Gandhinagar News: DGP વિકાસ સહાયે એકસાથે 3 PIને ફરજિયાત નિવૃત્તિનો કર્યો આદેશ

ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા અઠવાડિયામાં 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયાહથિયારી PI એફ.એમ.કુરેશીને ફરજીયાત નિવૃત્ત કરાયા રાજ્યમાં એકસાથે 3 PIને ફરજિયાત નિવૃત્તિના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા ત્રણેય PIને ફરજિયાત નિવૃતિનો આદેશ આપવામાં આવ્યો છે. હથિયારી PI એફ. એમ. કુરેશીને ફરજિયાત નિવૃત કરાયા છે. તેમજ ડી. ડી. ચાવડા અને આર. આર. બંસલને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. એકસાથે 3 PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ આ ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા. ગુજરાતના DGP દ્વારા નિવૃતિના આદેશ આપવામાં આવેલ ત્રણેય PIની અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ત્રણેય PI સામે અન્ય કેટલીક ગેરરીતિ સામે આવી હતી PI એફ. એમ. કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં મામલો સેટ કર્યો હતો. આ અંગે શખ્સે ACBને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેમજ જૂનાગઢ ACBના PI ડી. ડી. ચાવડાને અમદાવાદ ACBએ 18 લાખની લાંચ લેતા પકડ્યા છે. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે. 

Gandhinagar News: DGP વિકાસ સહાયે એકસાથે 3 PIને ફરજિયાત નિવૃત્તિનો કર્યો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા
  • અઠવાડિયામાં 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા
  • હથિયારી PI એફ.એમ.કુરેશીને ફરજીયાત નિવૃત્ત કરાયા

રાજ્યમાં એકસાથે 3 PIને ફરજિયાત નિવૃત્તિના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા ત્રણેય PIને ફરજિયાત નિવૃતિનો આદેશ આપવામાં આવ્યો છે. હથિયારી PI એફ. એમ. કુરેશીને ફરજિયાત નિવૃત કરાયા છે. તેમજ ડી. ડી. ચાવડા અને આર. આર. બંસલને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.

એકસાથે 3 PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

આ ત્રણેય અધિકારીઓ સામે ACBના કેસો ચાલતા હતા. ગુજરાતના DGP દ્વારા નિવૃતિના આદેશ આપવામાં આવેલ ત્રણેય PIની અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

ત્રણેય PI સામે અન્ય કેટલીક ગેરરીતિ સામે આવી હતી

PI એફ. એમ. કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં મામલો સેટ કર્યો હતો. આ અંગે શખ્સે ACBને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેમજ જૂનાગઢ ACBના PI ડી. ડી. ચાવડાને અમદાવાદ ACBએ 18 લાખની લાંચ લેતા પકડ્યા છે. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે.