ભિલાડના તળાવમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર

ભિલાડ-નરોલી રોડ પર આવેલા તળાવમાંથી અજાણી મહિલાની શરીરે સિમેન્ટ પોલના બે ટુકડા સાથે ઓઢણી બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે લાશ બહાર કાઢ્યા બાદ હત્યાનો ગુનો નોંધી મહિલાની ઓળખ કરવા કવાયત આદરી છે.પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભિલાડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા તળાવમાં ગઈકાલે મંગળવારે સ્થાનિક રહીશોએ મહિલાની લાશ જોતા લોકોને જાણ કરી હતી. જેને પગલે લોકો તળાવ કિનારે પહોંચી ગયા બાદ પોલીસને જાણ કરતા ભિલાડના પીએસઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં તળાવમાંથી મહિલાના શરીરે સિમેન્ટ પોલના બે ટુકડા સાથે ઓઢણી બાંધેલી હાલતમાં લાશ બહાર કાઢી હતી.તળાવમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે લાશનો કબજો લઈ ભિલાડ સીએચસીમાં મોકલી મૃતકની ઓળખ કરવા કવાયત આદરી હતી. મહિલાની હત્યા કોણે અને કયા કારણોસર કરાઈ તે અંગે ઓળખ થયા બાદ જ માહિતી બહાર આવી શકશે. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આ મામલે સઘન તપાસ આદરી છે. મૃતકની મહિલાની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની હોવાનું અનુમાન લગાવાયું છે.

ભિલાડના તળાવમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભિલાડ-નરોલી રોડ પર આવેલા તળાવમાંથી અજાણી મહિલાની શરીરે સિમેન્ટ પોલના બે ટુકડા સાથે ઓઢણી બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે લાશ બહાર કાઢ્યા બાદ હત્યાનો ગુનો નોંધી મહિલાની ઓળખ કરવા કવાયત આદરી છે.

પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભિલાડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા તળાવમાં ગઈકાલે મંગળવારે સ્થાનિક રહીશોએ મહિલાની લાશ જોતા લોકોને જાણ કરી હતી. જેને પગલે લોકો તળાવ કિનારે પહોંચી ગયા બાદ પોલીસને જાણ કરતા ભિલાડના પીએસઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં તળાવમાંથી મહિલાના શરીરે સિમેન્ટ પોલના બે ટુકડા સાથે ઓઢણી બાંધેલી હાલતમાં લાશ બહાર કાઢી હતી.

તળાવમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે લાશનો કબજો લઈ ભિલાડ સીએચસીમાં મોકલી મૃતકની ઓળખ કરવા કવાયત આદરી હતી. મહિલાની હત્યા કોણે અને કયા કારણોસર કરાઈ તે અંગે ઓળખ થયા બાદ જ માહિતી બહાર આવી શકશે. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આ મામલે સઘન તપાસ આદરી છે. મૃતકની મહિલાની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની હોવાનું અનુમાન લગાવાયું છે.