Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન, અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની એન્ટ્રી ગીર સોમનાથમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશી કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ વિવિધ રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે ગીર ગઢડાના તુલસીશ્યામસ, ધોકડવા, જશાધાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. ગીર ગઢડા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગીર સોમનાથના ગીર ગઢડા સહિત ગીર પંથકમાં વાતાવરણાં અચાનક પલટો જોવા મળ્યો છે. તુલસીશ્યામના આસપાસના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડા તાલુકાના ગામોમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તુલશીશ્યામ અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે. તો બીજી તરફ ગીરના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે કરા અને વરસાદ શરૂ થયો છે. અમરેલીના ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાંભા ગીરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટી કરી છે. ખાંભા ગીરના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કરા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમજ ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભાના ડેડાણ હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળીયા સહિતના ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તેમજ ખાભાના બોરળા ગામે કરા સાખે વરસાદ ખાબક્યો છે. ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ગામોમાં ધીમી ધારે વરસાદ ભાવનગરના સિહોર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા હતા. પંથકમાં વાદળના ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતા અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરીસૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી પરેશાન બન્યા હતા ત્યારે ગીર ગઢડા અને ખાંભામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તેમજ ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્ર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન, અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની એન્ટ્રી
  • ગીર સોમનાથમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
  • મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશી

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ વિવિધ રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે ગીર ગઢડાના તુલસીશ્યામસ, ધોકડવા, જશાધાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

ગીર ગઢડા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગીર સોમનાથના ગીર ગઢડા સહિત ગીર પંથકમાં વાતાવરણાં અચાનક પલટો જોવા મળ્યો છે. તુલસીશ્યામના આસપાસના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડા તાલુકાના ગામોમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તુલશીશ્યામ અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે. તો બીજી તરફ ગીરના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે કરા અને વરસાદ શરૂ થયો છે.


અમરેલીના ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ

ખાંભા ગીરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટી કરી છે. ખાંભા ગીરના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કરા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમજ ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભાના ડેડાણ હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળીયા સહિતના ગામોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તેમજ ખાભાના બોરળા ગામે કરા સાખે વરસાદ ખાબક્યો છે. ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં ગામોમાં ધીમી ધારે વરસાદ

ભાવનગરના સિહોર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા હતા. પંથકમાં વાદળના ગડગડાટ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતા અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.


વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી પરેશાન બન્યા હતા ત્યારે ગીર ગઢડા અને ખાંભામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તેમજ ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદની ઘમાકેદાર એન્ટ્ર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.