Gandhinagar News : તલાટી 50 હજારની લાંચ લેતા ઝડપાયો

તલાટી હઠિસિંહ સોલંકીને ACBએ ઝડપી પાડ્યો વારસાઇ પત્રકમાં નામ ઉમેરવા માટે માગી હતી લાંચ તલાટીએ 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી રાજ્યમાં લાંચ લેતા અધિકારીઓ પર સતત એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગાંધીનગરમાં તલાટી 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે. જેને ACB ની ટીમે લાંચ લેતા જ ઝડપી પાડ્યો છે. ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ખાતે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે.કેવી રીતે ACB એ કરી કાર્યવાહી આ અંગેની માહિતી અનુસાર, ધવગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે હઠીસિંહ કાનજીભાઈ સોલંકી ફરજ બજાવે છે. માધવ ગઢ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ફરિયાદીની પત્નીના પિતા અને ભાઈઓનાં નામે વડીલોપાર્જિત જમીન આવેલી છે. જેના કારણે તલાટી કચેરીમાં પણ તલાટી કમ મંત્રી હઠીસિંહે વારસાઈ હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગવામાં આવી હતી. વારસાઈ હક્ક પત્રમાં માત્ર નામ દાખલ કરવાની અવેજીમાં પૈસા માંગ્યા હતા. જ્યારે બંને વચ્ચે રકઝકનાં અંતે 50 હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી. આ પછી ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જે પછી ACB ટીમે સાથે છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે લાંચનું છંટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી 50 હજાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે ACB લાંચના ગુનામાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gandhinagar News : તલાટી 50 હજારની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તલાટી હઠિસિંહ સોલંકીને ACBએ ઝડપી પાડ્યો
  • વારસાઇ પત્રકમાં નામ ઉમેરવા માટે માગી હતી લાંચ
  • તલાટીએ 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી

રાજ્યમાં લાંચ લેતા અધિકારીઓ પર સતત એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગાંધીનગરમાં તલાટી 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે. જેને ACB ની ટીમે લાંચ લેતા જ ઝડપી પાડ્યો છે. ગાંધીનગરના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ખાતે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે.

કેવી રીતે ACB એ કરી કાર્યવાહી

આ અંગેની માહિતી અનુસાર, ધવગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે હઠીસિંહ કાનજીભાઈ સોલંકી ફરજ બજાવે છે. માધવ ગઢ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ફરિયાદીની પત્નીના પિતા અને ભાઈઓનાં નામે વડીલોપાર્જિત જમીન આવેલી છે.

જેના કારણે તલાટી કચેરીમાં પણ તલાટી કમ મંત્રી હઠીસિંહે વારસાઈ હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગવામાં આવી હતી. વારસાઈ હક્ક પત્રમાં માત્ર નામ દાખલ કરવાની અવેજીમાં પૈસા માંગ્યા હતા. જ્યારે બંને વચ્ચે રકઝકનાં અંતે 50 હજારમાં ડીલ ફાઈનલ થઈ હતી.

આ પછી ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જે પછી ACB ટીમે સાથે છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે લાંચનું છંટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી 50 હજાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે ACB લાંચના ગુનામાં તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.