Gujarat News: ગેનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ગેનીબેન ઠાકોરનું નિવેદન દુ:ખદ છે ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ થયા છે. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં ભરતસિંહે જણાવ્યું છે કે ગેનીબેન ઠાકોરનું નિવેદન દુ:ખદ છે. ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી છે. તેમજ ગેનીબેને કહ્યું હતું કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. ગેનીબેને કહ્યું હતું ઉમેદવાર પોતાના દમ પર લડે છે. જે દિવસે કોંગ્રેસ લડતી થશે તે દિવસે કોંગ્રેસ જીતશે: ગેનીબેન સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નારાજગી સામે આવી છે. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નિવેદનને દુઃખદ ગણાવ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે ઉમેદવાર પોતાના દમ પર લડે છે જે દિવસે કોંગ્રેસ લડતી થશે તે દિવસે કોંગ્રેસ જીતશે. જાણો શું છે સમગ્ર મામલો: જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવારે પોતાના સમાજના દમ પર લડવું પડે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ છે. કોંગ્રેસનું સંગઠન નિષ્ક્રિય છે અને જેને કારણે ઉમેદવાર પોતે લડે ત્યાં સુધી તે સફળ નથી થતો. ગેનીબેને ભાજપના વખાણ કર્યા હતા અને ભાજપ એ જે એક જૂથ થઈ અને લડી છે, જેમાં કોંગ્રેસ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો બધો તફાવત છે. કોંગ્રેસે લડવું હોય તો પોતાના દમ પર લડવું પડે અને પોતાના સમાજ પર લડવું પડે જે દિવસે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસે કોંગ્રેસ સફળ થશે.કોંગ્રેસમાં જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય છે તેમને પાર્ટીમાંથી દૂર કરી દેવા જોઈએ તેવું પણ ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું. કોઈ નાની મોટી સજા નહિ પરંતુ પક્ષમાંથી દૂર કરી દેવાય તો કોંગ્રેસને સરવાળે નુકસાન નહીં થાય. હું કોઈ સલાહ આપવા માટે સક્ષમ નથી પરંતુ જે મારી સાથે વીત્યું છે તે આવનારા ભવિષ્યમાં બીજા ઉમેદવારો પર ન વીતે તેમ કંઈક ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર આક્રોશ ઠાલવ્યો હતો.

Gujarat News: ગેનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન
  • ગેનીબેન ઠાકોરનું નિવેદન દુ:ખદ છે
  • ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી

બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ થયા છે. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં ભરતસિંહે જણાવ્યું છે કે ગેનીબેન ઠાકોરનું નિવેદન દુ:ખદ છે. ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી છે. તેમજ ગેનીબેને કહ્યું હતું કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. ગેનીબેને કહ્યું હતું ઉમેદવાર પોતાના દમ પર લડે છે.

જે દિવસે કોંગ્રેસ લડતી થશે તે દિવસે કોંગ્રેસ જીતશે: ગેનીબેન

સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નારાજગી સામે આવી છે. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ગેનીબેન ઠાકોરના નિવેદનથી ઠેસ પહોંચી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નિવેદનને દુઃખદ ગણાવ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે ઉમેદવાર પોતાના દમ પર લડે છે જે દિવસે કોંગ્રેસ લડતી થશે તે દિવસે કોંગ્રેસ જીતશે.

જાણો શું છે સમગ્ર મામલો:

જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવારે પોતાના સમાજના દમ પર લડવું પડે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ છે. કોંગ્રેસનું સંગઠન નિષ્ક્રિય છે અને જેને કારણે ઉમેદવાર પોતે લડે ત્યાં સુધી તે સફળ નથી થતો. ગેનીબેને ભાજપના વખાણ કર્યા હતા અને ભાજપ એ જે એક જૂથ થઈ અને લડી છે, જેમાં કોંગ્રેસ સંગઠન નિષ્ક્રિય રહ્યું છે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો બધો તફાવત છે. કોંગ્રેસે લડવું હોય તો પોતાના દમ પર લડવું પડે અને પોતાના સમાજ પર લડવું પડે જે દિવસે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસે કોંગ્રેસ સફળ થશે.કોંગ્રેસમાં જે લોકો પક્ષ વિરોધી કામ કરતા હોય છે તેમને પાર્ટીમાંથી દૂર કરી દેવા જોઈએ તેવું પણ ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું. કોઈ નાની મોટી સજા નહિ પરંતુ પક્ષમાંથી દૂર કરી દેવાય તો કોંગ્રેસને સરવાળે નુકસાન નહીં થાય. હું કોઈ સલાહ આપવા માટે સક્ષમ નથી પરંતુ જે મારી સાથે વીત્યું છે તે આવનારા ભવિષ્યમાં બીજા ઉમેદવારો પર ન વીતે તેમ કંઈક ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર આક્રોશ ઠાલવ્યો હતો.