Porbandar News : RTOના સહાયક મોટર વાહન નિરીક્ષક 5000ની લાંચ લેતા ઝડપાયા

ARTOના સહાયક મોટર વાહન નિરીક્ષક સામત કોડીયાતર લાંચ લેતા ઝડપાયા ફરિયાદી પાસેથી પીયુસીના રીપાસિગને લઈ માંગી હતી લાંચ પોરબંદર RTO કચેરીમાં માંગી હતી લાંચ અમદાવાદ ગ્રામ્ય ACBએ પોરબંદરના RTO કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીને ઝડપી પાડયા છે.સામંત ખીમાભાઈ કોડીયાતર સહાયક મોટર વાહન નિરીક્ષક RTO કચેરી વર્ગ-3 ને રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.પોરબંદર આરટીઓ કચેરીમાં આવેલી સહાયક મોટર વાહન નિરીક્ષકની ઓફીસમા આ લાંચ લેવામાં આવી હતી. શું હતો કેસ ફરીયાદી પીયુસી સેન્ટર ચલાવતા હતા અને પોરબંદર આરટીઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગત તારીખ 28 માર્ચના રોજ સીંગરીયા ગામ ખાતે રાખ્યો હતો.ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસીંગના ભરેલા ફોર્મની એપોઈમેન્ટને આધારે જુદા-જુદા કુલ 12 વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનોના માલિકોને વાહનો સાથે હાજર રાખ્યા હતા.તે સમયે આરોપીએ ફરીયાદીના વાહનો રીપાસીંગ કરીને સર્ટી આપવા પહેલા 15,700 રૂપિયાની લાંચ માંગી હતી જેમાંથી છેલ્લે 10,700 રૂપિયા નક્કી થયા હતા અને અન્ય રકમની પણ માંગણી કરાઈ હતી. રુપિયાની માંગણીથી કંટાળ્યો ફરિયાદી ફરિયાદી રૂપિયાની માંગણીથી કંટાળ્યા હતા અને લાંચની રકમ આપવા માંગતા ન હતા જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને આ સરકારી બાબુ એસીબીની ઝપેટમાં આવી ગયો હતો.30 માર્ચ 2024ના રોજ GST અધિકારી લાંચ લેતા ઝડપાયો હતોશહેરના રીલીફ રોડ પર મોબાઇલ અને મોબાઇલ એસેસરીઝનો વ્યવસાય કરતા વેપારીને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કેસની કાર્યવાહીમાં વેપારીને મુશ્કેલી ન પડે અને સેટલમેન્ટ થાય તે માટે જીએસટી વિભાગ વતી કિરણસિંહ ચંપાવત નામના વ્યક્તિએ રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી. જેમાં ૨૧ લાખ રૂપિયામાં ડીલ નક્કી થતા લાંચ પેટે બે લાખનો હપતો લેતા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો.

Porbandar News : RTOના સહાયક મોટર વાહન નિરીક્ષક 5000ની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ARTOના સહાયક મોટર વાહન નિરીક્ષક સામત કોડીયાતર લાંચ લેતા ઝડપાયા
  • ફરિયાદી પાસેથી પીયુસીના રીપાસિગને લઈ માંગી હતી લાંચ
  • પોરબંદર RTO કચેરીમાં માંગી હતી લાંચ

અમદાવાદ ગ્રામ્ય ACBએ પોરબંદરના RTO કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીને ઝડપી પાડયા છે.સામંત ખીમાભાઈ કોડીયાતર સહાયક મોટર વાહન નિરીક્ષક RTO કચેરી વર્ગ-3 ને રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.પોરબંદર આરટીઓ કચેરીમાં આવેલી સહાયક મોટર વાહન નિરીક્ષકની ઓફીસમા આ લાંચ લેવામાં આવી હતી.

શું હતો કેસ

ફરીયાદી પીયુસી સેન્ટર ચલાવતા હતા અને પોરબંદર આરટીઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગત તારીખ 28 માર્ચના રોજ સીંગરીયા ગામ ખાતે રાખ્યો હતો.ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસીંગના ભરેલા ફોર્મની એપોઈમેન્ટને આધારે જુદા-જુદા કુલ 12 વાહનોના ફીટનેશ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનોના માલિકોને વાહનો સાથે હાજર રાખ્યા હતા.તે સમયે આરોપીએ ફરીયાદીના વાહનો રીપાસીંગ કરીને સર્ટી આપવા પહેલા 15,700 રૂપિયાની લાંચ માંગી હતી જેમાંથી છેલ્લે 10,700 રૂપિયા નક્કી થયા હતા અને અન્ય રકમની પણ માંગણી કરાઈ હતી.

રુપિયાની માંગણીથી કંટાળ્યો ફરિયાદી

ફરિયાદી રૂપિયાની માંગણીથી કંટાળ્યા હતા અને લાંચની રકમ આપવા માંગતા ન હતા જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને આ સરકારી બાબુ એસીબીની ઝપેટમાં આવી ગયો હતો.

30 માર્ચ 2024ના રોજ GST અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો

શહેરના રીલીફ રોડ પર મોબાઇલ અને મોબાઇલ એસેસરીઝનો વ્યવસાય કરતા વેપારીને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કેસની કાર્યવાહીમાં વેપારીને મુશ્કેલી ન પડે અને સેટલમેન્ટ થાય તે માટે જીએસટી વિભાગ વતી કિરણસિંહ ચંપાવત નામના વ્યક્તિએ રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી. જેમાં ૨૧ લાખ રૂપિયામાં ડીલ નક્કી થતા લાંચ પેટે બે લાખનો હપતો લેતા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો.