Kheda Breaking : વડાલા ગામે પાણીનો હોજ ફાટતા ત્રણ બાળકીઓના મોત

બાળકીઓ બોર પાસે રમી રહી હતી તે દરમિયાન અચાનક હોજ ફાટયો હોજ ફાટતા બાળકીઓના ઘટના સ્થળે જ મોત ખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો ખેડાના વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતા ત્રણ બાળકીના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,બાળકીઓ બોર પાસે રમી રહી હતી તે દરમિયાન બોર ફાટયો હતો.બોર ફાટતા પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા પરંતુ બાળકીઓએ અંતિમ શ્વાસ લીધા હતા.તો પરિવારે પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હોજ કઈ રીતે ફાટયો તેની કોઈને ખબર જ નથી,તો હોજ ફાટતા બાળકીઓના મોત થયા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી,તો બીજી તરફ બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.તો એફએસેલ રીપોર્ટ પરથી ખબર પડશે કે ટાંકી કઈ રીતે ફાટી હતી. 11 મે 2024ના રોજ ભરૂચમાં ટાંકી ફાટતા બે ના મોત ભરૂચના દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જવાની ઘટના સામે આવી હતી. ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા જેમાં 2ના મોત થયા હતા જ્યારે 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે કંપનીમાં કામ કરતા કામદારો સાથે ઘણા સગીર કામદારો પણ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જેથી ઇપેક કંપની સામે પણ સવાલો થઈ રહ્યા છે કે, આખરે સગીર વયના કામદારો શા માટે કામે રાખવામાં આવ્યા હતા.

Kheda Breaking : વડાલા ગામે પાણીનો હોજ ફાટતા ત્રણ બાળકીઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકીઓ બોર પાસે રમી રહી હતી તે દરમિયાન અચાનક હોજ ફાટયો
  • હોજ ફાટતા બાળકીઓના ઘટના સ્થળે જ મોત
  • ખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

ખેડાના વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતા ત્રણ બાળકીના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,બાળકીઓ બોર પાસે રમી રહી હતી તે દરમિયાન બોર ફાટયો હતો.બોર ફાટતા પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા પરંતુ બાળકીઓએ અંતિમ શ્વાસ લીધા હતા.તો પરિવારે પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

હોજ કઈ રીતે ફાટયો તેની કોઈને ખબર જ નથી,તો હોજ ફાટતા બાળકીઓના મોત થયા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી,તો બીજી તરફ બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.તો એફએસેલ રીપોર્ટ પરથી ખબર પડશે કે ટાંકી કઈ રીતે ફાટી હતી.


11 મે 2024ના રોજ ભરૂચમાં ટાંકી ફાટતા બે ના મોત

ભરૂચના દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જવાની ઘટના સામે આવી હતી. ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા જેમાં 2ના મોત થયા હતા જ્યારે 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે કંપનીમાં કામ કરતા કામદારો સાથે ઘણા સગીર કામદારો પણ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જેથી ઇપેક કંપની સામે પણ સવાલો થઈ રહ્યા છે કે, આખરે સગીર વયના કામદારો શા માટે કામે રાખવામાં આવ્યા હતા.