Porbandar News: જાવર સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજ થતાં મચી ગઈ દોડધામ

જાવર વિસ્તારમાં આવેલ સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજની અફવાથી દોડધામફાયર વિભાગની ટીમ 15 મિનિટમાં પહોંચીને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટયા, મોકડ્રિલ જાહેર થતા સૌને રાહત થઈ પોરબંદરના જાવર સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજ થતા આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને ફાયરના જવાનોએ તાત્કાલિક આવીને આગ ઓળવવાની અને ગેસ લીકેજ બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જો કે, બાદમાં મોકડ્રિલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પોરબંદર નજીક આવેલ જાવર ગામ ખાતે એલપીજી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સુપર ગેસ ખાતે બપોરના સમયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. બપોરે 11 વાગ્યા અને 33 મિનિટે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાનો બનાવ બનતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બની હોવાની જાણ ફાયર બ્રિગેડ વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને જિલ્લા વહીવટી તંત્રની અલગ અલગ એજન્સીઓને કરાઇ હતી. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ એજન્સીઓ ઘટનાસ્થળ ખાતે આવવા માટે રવાના થઈ ગઈ હતી અને માત્ર 15 મિનિટમાં એટલે કે બપોરે 11:49 વાગ્યે ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ડિઝાસ્ટર વિભાગની ટીમ, SOG પોલિસ, સુભાષનગર મરીન પોલીસની ટીમ, PGVCL વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ, ST ડેપોની ટીમ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નેવીની ટીમ પણ તુરંત જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રની ટીમનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નગરપાલિકાનું ફાયર ફાઈટર, ડિઝાસ્ટર વિભાગનું ફાયર ફાઈટર અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત ત્રણ ફાયર ફાઈટર સાથે 15 ફાયર વિભાગ જવાનોની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાગેલ આગ પર સતત દસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા 22 હજાર લિટર પાણીનો મારો ચલાવાયો હતો. તેમજ કંપનીના ફાયર હાઇટ્રેન્ડ સિસ્ટમ દ્વારા 15 કર્મચારીઓએ સતત એક લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. આમ ત્રણ ફાયર ફાઈટર અને કંપનીના ફાયર સિસ્ટમથી સતત 30 જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન વિભાગ દ્વારા આગની ઘટનાઓમાં તાત્કાલિક રાહત બચાવ અને આગને કાબુમાં લઈ શકાય તેની પ્રેક્ટિસના ભાગરૂપે જાવર ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલમાં આગનો સીનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. કામગીરી બાદ આ મોક ડ્રીલ હોવાનું જાહેર કરવામા આવ્યુ હતું.

Porbandar News: જાવર સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજ થતાં મચી ગઈ દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાવર વિસ્તારમાં આવેલ સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજની અફવાથી દોડધામ
  • ફાયર વિભાગની ટીમ 15 મિનિટમાં પહોંચીને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી
  • આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટયા, મોકડ્રિલ જાહેર થતા સૌને રાહત થઈ

પોરબંદરના જાવર સુપરગેસ પ્લાન્ટમાં ગેસ લિકેજ થતા આગ લાગવાથી સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને ફાયરના જવાનોએ તાત્કાલિક આવીને આગ ઓળવવાની અને ગેસ લીકેજ બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જો કે, બાદમાં મોકડ્રિલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.


પોરબંદર નજીક આવેલ જાવર ગામ ખાતે એલપીજી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સુપર ગેસ ખાતે બપોરના સમયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. બપોરે 11 વાગ્યા અને 33 મિનિટે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાનો બનાવ બનતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બની હોવાની જાણ ફાયર બ્રિગેડ વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને જિલ્લા વહીવટી તંત્રની અલગ અલગ એજન્સીઓને કરાઇ હતી. જેથી તાત્કાલિક ધોરણે આ તમામ એજન્સીઓ ઘટનાસ્થળ ખાતે આવવા માટે રવાના થઈ ગઈ હતી અને માત્ર 15 મિનિટમાં એટલે કે બપોરે 11:49 વાગ્યે ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.


ડિઝાસ્ટર વિભાગની ટીમ, SOG પોલિસ, સુભાષનગર મરીન પોલીસની ટીમ, PGVCL વિભાગ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ, ST ડેપોની ટીમ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નેવીની ટીમ પણ તુરંત જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રની ટીમનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.


નગરપાલિકાનું ફાયર ફાઈટર, ડિઝાસ્ટર વિભાગનું ફાયર ફાઈટર અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત ત્રણ ફાયર ફાઈટર સાથે 15 ફાયર વિભાગ જવાનોની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી લાગેલ આગ પર સતત દસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા 22 હજાર લિટર પાણીનો મારો ચલાવાયો હતો. તેમજ કંપનીના ફાયર હાઇટ્રેન્ડ સિસ્ટમ દ્વારા 15 કર્મચારીઓએ સતત એક લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. આમ ત્રણ ફાયર ફાઈટર અને કંપનીના ફાયર સિસ્ટમથી સતત 30 જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન વિભાગ દ્વારા આગની ઘટનાઓમાં તાત્કાલિક રાહત બચાવ અને આગને કાબુમાં લઈ શકાય તેની પ્રેક્ટિસના ભાગરૂપે જાવર ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલમાં આગનો સીનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. કામગીરી બાદ આ મોક ડ્રીલ હોવાનું જાહેર કરવામા આવ્યુ હતું.