Junagadhમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળ્યો

જૂનાગઢમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો ગિરનાર પર્વતને વાદળોએ કર્યું આલિંગન વાદળથી ઢંકાયો ગિરનાર પર્વત જૂનાગઢમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં ગિરનાર પર્વતને વાદળોએ આલિંગન કર્યું છે. તેમાં વાદળથી ગિરનાર ઢંકાયો છે. જૂનાગઢના ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરાબ વાતાવરણના સમયે રોપ-વે સેવા સ્થગિત કરાતી હોય છે તીવ્ર ગતિના પવનમાં રોપ-વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે પવનની ગતિ ખુબજ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણના સમયે રોપ-વે સેવા સ્થગિત કરાતી હોય છે. જે અંતર્ગત હાલ પ્રવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરાશે. ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. જેમાં ભવનાથ કાળવા ચોક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. મધુરમ દોલતપરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી હવામાન વિભાગે આગામી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે. જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ 2 જુલાઈના દિવસે નવસારી અને વલસાડમાં ભારે વરસાદી માહોલ રહેશે.

Junagadhમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો
  • ગિરનાર પર્વતને વાદળોએ કર્યું આલિંગન
  • વાદળથી ઢંકાયો ગિરનાર પર્વત

જૂનાગઢમાં ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં ગિરનાર પર્વતને વાદળોએ આલિંગન કર્યું છે. તેમાં વાદળથી ગિરનાર ઢંકાયો છે. જૂનાગઢના ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરાબ વાતાવરણના સમયે રોપ-વે સેવા સ્થગિત કરાતી હોય છે

તીવ્ર ગતિના પવનમાં રોપ-વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે પવનની ગતિ ખુબજ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણના સમયે રોપ-વે સેવા સ્થગિત કરાતી હોય છે. જે અંતર્ગત હાલ પ્રવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરાશે. ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. જેમાં ભવનાથ કાળવા ચોક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. મધુરમ દોલતપરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગે આગામી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ઉત્તર પૂર્વ ભાગમાં અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વિન્ડ શિયરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના વધી છે. જેના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ 2 જુલાઈના દિવસે નવસારી અને વલસાડમાં ભારે વરસાદી માહોલ રહેશે.