ગાંધીનગરમાં ક્ષત્રિયાણીઓને નજર કેદ તો પુરુષોએ રસ્તા રોકી રોષ વ્યક્ત કર્યો

દહેગામ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમજે રેલી કાઢી મોટી સંખ્યામાં દહેગામ મામલતદારને આપ્યું આવેદન રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ રૂપાલા મુદ્દે ગાંધીનગરના દહેગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચારો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મગોડી રોડ ઉપર પણ ક્ષત્રિયોએ રસ્તા રોકવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારે આજે જૌહર કરવા ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચે એ પહેલાં જ ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી હતી. આ વચ્ચે આજે દહેગામ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો સાથે રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરાઈ છે કે, લોકસભા ચુંટણીના ભાજ૫ના લોકસભા રાજકોટના ઉમેદવાર ૫૨શોત્તમ રૂપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો સોશિયલ મીડીયામાં ઓડિયો અને વિડીયો ફરી રહ્યો છે. આ તરફ મગોડી હાઇવે રોડ ઉપર પણ ક્ષત્રિય યુવાનોએ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જેનાં કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને રસ્તો ક્લિયર કરાવી દીધો હતો. ત્યારે ગાંધીનગરમાં બાલવા ગામમાં પણ રૂપાલાની ટિકિટ રદ્ થાય નહીં ત્યાં સુધી ભાજપના એક પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પણ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે. જ્યાં આ વિવાદને ઠારવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓએ કરેલા પ્રયાસોને ક્ષત્રિયોએ નકારી કાઢી રૂપાલાની ટિકિટ રદ કરવાની પ્રબળ કરવામાં આવી રહી છે. ગઈકાલે ક્ષત્રિયાણીઓએ ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય ખાતે જોહર કરવાની જાહેરાત કરતાં જ આજ સવારથી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

ગાંધીનગરમાં ક્ષત્રિયાણીઓને નજર કેદ તો પુરુષોએ રસ્તા રોકી રોષ વ્યક્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દહેગામ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમજે રેલી કાઢી
  • મોટી સંખ્યામાં દહેગામ મામલતદારને આપ્યું આવેદન
  • રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ

રૂપાલા મુદ્દે ગાંધીનગરના દહેગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચારો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મગોડી રોડ ઉપર પણ ક્ષત્રિયોએ રસ્તા રોકવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારે આજે જૌહર કરવા ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચે એ પહેલાં જ ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી હતી.

આ વચ્ચે આજે દહેગામ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો સાથે રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરાઈ છે કે, લોકસભા ચુંટણીના ભાજ૫ના લોકસભા રાજકોટના ઉમેદવાર ૫૨શોત્તમ રૂપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો સોશિયલ મીડીયામાં ઓડિયો અને વિડીયો ફરી રહ્યો છે.

આ તરફ મગોડી હાઇવે રોડ ઉપર પણ ક્ષત્રિય યુવાનોએ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જેનાં કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને રસ્તો ક્લિયર કરાવી દીધો હતો. ત્યારે ગાંધીનગરમાં બાલવા ગામમાં પણ રૂપાલાની ટિકિટ રદ્ થાય નહીં ત્યાં સુધી ભાજપના એક પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પણ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે.

જ્યાં આ વિવાદને ઠારવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓએ કરેલા પ્રયાસોને ક્ષત્રિયોએ નકારી કાઢી રૂપાલાની ટિકિટ રદ કરવાની પ્રબળ કરવામાં આવી રહી છે. ગઈકાલે ક્ષત્રિયાણીઓએ ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય ખાતે જોહર કરવાની જાહેરાત કરતાં જ આજ સવારથી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.