Gujarat Weather: વરસાદી સિસ્ટમ વચ્ચે ગરમીનો પારો પણ વધશે : હવામાન વિભાગ

કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહીબે દિવસ બાદ તાપમાનનો પારો વધવાની સંભાવનાવરસાદી સિસ્ટમ અને બફારાથી અકળામણનો અનુભવરાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે. આ વચ્ચે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે વિવિધ ભાગોમાં વરસાદ પડી પણ રહ્યો છે ત્યાં આગામી બે દિવસ વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના અંગે હવામાન વિભાગે આજે આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સરક્યુલેશન બનેલું હતુ તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યુ છે. જેના કારણે આજે અને આવતીકાલે બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. આ અંગે હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહિસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યમાં બે બાદ તાપમાનનો પારો ફરી એકવાર વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે વરસાદ જતાં જ ફરી એકવાર ગરમીનો પારો વધશે. વરસાદી સિસ્ટમ અને બફારાથી અકળામણનો અનુભવ થશે.અંબાલાલ પટેલે કરી આગાહી  બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમનો માર્ગ ભારત તરફ રહેવાની શક્યતા છે. જેના કારણે 18થી 20 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. 

Gujarat Weather: વરસાદી સિસ્ટમ વચ્ચે ગરમીનો પારો પણ વધશે : હવામાન વિભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છ અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી
  • બે દિવસ બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના
  • વરસાદી સિસ્ટમ અને બફારાથી અકળામણનો અનુભવ
રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે. આ વચ્ચે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે વિવિધ ભાગોમાં વરસાદ પડી પણ રહ્યો છે ત્યાં આગામી બે દિવસ વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

જેના અંગે હવામાન વિભાગે આજે આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સરક્યુલેશન બનેલું હતુ તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યુ છે. જેના કારણે આજે અને આવતીકાલે બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે.

આ અંગે હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહિસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે.

તેમજ રાજ્યમાં બે બાદ તાપમાનનો પારો ફરી એકવાર વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે વરસાદ જતાં જ ફરી એકવાર ગરમીનો પારો વધશે. વરસાદી સિસ્ટમ અને બફારાથી અકળામણનો અનુભવ થશે.

અંબાલાલ પટેલે કરી આગાહી 
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમનો માર્ગ ભારત તરફ રહેવાની શક્યતા છે. જેના કારણે 18થી 20 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે.