikટીનેજર્સમાં પ્રેમ પ્રકરણના અજીબો ગરીબ કિસ્સા અભયમ ની મદદ માટે આવી રહ્યા છે ત્યારે ધોરણ 10 ની એક વિદ્યાર્થીના એક કિસ્સાએ કાઉન્સેલિંગ કરતી ટીમને પણ અચરજમાં મૂકી દીધી હતી.ધોરણ 10 ની વિદ્યાર્થીની આને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ એકબીજાથી આકર્ષાઈને તેઓ પ્રેમમાં પડ્યા હતા. હજી લવ સ્ટોરીની માંડ શરૂઆત થાય ત્યાં જ બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને નાકે દમ લાવી દીધો હતો. ગઈકાલે દીકરીને લઇને બહાર નીકળેલા માતા-પિતા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં પુત્રી એ કાર રોકાવી હતી અને ઉતરી ને રસ્તા પર બેસી ગઈ હતી. માતા પિતાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પુત્રીએ આકરી શરત મુકતા કહ્યું હતું કે, તમે મારા લગ્ન કરાવો તો જ હું ઘરે આવું. પુત્રીની હરકત થી માતા પિતા આઘાત જનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. દીકરીને ઠપકો આપતા કોઈ પગલું ભરી લેશે તેવી બીક હતી જેથી અભયમને બોલાવી લેતાં વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને કાયદાકીય સમજ આપવામાં આવી હતી અને તેનો કહેવાતો પ્રેમી પણ મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી વાત કરતા તે માની ગઈ હતી અને કેરિયર બનાવવાની ખાતરી આપી માતા-પિતા સાથે ઘેર ગઈ હતી.

ધોરણ 10 ની વિદ્યાર્થીની કારમાંથી ઉતરી રસ્તે બેસી ગઈ, કહ્યું લગ્ન કરાવો તો જ ઘરે જઈશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

ટીનેજર્સમાં પ્રેમ પ્રકરણના અજીબો ગરીબ કિસ્સા અભયમ ની મદદ માટે આવી રહ્યા છે ત્યારે ધોરણ 10 ની એક વિદ્યાર્થીના એક કિસ્સાએ કાઉન્સેલિંગ કરતી ટીમને પણ અચરજમાં મૂકી દીધી હતી.

ધોરણ 10 ની વિદ્યાર્થીની આને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ એકબીજાથી આકર્ષાઈને તેઓ પ્રેમમાં પડ્યા હતા. હજી લવ સ્ટોરીની માંડ શરૂઆત થાય ત્યાં જ બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. 

વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને નાકે દમ લાવી દીધો હતો. ગઈકાલે દીકરીને લઇને બહાર નીકળેલા માતા-પિતા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં પુત્રી એ કાર રોકાવી હતી અને ઉતરી ને રસ્તા પર બેસી ગઈ હતી. 

માતા પિતાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પુત્રીએ આકરી શરત મુકતા કહ્યું હતું કે, તમે મારા લગ્ન કરાવો તો જ હું ઘરે આવું. પુત્રીની હરકત થી માતા પિતા આઘાત જનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. દીકરીને ઠપકો આપતા કોઈ પગલું ભરી લેશે તેવી બીક હતી જેથી અભયમને બોલાવી લેતાં વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને કાયદાકીય સમજ આપવામાં આવી હતી અને તેનો કહેવાતો પ્રેમી પણ મુશ્કેલીમાં મુકાઈ જશે તેવી વાત કરતા તે માની ગઈ હતી અને કેરિયર બનાવવાની ખાતરી આપી માતા-પિતા સાથે ઘેર ગઈ હતી.