Chotila ધારાસભ્ય અને થાનગઢ પોલીસકર્મીનો પાંજરાપોળના વિવાદના મામલે ઓડિયો વાઈરલ

પાંજરાપોળ ગ્રૂપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇસાચા સાથે વિરોધ, સંઘર્ષ ના થાય એવી કામગીરી કરવાની ધારાસભ્યની ટકોર ફરીયાદ દાખલ થયા બાદ ચોટીલા ધારાસભ્ય અને ફરીયાદ થયેલ લાલજીભાઇનો ઓડીયો વાયરલ થયો છે થાનગઢ પાંજરાપોળના વહીવટ મામલે થોડા સમયથી વિવાદ ચાલી રહયો છે. ત્યારે અગાઉ પાંજરાપોળમાં સેવા આપતા થાનગઢના પોલીસ કર્મી સહિત બે શખ્સો સામે પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ ચોટીલા ધારાસભ્ય અને પોલીસ કર્મીનો ઓડિયો વાયરલ થયો છે. એવામાં હવે આ બધાની વચ્ચે પાંજરાપોળના અબોલ જીવોના નિભાવ ઉપર અસર ના થાય એવી જીવદયાપ્રેમીઓની માંગ ઉઠી છે. થાનગઢ પાંજરાપોળની વર્ષો સુધી સેવા કર્યા બાદ દોઢ વર્ષથી કામગીરીથી દૂર રહેતા પોલીસ કર્મી હાલના પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. થાનગઢના અનીલભાઇ, ભુપતભાઇ, દિગુભાઇ, વિરાટભાઇ, ફિરોજભાઇ, સત્યપાલસિંહ સહિતના પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની લાલજીભાઇ દેવજીભાઇ અને મોન્ટુભાઇ દયારામભાઇ સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.ફરીયાદ દાખલ થયા બાદ ચોટીલા ધારાસભ્ય અને ફરીયાદ થયેલ લાલજીભાઇનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં લાલજીભાઇ વર્ષોથી સેવા આપ્યા બાદ દોઢ વર્ષથી કામગીરીથી દૂર હતા. પરંતુ પાંજરાપોળનું લોડર અંગત કામ માટે વપરાતુ હોવાનું સામે આવ્યા બાદ જાગૃત નાગરીક તરીકે ટકોર કરી હોવાનું જણાવે છે સાથે પાંજરાપોળ ગ્રુપ સાથે લુખ્ખા તત્વો જોડાયા હોવાનું પણ ધારાસભ્યને જણાવી પોતાને મદદ કરવા માટે અપીલ કરી રહયા છે. બીજી તરફ થાનગઢના વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કર્યાનું પણ ધારાસભ્યએ જણાવ્યુ હતુ. પરંતુ ધારાસભ્ય સામજીભાઇ ચૌહાણ જણાવે છે કે પોતે હંમેશા સત્યની સાથે રહેશે અને તેઓ લાલજીભાઇને એ પણ જણાવે છે કે આ વિવાદમાં સારા લોકો સાથે વિરોધ કે સંઘર્ષ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. આમ ચોમાસુ નજીક આવી રહયુ છે અને પાંજરાપોળનો વિવાદ વકરતો જાય છે ત્યારે થાનગઢના વેપારીઓ અબોલ જીવોની સામે જોઇ વિવાદને સાઇડમાં રાખી મદદ કરે એવી લોકો આશા રાખી રહયા છે.

Chotila ધારાસભ્ય અને થાનગઢ પોલીસકર્મીનો પાંજરાપોળના વિવાદના મામલે ઓડિયો વાઈરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંજરાપોળ ગ્રૂપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ
  • સાચા સાથે વિરોધ, સંઘર્ષ ના થાય એવી કામગીરી કરવાની ધારાસભ્યની ટકોર
  • ફરીયાદ દાખલ થયા બાદ ચોટીલા ધારાસભ્ય અને ફરીયાદ થયેલ લાલજીભાઇનો ઓડીયો વાયરલ થયો છે

થાનગઢ પાંજરાપોળના વહીવટ મામલે થોડા સમયથી વિવાદ ચાલી રહયો છે. ત્યારે અગાઉ પાંજરાપોળમાં સેવા આપતા થાનગઢના પોલીસ કર્મી સહિત બે શખ્સો સામે પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ ચોટીલા ધારાસભ્ય અને પોલીસ કર્મીનો ઓડિયો વાયરલ થયો છે.

એવામાં હવે આ બધાની વચ્ચે પાંજરાપોળના અબોલ જીવોના નિભાવ ઉપર અસર ના થાય એવી જીવદયાપ્રેમીઓની માંગ ઉઠી છે.

થાનગઢ પાંજરાપોળની વર્ષો સુધી સેવા કર્યા બાદ દોઢ વર્ષથી કામગીરીથી દૂર રહેતા પોલીસ કર્મી હાલના પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. થાનગઢના અનીલભાઇ, ભુપતભાઇ, દિગુભાઇ, વિરાટભાઇ, ફિરોજભાઇ, સત્યપાલસિંહ સહિતના પાંજરાપોળ ગ્રુપના સભ્યોને ખુલ્લા પાડવાની ધમકી આપ્યાની લાલજીભાઇ દેવજીભાઇ અને મોન્ટુભાઇ દયારામભાઇ સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.ફરીયાદ દાખલ થયા બાદ ચોટીલા ધારાસભ્ય અને ફરીયાદ થયેલ લાલજીભાઇનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં લાલજીભાઇ વર્ષોથી સેવા આપ્યા બાદ દોઢ વર્ષથી કામગીરીથી દૂર હતા. પરંતુ પાંજરાપોળનું લોડર અંગત કામ માટે વપરાતુ હોવાનું સામે આવ્યા બાદ જાગૃત નાગરીક તરીકે ટકોર કરી હોવાનું જણાવે છે સાથે પાંજરાપોળ ગ્રુપ સાથે લુખ્ખા તત્વો જોડાયા હોવાનું પણ ધારાસભ્યને જણાવી પોતાને મદદ કરવા માટે અપીલ કરી રહયા છે. બીજી તરફ થાનગઢના વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કર્યાનું પણ ધારાસભ્યએ જણાવ્યુ હતુ. પરંતુ ધારાસભ્ય સામજીભાઇ ચૌહાણ જણાવે છે કે પોતે હંમેશા સત્યની સાથે રહેશે અને તેઓ લાલજીભાઇને એ પણ જણાવે છે કે આ વિવાદમાં સારા લોકો સાથે વિરોધ કે સંઘર્ષ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. આમ ચોમાસુ નજીક આવી રહયુ છે અને પાંજરાપોળનો વિવાદ વકરતો જાય છે ત્યારે થાનગઢના વેપારીઓ અબોલ જીવોની સામે જોઇ વિવાદને સાઇડમાં રાખી મદદ કરે એવી લોકો આશા રાખી રહયા છે.