Surat News: લોકસભા ચૂંટણીમાં 15 ઉમેદવાર પૈકી 4ના ફોર્મ રદ થયા

હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે કોંગ્રેસના 2 ઉમેદવાર ઘોંચમાં તથા 9 ફોર્મ માન્ય ભાજપના ડમી ઉમેદવાર સહિત ચાર ઉમેદવારના ફોર્મ નામંજૂર સુરત લોકસભા બેઠકનો ચિતાર હાલ એવો છે કે 15 પૈકી 4ના ફોર્મ ચકાસણીમાં રદ થયા છે. કોંગ્રેસના 2 ઘોંચમાં, 9 ફોર્મ માન્ય છે. તેમાં ભાજપના ડમી ઉમેદવાર સહિત ચાર ઉમેદવારના ફોર્મ નામંજૂર થયા છે. હવે 22મી એપ્રિલને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારનો ફોર્મ મંજૂર થયા છે. હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં 22મી એપ્રિલને સોમવારે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે. એટલે 22મીએ સોમવારે ચૂંટણી લડનારા ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સુરત બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય માન્ય રાજકીય પાર્ટીના 11 અને 4 અપક્ષ મળી કુલ 15 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. તેમાં 15 ઉમેદવારોએ 44 ફોર્મ ભર્યા હતા. એક ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોવાથી ફોર્મની સંખ્યા 44 થઈ હતી. 15 ઉમેદવાર પૈકી ચારના ફોર્મ રદ થતાં 11 ઉમેદવાર બચ્યા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયા વેળા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું ફોર્મ મંજૂર થયું હતું. જેને પગલે તેમના ડમી ઉમેદવાર જનક કાછડિયાનું ફોર્મ મેન્ડેટ વગર રદ કરી દેવાયું હતું. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા પરમાર નરેશ મુલજીભાઈનું ફોર્મ રદ થયુ છે. તેમજ અપક્ષ ઉમેદવાર પોકારામ ખોજારામ, બહુજન રિપબ્લિકન સોસિયાલિસ્ટ પાર્ટીના વિજય લોહારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જેમાં 15 ઉમેદવાર પૈકી ચારના ફોર્મ રદ થતાં 11 ઉમેદવાર બચ્યા છે. 

Surat News: લોકસભા ચૂંટણીમાં 15 ઉમેદવાર પૈકી 4ના ફોર્મ રદ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
  • કોંગ્રેસના 2 ઉમેદવાર ઘોંચમાં તથા 9 ફોર્મ માન્ય
  • ભાજપના ડમી ઉમેદવાર સહિત ચાર ઉમેદવારના ફોર્મ નામંજૂર

સુરત લોકસભા બેઠકનો ચિતાર હાલ એવો છે કે 15 પૈકી 4ના ફોર્મ ચકાસણીમાં રદ થયા છે. કોંગ્રેસના 2 ઘોંચમાં, 9 ફોર્મ માન્ય છે. તેમાં ભાજપના ડમી ઉમેદવાર સહિત ચાર ઉમેદવારના ફોર્મ નામંજૂર થયા છે. હવે 22મી એપ્રિલને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારનો ફોર્મ મંજૂર થયા છે.

હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

હવે આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં 22મી એપ્રિલને સોમવારે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે. એટલે 22મીએ સોમવારે ચૂંટણી લડનારા ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સુરત બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય માન્ય રાજકીય પાર્ટીના 11 અને 4 અપક્ષ મળી કુલ 15 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. તેમાં 15 ઉમેદવારોએ 44 ફોર્મ ભર્યા હતા. એક ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોવાથી ફોર્મની સંખ્યા 44 થઈ હતી.

15 ઉમેદવાર પૈકી ચારના ફોર્મ રદ થતાં 11 ઉમેદવાર બચ્યા

ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયા વેળા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું ફોર્મ મંજૂર થયું હતું. જેને પગલે તેમના ડમી ઉમેદવાર જનક કાછડિયાનું ફોર્મ મેન્ડેટ વગર રદ કરી દેવાયું હતું. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા પરમાર નરેશ મુલજીભાઈનું ફોર્મ રદ થયુ છે. તેમજ અપક્ષ ઉમેદવાર પોકારામ ખોજારામ, બહુજન રિપબ્લિકન સોસિયાલિસ્ટ પાર્ટીના વિજય લોહારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જેમાં 15 ઉમેદવાર પૈકી ચારના ફોર્મ રદ થતાં 11 ઉમેદવાર બચ્યા છે.