Gujarat Heatwave : Rajkotમાં લુ લાગવાના કારણે 2 વ્યકિતઓના મોત

63 વર્ષીય શાંતિલાલ આંબલીયાનુ નિપજ્યું મોત અવધના ઢાળીયા પાસે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા પીએમ રિપોર્ટમાં લુ લાગવાના કારણે મોત નિપજયાનું સામે આવ્યું ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,તેની વચ્ચે ગુજરાતમાં ગરમીથી ઘણા લોકોના મોત થઈ ચૂકયા છે.આજે રાજકોટમાં બે વ્યકિતના ગરમીના કારણે મોત નિપજયા છે.રાજકોટા રામવન વિસ્તારના પાછળના ભાગેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે,તો ઢાળીયા પાસેથી પણ એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. ગરમીમાં શ્રમિકોને કામના સંદર્ભે જાહેર કરેલ ટોલ ફ્રી નંબરને મિશ્ર પ્રતિસાદ ગુજરાત સરકારે શ્રમિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે,જેમાં બપોરના સમયે બાંધકામ સાઈટ કે અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ શ્રમિકને કામ માટે દબાણ કરે તો શ્રમિક હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે,શ્રમ વિભાગની હેલ્પ લાઈનને પહેલા ત્રણ દિવસ 55 કોલ મળ્યા છે.22 મે ના રોજ 10 કોલ મળ્યા,23 મે ના રોજ 16 કોલ મળ્યા,24 મે ના રોજ 29 કોલ મળ્યા,કુલ 55 કોલ પૈકી 12 ફોન હિટવેવ આધારીત ફોન હતા. વડોદરામાં 30 લોકોના મોત વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. 23 વર્ષના રોનાલડ થોમસ રોય, 65 વર્ષના દિલીપભાઈ કાકરે, 75 વર્ષના નવીનભાઈ વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણા, 47 વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે. વૃદ્ધોને સૌથી વધુ અસર હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.

Gujarat Heatwave : Rajkotમાં લુ લાગવાના કારણે 2 વ્યકિતઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 63 વર્ષીય શાંતિલાલ આંબલીયાનુ નિપજ્યું મોત
  • અવધના ઢાળીયા પાસે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા
  • પીએમ રિપોર્ટમાં લુ લાગવાના કારણે મોત નિપજયાનું સામે આવ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,તેની વચ્ચે ગુજરાતમાં ગરમીથી ઘણા લોકોના મોત થઈ ચૂકયા છે.આજે રાજકોટમાં બે વ્યકિતના ગરમીના કારણે મોત નિપજયા છે.રાજકોટા રામવન વિસ્તારના પાછળના ભાગેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે,તો ઢાળીયા પાસેથી પણ એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે.

ગરમીમાં શ્રમિકોને કામના સંદર્ભે જાહેર કરેલ ટોલ ફ્રી નંબરને મિશ્ર પ્રતિસાદ

ગુજરાત સરકારે શ્રમિકો માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે,જેમાં બપોરના સમયે બાંધકામ સાઈટ કે અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ શ્રમિકને કામ માટે દબાણ કરે તો શ્રમિક હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે,શ્રમ વિભાગની હેલ્પ લાઈનને પહેલા ત્રણ દિવસ 55 કોલ મળ્યા છે.22 મે ના રોજ 10 કોલ મળ્યા,23 મે ના રોજ 16 કોલ મળ્યા,24 મે ના રોજ 29 કોલ મળ્યા,કુલ 55 કોલ પૈકી 12 ફોન હિટવેવ આધારીત ફોન હતા.

વડોદરામાં 30 લોકોના મોત

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. 23 વર્ષના રોનાલડ થોમસ રોય, 65 વર્ષના દિલીપભાઈ કાકરે, 75 વર્ષના નવીનભાઈ વસાવા, 63 વર્ષના શાંતાબેન મકવાણા, 47 વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે.

વૃદ્ધોને સૌથી વધુ અસર

હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.