Junagadh: ઉપરકોટનો કિલ્લો જાળવણીથી વંચિત..! તંત્રની કામગીરીને લઇ ઉઠ્યા સવાલ

ઉપરકોટનો કિલ્લો જાળવણીનો અભાવ અંદર સુંદર દેખાતો ઉપરકોટ કિલ્લો બહારથી એટલો જ કદરૂપોકિલ્લાની દીવાલના ફરતે ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય, પીપળો, વડલો જેવા ઘટાદાર વૃક્ષો ઉગી નિકળ્યાંરૂ.74 કરોડનાં ખર્ચે રિસ્ટ્રોરેશન નવીનીકરણ કરી રાજ્યનાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો હતોજૂનાગઢનાં ઉપરકોટનું રૂ.74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ માત્ર અંદરથી દેખાતો સુંદર કિલ્લાની દીવલો ફરતે ઝાંડી-ઝાંખરા અને ઘટાદાર વૃક્ષોનું સામ્રાજ્ય ફેલાય જતાં બહારથી કદરૂપો બનવા પામ્યો છે. યોગ્ય જાળવણી અને દેખરેખ ન રહેતાં હાલ કિલ્લાની દીવાલો જર્જરીત બનવા પામી છે.ઉપરકોટ કિલ્લાની દીવાલો જર્જરિત હાલતમાંઉપરકોટ કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, નીલમ તોપ, ગુફાઓ, સાઈક્લીંગ વોક વે સહિતના ઐતિહાસીક સ્થળોનો સમાવેશ થાય છે. આપણી ઐતિહાસિક ધરોહર ગણાતાં કિલ્લાને સરકાર દ્વારા રૂ.74 કરોજનાં ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવાણી હેરીટેજને ચલાવવા માટે અને દેખરેખ માટે સોપી દેવામાં આવ્યો છે. ત્યારે ઉપરકોટ કિલ્લાની અંદરનાં દ્રશ્યો અને તમામ સ્થળોની જાળવણી અને દેખરેખ યોગ્ય રીતે જોવા મળી રહી છે. પરંતુ જેટલો અંદરથી સુંદર અને સ્વચ્છ દેખાતાં કિલ્લાની દીવાલો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કિલ્લાનો મતલબ જ એ થાય કે ફરતે દીવાલ હોય અને તેની વચ્ચે રાજા રજવાડાઓ પ્રજા સાથે સુરક્ષિત રહેતાં હતાં. જેથી તેને સુરક્ષિત રાખવાં તથાં મજબુત બનાવતાં હતાં. પરંતુ ઉપરકોટ કિલ્લાની દીવાલોમાં હાલ ઝાડી-ઝાખરાં અને વડલો, પીપળો, આંબલી, લીમડો જેવા ઘટાદાર વૃક્ષોનું સમ્રાજ્ય ફેલાય જતાં દીવાલોને નબળી અને કદરૂપી બનાવતી જોવા મળી રહી છે.આમ, આગામી સમયમાં ચોમાસું બેસી જતાં આ વૃક્ષો અને ઝાડી ઝાખરાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જેનાં કારણે તેનામાં વૃદ્ધી જોવા મળશે અને હજુ વધુ વિસ્તારમાં તેમજ વૃક્ષો ઘટાદાર બનતા જશે. ત્યારે તંત્ર દ્વારા કિલ્લાની જાળવણીને લઈને યોગ્ય દિશામાં કાર્યવાહી કરી કામગીરી હાથ ધરી અને દીવાલને જાળવણી કરવાની તાતી જરૂરિયાત હોવાનું માલુમ પડી રહ્યું છે. જેથી અંદરથી સુંદર દેખાતો કિલ્લો બહારથી પણ એટલો જ સુંદર રહે તેવા પ્રયાસ હાથ ધરવા લોક માંગ ઉઠી છે.ગ્રાન્ટ પાસ થાય તો દીવાલણી જાળવણી થાયજૂનાગઢ, ઉપરકોટ કિલ્લાની દીવાલ ફરતે રહેલા ઝાડી-ઝાખરા અને વૃક્ષોને લઈને ઉપરકોટ કિલ્લાનાં મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, હાલ અમને મળેલાં કોન્ટ્રાક્ટમાં કિલ્લાની દીવાલનું મેઈન્ટેન્સ અને પાક્રીંગની સુવિધા આપવામાં આવી નથી. જે બાબતને લઈને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કિલ્લાની દિવાલને લઈને ગ્રાન્ટ પાસ થશે ત્યારે ઝાડી–ઝાખરા દૂર કરવામાં આવશે અને પાર્કિગ અલોકેટ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

Junagadh: ઉપરકોટનો કિલ્લો જાળવણીથી વંચિત..! તંત્રની કામગીરીને લઇ ઉઠ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપરકોટનો કિલ્લો જાળવણીનો અભાવ અંદર સુંદર દેખાતો ઉપરકોટ કિલ્લો બહારથી એટલો જ કદરૂપો
  • કિલ્લાની દીવાલના ફરતે ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય, પીપળો, વડલો જેવા ઘટાદાર વૃક્ષો ઉગી નિકળ્યાં
  • રૂ.74 કરોડનાં ખર્ચે રિસ્ટ્રોરેશન નવીનીકરણ કરી રાજ્યનાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો હતો

જૂનાગઢનાં ઉપરકોટનું રૂ.74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ માત્ર અંદરથી દેખાતો સુંદર કિલ્લાની દીવલો ફરતે ઝાંડી-ઝાંખરા અને ઘટાદાર વૃક્ષોનું સામ્રાજ્ય ફેલાય જતાં બહારથી કદરૂપો બનવા પામ્યો છે. યોગ્ય જાળવણી અને દેખરેખ ન રહેતાં હાલ કિલ્લાની દીવાલો જર્જરીત બનવા પામી છે.

ઉપરકોટ કિલ્લાની દીવાલો જર્જરિત હાલતમાં

ઉપરકોટ કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, નીલમ તોપ, ગુફાઓ, સાઈક્લીંગ વોક વે સહિતના ઐતિહાસીક સ્થળોનો સમાવેશ થાય છે. આપણી ઐતિહાસિક ધરોહર ગણાતાં કિલ્લાને સરકાર દ્વારા રૂ.74 કરોજનાં ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવાણી હેરીટેજને ચલાવવા માટે અને દેખરેખ માટે સોપી દેવામાં આવ્યો છે. ત્યારે ઉપરકોટ કિલ્લાની અંદરનાં દ્રશ્યો અને તમામ સ્થળોની જાળવણી અને દેખરેખ યોગ્ય રીતે જોવા મળી રહી છે. પરંતુ જેટલો અંદરથી સુંદર અને સ્વચ્છ દેખાતાં કિલ્લાની દીવાલો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કિલ્લાનો મતલબ જ એ થાય કે ફરતે દીવાલ હોય અને તેની વચ્ચે રાજા રજવાડાઓ પ્રજા સાથે સુરક્ષિત રહેતાં હતાં. જેથી તેને સુરક્ષિત રાખવાં તથાં મજબુત બનાવતાં હતાં. પરંતુ ઉપરકોટ કિલ્લાની દીવાલોમાં હાલ ઝાડી-ઝાખરાં અને વડલો, પીપળો, આંબલી, લીમડો જેવા ઘટાદાર વૃક્ષોનું સમ્રાજ્ય ફેલાય જતાં દીવાલોને નબળી અને કદરૂપી બનાવતી જોવા મળી રહી છે.

આમ, આગામી સમયમાં ચોમાસું બેસી જતાં આ વૃક્ષો અને ઝાડી ઝાખરાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જેનાં કારણે તેનામાં વૃદ્ધી જોવા મળશે અને હજુ વધુ વિસ્તારમાં તેમજ વૃક્ષો ઘટાદાર બનતા જશે. ત્યારે તંત્ર દ્વારા કિલ્લાની જાળવણીને લઈને યોગ્ય દિશામાં કાર્યવાહી કરી કામગીરી હાથ ધરી અને દીવાલને જાળવણી કરવાની તાતી જરૂરિયાત હોવાનું માલુમ પડી રહ્યું છે. જેથી અંદરથી સુંદર દેખાતો કિલ્લો બહારથી પણ એટલો જ સુંદર રહે તેવા પ્રયાસ હાથ ધરવા લોક માંગ ઉઠી છે.

ગ્રાન્ટ પાસ થાય તો દીવાલણી જાળવણી થાય

જૂનાગઢ, ઉપરકોટ કિલ્લાની દીવાલ ફરતે રહેલા ઝાડી-ઝાખરા અને વૃક્ષોને લઈને ઉપરકોટ કિલ્લાનાં મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, હાલ અમને મળેલાં કોન્ટ્રાક્ટમાં કિલ્લાની દીવાલનું મેઈન્ટેન્સ અને પાક્રીંગની સુવિધા આપવામાં આવી નથી. જે બાબતને લઈને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં કિલ્લાની દિવાલને લઈને ગ્રાન્ટ પાસ થશે ત્યારે ઝાડી–ઝાખરા દૂર કરવામાં આવશે અને પાર્કિગ અલોકેટ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.