Junagadhમાં ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફલો થતા નવા નીરની થઈ આવક

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયો ડેમ ઓવરફલો થતા 1359 કયુસેક પાણીની આવક થઈ વંથલી તાલુકાના નાના કાજલીયારા શાપુર સહિતના ચાર ગામોને કરાયા સાવચેત જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ઓવરફલો થયા છે.જૂનાગઢના ઓઝત વિયર વંથલી ડેમમાં નવા નીરની આવક થઈ છે,ડેમ ઓવરફલો થતા 1359 કયુસેક પાણીની આવક થઈ છે.વંથલી તાલુકાના નાના, કાજલીયારા, શાપુર, સહિતના ચાર ગામોને કરાયા છે સાવચેત. હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા જિલ્લામાં મુશળધાર વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થયેલ હતા અને ગિરનાર ઉપર ભારે પવન સાથે વરસાદ પડતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરવાસના વરસાદને લઈને શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગિરનાર રોપ-વે બંધ કરાયો જૂનાગઢ શહેરમાં ગુરુવારથી વરસાદ શરુ થયો હતો. ભવનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ગિરનાર રોપ-વે બંધ કરાયો છે. આ સાથે જૂનાગઢથી આસપાસના હાઇવે ઉપર ભારે વરસાદના દૃશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસના પડેલા ભારે વરસાદને લઈને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. ગિરનાર પરથી આહલાદક દ્રશ્યો જોવા મળ્યા ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ લેવા માટે રોપવે બંધ હોય તો પણ સીડી ચડીને પણ ગિરનાર અને દાતાર જઈ રહ્યા છે. એક નક્કી કરેલી થી થોડી વધુ ઊંચાઈએ પહોંચતા શહેરનું વાતાવરણ અને શહેર ખૂબ રમણીય દેખાય છે વાદળો જાણે ગિરનારને આલિંગન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. જેથી આ પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ માળવા માટે લોકો જંગલમાં જઈ રહ્યા છે.

Junagadhમાં ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફલો થતા નવા નીરની થઈ આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયો
  • ડેમ ઓવરફલો થતા 1359 કયુસેક પાણીની આવક થઈ
  • વંથલી તાલુકાના નાના કાજલીયારા શાપુર સહિતના ચાર ગામોને કરાયા સાવચેત

જૂનાગઢમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ઓવરફલો થયા છે.જૂનાગઢના ઓઝત વિયર વંથલી ડેમમાં નવા નીરની આવક થઈ છે,ડેમ ઓવરફલો થતા 1359 કયુસેક પાણીની આવક થઈ છે.વંથલી તાલુકાના નાના, કાજલીયારા, શાપુર, સહિતના ચાર ગામોને કરાયા છે સાવચેત.

હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા

જિલ્લામાં મુશળધાર વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થયેલ હતા અને ગિરનાર ઉપર ભારે પવન સાથે વરસાદ પડતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરવાસના વરસાદને લઈને શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


ગિરનાર રોપ-વે બંધ કરાયો

જૂનાગઢ શહેરમાં ગુરુવારથી વરસાદ શરુ થયો હતો. ભવનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ગિરનાર રોપ-વે બંધ કરાયો છે. આ સાથે જૂનાગઢથી આસપાસના હાઇવે ઉપર ભારે વરસાદના દૃશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસના પડેલા ભારે વરસાદને લઈને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે.

ગિરનાર પરથી આહલાદક દ્રશ્યો જોવા મળ્યા

ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ લેવા માટે રોપવે બંધ હોય તો પણ સીડી ચડીને પણ ગિરનાર અને દાતાર જઈ રહ્યા છે. એક નક્કી કરેલી થી થોડી વધુ ઊંચાઈએ પહોંચતા શહેરનું વાતાવરણ અને શહેર ખૂબ રમણીય દેખાય છે વાદળો જાણે ગિરનારને આલિંગન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. જેથી આ પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ માળવા માટે લોકો જંગલમાં જઈ રહ્યા છે.