Valsadમાં દારૂના નશામાં યુવકે ટ્રેક પર કાર દોડાવવાનો પ્રયાસ કર્યો

વાપીમાં દારૂના નશામાં કારચાલક બન્યો બેફામ દારૂના નશામાં કાર રેલવે ટ્રેક ઉપર ચલાવવાનો પ્રયાસ ટ્રેક પર કાર ચલાવવાનો પ્રયાસ કરતા ટ્રેક પર કાર ફસાઈ વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઇવે તરફ જતી એક કાર ચાલક દારૂના નશામાં ભાન ભૂલ્યો હતો.આ વ્યકિત કે જે કાર લઈને ટ્રેનના ટ્રેક પર કાર ચલાવવાના પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન ફાટક મેને સમય સૂચકતાથી સામે આવતી ટ્રેનને અટકાવી હતી.તો અડધો કલાકની જહેમત બાદ કારને ટ્રેક પરથી દૂર કરાઈ હતી.ટ્રેક પર કાર લાવી સુરત તરફ કાર હંકારી મુકવાનો પ્રયાસ કરતા કાર ટ્રેક પર ફસાઈ ગઈ હતી. રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ઘટનાની જાણ થતાની સાથે જ રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો,અને કારને સફળતાપૂર્વક ટ્રેક પરથી નીચે ઉતારી વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.લીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યું હતુ.જેને લઈને ટ્રેનના ચલાકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતા અટકાવ્યો હતો. RPFએ તપાસ હાથધરી ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક રેલવેના ટેક્નિષ્યનોની ટીમ બોલાવી રેલવેના ગેટ મેનની ટીમ સાથે બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવ્યા હતા. રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતર રૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કાર ચાલક યુવકને RPFને સોંપ્યો હતો. વાપી RPFની ટીમે યુવકની ધરપકડ કરી અગલની તપાસ હાથધરી હતી.  

Valsadમાં દારૂના નશામાં યુવકે ટ્રેક પર કાર દોડાવવાનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાપીમાં દારૂના નશામાં કારચાલક બન્યો બેફામ
  • દારૂના નશામાં કાર રેલવે ટ્રેક ઉપર ચલાવવાનો પ્રયાસ
  • ટ્રેક પર કાર ચલાવવાનો પ્રયાસ કરતા ટ્રેક પર કાર ફસાઈ

વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઇવે તરફ જતી એક કાર ચાલક દારૂના નશામાં ભાન ભૂલ્યો હતો.આ વ્યકિત કે જે કાર લઈને ટ્રેનના ટ્રેક પર કાર ચલાવવાના પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન ફાટક મેને સમય સૂચકતાથી સામે આવતી ટ્રેનને અટકાવી હતી.તો અડધો કલાકની જહેમત બાદ કારને ટ્રેક પરથી દૂર કરાઈ હતી.ટ્રેક પર કાર લાવી સુરત તરફ કાર હંકારી મુકવાનો પ્રયાસ કરતા કાર ટ્રેક પર ફસાઈ ગઈ હતી.

રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતાની સાથે જ રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો,અને કારને સફળતાપૂર્વક ટ્રેક પરથી નીચે ઉતારી વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.લીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યું હતુ.જેને લઈને ટ્રેનના ચલાકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતા અટકાવ્યો હતો.


RPFએ તપાસ હાથધરી

ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક રેલવેના ટેક્નિષ્યનોની ટીમ બોલાવી રેલવેના ગેટ મેનની ટીમ સાથે બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવ્યા હતા. રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતર રૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કાર ચાલક યુવકને RPFને સોંપ્યો હતો. વાપી RPFની ટીમે યુવકની ધરપકડ કરી અગલની તપાસ હાથધરી હતી.