ઇચ્છાપોરના હીરા બુર્સની ડાયમંડની મશીનરી બનાવતી કંપની સાથે રૂ. 31.97 લાખની છેતરપિંડી

- એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ કંપનીના મહિલા એકાઉન્ટન્ટના પિતાની સ્કાયઝે એન્ટરપ્રાઇઝને એમ.એસ પાઇપનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ ચુકવ્યુઃ સમયસર ડિલીવરી નહીં આપી એકાઉન્ટન્ટે નોકરીએ આવવાનું બંધ કરી દીધુંસુરતઇચ્છાપોરના ગુજરાત હીરા બુર્સમાં આવેલી એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ કંપનીની મહિલા એકાઉન્ટન્ટના પિતાએ સ્ટીલ મટીરીયલ્સ ખરીદવાનું કહી રૂ. 31.97 લાખનો ઓર્ડર લઇ એડવાન્સ પેમેન્ટ લીધા બાદ સમયસર પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોધાય છે. વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્રી સર્જન પેલેસમાં રહેતા જગદીશ પરસોત્તમ કસવાળા (ઉ.વ. 45) ઇચ્છાપોરના સ્થિત ગુજરાત હીરા બુર્સમાં એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ નામે ભાગીદારીમાં ડાયમંડને લગતી મશીનરી બનાવવાની કંપની ધરાવે છે. ઓગસ્ટ 2022 થી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી નિલમ વિષ્ણુ પટેલ કંપનીના કામ માટે સ્ટીલ મટીરીયલ્સની જરૂર હોવાની બાબતથી વાકેફ હોવાથી માર્ચ 2023 માં જગદીશભાઇને કહ્યું હતું કે તેના પિતા વિષ્ણુ મણીલાલ પટેલ (રહે. સ્તુતી એરીસ્ટા, પાલનપુર કેનાલ રોડ, સુરત) સ્ટીલ મટીરીયલ્સનો ધંધો કરે છે અને કંપની માટે તેમની પાસેથી મટીરીયલ્સ ખરીદો તો ધંધામાં ફાયદો થશે. જેથી જગદીશે એમ.એસ પાઇપનો ઓર્ડર નિલમના પિતાને આપ્યો હતો. નિલમના પિતા વિષ્ણુ પટેલે સ્ક્રાયઝે એન્ટરપ્રાઇઝનું જીએસટી સહિતના રૂ. 13.40 લાખ અને રૂ. 13.70 લાખના બે બિલ આપ્યા હતા. નિલમ કંપનીમાં જ નોકરી કરતી હોવાથી રૂ. 31.97 લાખનું એડવાન્સ પેમેન્ટ પણ ઓનલાઇન ચુકવી દીધું હતું. પરંતુ સમયસર ડિલીવરી કરવાના બદલે વિષ્ણુએ હું ભાવનગરની પાર્ટી અહેમદભાઇ સાથે વાત કરીને તમને જાણ કરૂ છું એમ કહી વાયદા કર્યા હતા અને ત્યાર બાદ અચાનક જ નિલમ પટેલે પણ નોકરી ઉપર આવવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે વિષ્ણુ અને અહેમદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાય છે.

ઇચ્છાપોરના હીરા બુર્સની ડાયમંડની મશીનરી બનાવતી કંપની સાથે રૂ. 31.97 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



- એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ કંપનીના મહિલા એકાઉન્ટન્ટના પિતાની સ્કાયઝે એન્ટરપ્રાઇઝને એમ.એસ પાઇપનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ ચુકવ્યુઃ સમયસર ડિલીવરી નહીં આપી એકાઉન્ટન્ટે નોકરીએ આવવાનું બંધ કરી દીધું

સુરત


ઇચ્છાપોરના ગુજરાત હીરા બુર્સમાં આવેલી એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ કંપનીની મહિલા એકાઉન્ટન્ટના પિતાએ સ્ટીલ મટીરીયલ્સ ખરીદવાનું કહી રૂ. 31.97 લાખનો ઓર્ડર લઇ એડવાન્સ પેમેન્ટ લીધા બાદ સમયસર પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોધાય છે.


વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્રી સર્જન પેલેસમાં રહેતા જગદીશ પરસોત્તમ કસવાળા (ઉ.વ. 45) ઇચ્છાપોરના સ્થિત ગુજરાત હીરા બુર્સમાં એચ.ડી.પી.એલ. ડાયમંડ ટુલ્સ ટ્રેડીંગ નામે ભાગીદારીમાં ડાયમંડને લગતી મશીનરી બનાવવાની કંપની ધરાવે છે. ઓગસ્ટ 2022 થી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી નિલમ વિષ્ણુ પટેલ કંપનીના કામ માટે સ્ટીલ મટીરીયલ્સની જરૂર હોવાની બાબતથી વાકેફ હોવાથી માર્ચ 2023 માં જગદીશભાઇને કહ્યું હતું કે તેના પિતા વિષ્ણુ મણીલાલ પટેલ (રહે. સ્તુતી એરીસ્ટા, પાલનપુર કેનાલ રોડ, સુરત) સ્ટીલ મટીરીયલ્સનો ધંધો કરે છે અને કંપની માટે તેમની પાસેથી મટીરીયલ્સ ખરીદો તો ધંધામાં ફાયદો થશે. જેથી જગદીશે એમ.એસ પાઇપનો ઓર્ડર નિલમના પિતાને આપ્યો હતો. નિલમના પિતા વિષ્ણુ પટેલે સ્ક્રાયઝે એન્ટરપ્રાઇઝનું જીએસટી સહિતના રૂ. 13.40 લાખ અને રૂ. 13.70 લાખના બે બિલ આપ્યા હતા. નિલમ કંપનીમાં જ નોકરી કરતી હોવાથી રૂ. 31.97 લાખનું એડવાન્સ પેમેન્ટ પણ ઓનલાઇન ચુકવી દીધું હતું. પરંતુ સમયસર ડિલીવરી કરવાના બદલે વિષ્ણુએ હું ભાવનગરની પાર્ટી અહેમદભાઇ સાથે વાત કરીને તમને જાણ કરૂ છું એમ કહી વાયદા કર્યા હતા અને ત્યાર બાદ અચાનક જ નિલમ પટેલે પણ નોકરી ઉપર આવવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે વિષ્ણુ અને અહેમદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાય છે.