Surendranagar News: ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં જુગારના 3 સ્થળે પોલીસના દરોડા

8 શખ્સો ગુડદી-પાસા અને વરલીનો જુગાર રમતા પકડાયાપોલીસે રોકડ, મોબાઈલ સહિત રૂ. 38,060નો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગરમાં વરલી મટકાનો જુગાર રમતો 1 શખ્સ પકડાયો   ધ્રાંગધ્રા શહેરમાં બે અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં ધ્રાંગધ્રામાં ગુળદી પાસાનો જુગાર રમતા 7 શખ્સો, સુરેન્દ્રનગરમાં વરલી મટકાનો જુગાર રમતો 1શખ્સ પકડાયો હતો. આઠેય જુગારિયાઓ પાસેથી રોકડા રૂ. 38,060 કબજે કરીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.   ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગમાં મદીના મસ્જીદ પાસે અમુક શખ્સો જાહેરમાં ગુળદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં ફરદીન સીકંદરભાઈ ભટ્ટી, અનવર સલીમભાઈ ભટ્ટી અને જીપુ ગફારભાઈ ભટ્ટી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 5 હજાર અને રૂ. 20,500ના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 25,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્રણેય સામે જુગારધારા મુજબ સરફરાઝભાઈ મલેકે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ એએસઆઈ એ.એ.મલેક ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા સિટી પોલીસના જે.આર.પીપળીયા સહિતનાઓએ બાતમીને આધારે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ પર દશામાના મંદિર પાસે દરોડો કર્યો હતો. જેમાં ગુળદી પાસાનો જુગાર રમતા જયેશ ગોવિંદભાઈ પંચાસરા, જયેશ ઝવેરભાઈ વીંઝવાડીયા, સતીશ કીશોરભાઈ મીઠાપરા અને રમેશ ભગવાનભાઈ ઝખવાડીયા રોકડા રૂ. 11,830 સાથે જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વી.એમ.ડેર, અશ્વીનભાઈ સહિતનાઓએ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક નજીક આવેલ બુટભવાની કોમ્પલેક્ષ અને સીલ્વર કોમ્પલેક્ષની ગલીમાં વરલી મટકાનો જુગાર રમતા મોચીની વાડી પાસે રહેતા હસન અનવરભાઈ ફકીરને પકડી પાડયો હતો.

Surendranagar News: ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં જુગારના 3 સ્થળે પોલીસના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 8 શખ્સો ગુડદી-પાસા અને વરલીનો જુગાર રમતા પકડાયા
  • પોલીસે રોકડ, મોબાઈલ સહિત રૂ. 38,060નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • સુરેન્દ્રનગરમાં વરલી મટકાનો જુગાર રમતો 1 શખ્સ પકડાયો

  ધ્રાંગધ્રા શહેરમાં બે અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં ધ્રાંગધ્રામાં ગુળદી પાસાનો જુગાર રમતા 7 શખ્સો, સુરેન્દ્રનગરમાં વરલી મટકાનો જુગાર રમતો 1શખ્સ પકડાયો હતો. આઠેય જુગારિયાઓ પાસેથી રોકડા રૂ. 38,060 કબજે કરીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

  ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગમાં મદીના મસ્જીદ પાસે અમુક શખ્સો જાહેરમાં ગુળદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં ફરદીન સીકંદરભાઈ ભટ્ટી, અનવર સલીમભાઈ ભટ્ટી અને જીપુ ગફારભાઈ ભટ્ટી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ. 5 હજાર અને રૂ. 20,500ના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 25,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્રણેય સામે જુગારધારા મુજબ સરફરાઝભાઈ મલેકે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ એએસઆઈ એ.એ.મલેક ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા સિટી પોલીસના જે.આર.પીપળીયા સહિતનાઓએ બાતમીને આધારે ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ પર દશામાના મંદિર પાસે દરોડો કર્યો હતો. જેમાં ગુળદી પાસાનો જુગાર રમતા જયેશ ગોવિંદભાઈ પંચાસરા, જયેશ ઝવેરભાઈ વીંઝવાડીયા, સતીશ કીશોરભાઈ મીઠાપરા અને રમેશ ભગવાનભાઈ ઝખવાડીયા રોકડા રૂ. 11,830 સાથે જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વી.એમ.ડેર, અશ્વીનભાઈ સહિતનાઓએ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક નજીક આવેલ બુટભવાની કોમ્પલેક્ષ અને સીલ્વર કોમ્પલેક્ષની ગલીમાં વરલી મટકાનો જુગાર રમતા મોચીની વાડી પાસે રહેતા હસન અનવરભાઈ ફકીરને પકડી પાડયો હતો.