Loksabha Election Result 2024: પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જીત

પોરબંદર બેઠક પર ફરી ભારતીય જનતા પાર્ટીની જીતકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા 5 લાખથી વધુ મત કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાની ફરી કારમી હાર કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ મનસુખ માંડવિયાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ભાજપે મૂકેલો વિશ્વાસ સિદ્ધ થયો છે અને મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને મ્હાત આપી છે.મોટા માર્જિનથી જીત ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા: ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની છબી સારી છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી, ત્યારે જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધોરાજી અને જેતપુરમાં થયેલા પોસ્ટર વોર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. 2021થી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે મનસુખ માંડવિયા: મનસુખ માંડવિયાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને મોદી સરકારમાં તેમણે સાત જુલાઈ 2021થી કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર વિભાગના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી તેઓ આજ દિન સુધી આરોગ્યપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સમગ્ર દેશમાં કોરોનાની બે ભયાવહ લહેર આવી હતી. જેમાં રસીકરણથી લઈને કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રશંસનીય માનવામાં આવી છે. 2019 લોકસભા ચૂંટણીના પરિણામો:2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકની જીત થઈ હતી. રમેશ ધડૂકએ 2,29,823 મતના માર્જિનથી કોંગ્રેસના કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી હતી. રમેશે ધડૂકએ આ ચૂંટણીમાં 5,63,881 મત મેળવ્યા હતા જ્યારે લલીત વસોયાએ 3,34,058 મત મેળવ્યા હતા. પોરબંદર લોકસભા બેઠકનો ઇતિહાસ: પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. પોરબંદર બેઠક પર પાટીદાર, ખારવા અને મહેર સમાજે અનેક મજબૂત અને લડાયક નેતાઓ છે. આ એક એવી બેઠક છે જ્યાં પક્ષ કરતાં ઉમેદવારના નામ પર લોકો મતદાન કરે છે.

Loksabha Election Result 2024: પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદર બેઠક પર ફરી ભારતીય જનતા પાર્ટીની જીત
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા 5 લાખથી વધુ મત
  • કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાની ફરી કારમી હાર

કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ મનસુખ માંડવિયાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ભાજપે મૂકેલો વિશ્વાસ સિદ્ધ થયો છે અને મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને મ્હાત આપી છે.

મોટા માર્જિનથી જીત ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા: ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની છબી સારી છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી, ત્યારે જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધોરાજી અને જેતપુરમાં થયેલા પોસ્ટર વોર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

2021થી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે મનસુખ માંડવિયા: મનસુખ માંડવિયાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને મોદી સરકારમાં તેમણે સાત જુલાઈ 2021થી કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર વિભાગના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી તેઓ આજ દિન સુધી આરોગ્યપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સમગ્ર દેશમાં કોરોનાની બે ભયાવહ લહેર આવી હતી. જેમાં રસીકરણથી લઈને કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રશંસનીય માનવામાં આવી છે.

2019 લોકસભા ચૂંટણીના પરિણામો:

2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકની જીત થઈ હતી. રમેશ ધડૂકએ 2,29,823 મતના માર્જિનથી કોંગ્રેસના કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી હતી. રમેશે ધડૂકએ આ ચૂંટણીમાં 5,63,881 મત મેળવ્યા હતા જ્યારે લલીત વસોયાએ 3,34,058 મત મેળવ્યા હતા.

પોરબંદર લોકસભા બેઠકનો ઇતિહાસ:

પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. પોરબંદર બેઠક પર પાટીદાર, ખારવા અને મહેર સમાજે અનેક મજબૂત અને લડાયક નેતાઓ છે. આ એક એવી બેઠક છે જ્યાં પક્ષ કરતાં ઉમેદવારના નામ પર લોકો મતદાન કરે છે.