રાજકોટ અગ્નિકાંડમાં સર્ચ ઓપરેશન પૂરું, વધુ બે પોટલાં ભરીને માનવ અવશેષો મળતાં ખળભળાટ

Rajkot TRP Game Zone Fire : રંગીલુ રાજકોટ આજે રોષ સાથે રડી ઉઠ્યું હતું. એક તરફ જીરવી ન શકાય, ઉંઘ અને ભુખ હરામ થઈ જાય તેવો આઘાત પ્રસર્યો હતો અને બીજી તરફ આ 32ના અત્યંત દર્દનાક મોત નીપજાવનાર અગ્નિકાંડ માટે જવાબદાર ગેમઝોન અને તેને છાવરનાર, ચલાવી લેનાર તંત્ર સામે આક્રોશ ઊઠ્યો હતો. મૃતદેહો કાળા પડી ગયા... ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના નાનામવા રોડ પર  ટીઆરપી માનવીય ઝોન સ્થળે 26 કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયરબ્રિગેડે પૂરુ થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટનાસ્થળેથી અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો (ટૂકડા) મળી આવતા તે બે પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરતા સત્વરે જણાવ્યું કરીને જવાબદારોને એવી કડક સજા કરવી જોઇએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં. સર્ચ ઓપરેશન પૂરું થયું... કલેક્ટર પ્રભુત્વ જોશીએ જણાવ્યું કે આ ઘટનાથી 32 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત માનવ એવશેષો મળ્યા છે જે કેટલા લોકોના છે. આ કોના છે તે હજી જાણી શકાયુ નથી. મોડી રાત સુધી હજુ એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડી.એન.એ. મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર ગઈકાલ સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન પૂરું કરીને ગેમઝોનનો સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્યો છે અને  રાત્રે પોલીસ સાથે વાત થયા મૂજબ જે.સી.બી., ફાયરફાઈટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્યા છે.

રાજકોટ અગ્નિકાંડમાં સર્ચ ઓપરેશન પૂરું, વધુ બે પોટલાં ભરીને માનવ અવશેષો મળતાં ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot TRP Game Zone Fire : રંગીલુ રાજકોટ આજે રોષ સાથે રડી ઉઠ્યું હતું. એક તરફ જીરવી ન શકાય, ઉંઘ અને ભુખ હરામ થઈ જાય તેવો આઘાત પ્રસર્યો હતો અને બીજી તરફ આ 32ના અત્યંત દર્દનાક મોત નીપજાવનાર અગ્નિકાંડ માટે જવાબદાર ગેમઝોન અને તેને છાવરનાર, ચલાવી લેનાર તંત્ર સામે આક્રોશ ઊઠ્યો હતો. 

મૃતદેહો કાળા પડી ગયા... 

ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના નાનામવા રોડ પર  ટીઆરપી માનવીય ઝોન સ્થળે 26 કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયરબ્રિગેડે પૂરુ થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટનાસ્થળેથી અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો (ટૂકડા) મળી આવતા તે બે પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરતા સત્વરે જણાવ્યું કરીને જવાબદારોને એવી કડક સજા કરવી જોઇએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં. 

સર્ચ ઓપરેશન પૂરું થયું... 

કલેક્ટર પ્રભુત્વ જોશીએ જણાવ્યું કે આ ઘટનાથી 32 લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત માનવ એવશેષો મળ્યા છે જે કેટલા લોકોના છે. આ કોના છે તે હજી જાણી શકાયુ નથી. મોડી રાત સુધી હજુ એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડી.એન.એ. મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર ગઈકાલ સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન પૂરું કરીને ગેમઝોનનો સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્યો છે અને  રાત્રે પોલીસ સાથે વાત થયા મૂજબ જે.સી.બી., ફાયરફાઈટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્યા છે.