Ahmedabadમાં ફોરેન પોસ્ટ ઓફીસના પાર્સલમાંથી ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું 3.50 કરોડનું ડ્રગ્સ

અમેરિકાથી આવી રહેલું પાર્સલમાં પોલીસે તપાસ કરતા મળ્યું ડ્રગ્સ પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો ક્રાઈમબ્રાન્ચે હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો કર્યો જપ્ત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે. અગાઉ શાહીબાગની પોસ્ટઓફીસમાંથી ડ્રગ્સ મળ્યું હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી.પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે.એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું.જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી. 20 જૂન કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા.ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા,છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં મળેલ ડ્રગ્સ છેલ્લા 10 દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.

Ahmedabadમાં ફોરેન પોસ્ટ ઓફીસના પાર્સલમાંથી ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યું 3.50 કરોડનું ડ્રગ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમેરિકાથી આવી રહેલું પાર્સલમાં પોલીસે તપાસ કરતા મળ્યું ડ્રગ્સ
  • પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો
  • ક્રાઈમબ્રાન્ચે હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો કર્યો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે.

અગાઉ શાહીબાગની પોસ્ટઓફીસમાંથી ડ્રગ્સ મળ્યું

હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી.પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે.એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું.જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી.

20 જૂન કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું

BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ,જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા.ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા,છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં મળેલ ડ્રગ્સ

છેલ્લા 10 દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.