Kutch News: ભુજના સૂરમંદિર સિનેમાઘરમાં આગ, ફાયરના જવાનો દોડતા થયા

સિનેમાઘરની પાછળની સાઈડમાં આગથી દોડધામફાયરની ટીમના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં જ્યાં એક તરફ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ભુજના એક થિયેટરમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતાં જ લોકો થિયેટરની બહાર દોડી આવ્યા હતા. લોકોની સમયસૂચકતાને કારણે સદનસીબે કપોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ આગ કયા કારણે લાગી તે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, ભુજ ખાતે આવેલા જાણીતા સુરમંદિર થિયેટરમાં આજે બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. થિયેટરના પાછળના ભાગે આગ લાગવાની જાણ થતાંની સાથે જ થિયેટરની અંદર ફિલ્મની મજા માણી રહેલા લોકોના રંગમાં ભાગ પડ્યો હતો અને તમામે જીવ બચાવવા માટે થિયેટરની બહાર ભગવું પડ્યું હતું. થિયેટરની અંદર રહેલા તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. થિયેટરમાં આગ લાગવાની જાણ થતાં ભુજ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, સદનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

Kutch News: ભુજના સૂરમંદિર સિનેમાઘરમાં આગ, ફાયરના જવાનો દોડતા થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિનેમાઘરની પાછળની સાઈડમાં આગથી દોડધામ
  • ફાયરની ટીમના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
  • આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં જ્યાં એક તરફ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ભુજના એક થિયેટરમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતાં જ લોકો થિયેટરની બહાર દોડી આવ્યા હતા. લોકોની સમયસૂચકતાને કારણે સદનસીબે કપોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ આગ કયા કારણે લાગી તે ચર્ચાનો વિષય બન્યો છે.


મળતી માહિતી મુજબ, ભુજ ખાતે આવેલા જાણીતા સુરમંદિર થિયેટરમાં આજે બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. થિયેટરના પાછળના ભાગે આગ લાગવાની જાણ થતાંની સાથે જ થિયેટરની અંદર ફિલ્મની મજા માણી રહેલા લોકોના રંગમાં ભાગ પડ્યો હતો અને તમામે જીવ બચાવવા માટે થિયેટરની બહાર ભગવું પડ્યું હતું. થિયેટરની અંદર રહેલા તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ.

થિયેટરમાં આગ લાગવાની જાણ થતાં ભુજ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, સદનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.