Rajkot News : મોડા-મોડા સળવળીને ઉઠ્યુ તંત્ર,સીવીલ હોસ્પિટલમાં તાત્કાલિક પડદા લગાવવામાં આવ્યા

સંદેશ ન્યૂઝની ટીમને જોઇ હોસ્પિટલનું તંત્ર લાગ્યું કામે લાગ્યુ હોસ્પિટલમાં પડદાં લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ સીવીલ તંત્ર દ્વારા વોર્ડમાં પડદા લગાવવામાં આવ્યા રાજકોટમાં સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાચાર અને વિવશ દર્દીઓની વાચા આપવા આજે સવારે સંદેશ ન્યૂઝ પહોંચ્યુ હતુ. સંદેશ ન્યૂઝ અવારનવાર આવા પ્રશ્નોને લઇને સામે આવે છે ત્યારે રાજકોટ પહોંચેલી સંદેશ ન્યૂઝ ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા વરવુ સ્વરૂપ સામે આવ્યુ છે. સંદેશ ન્યૂઝની ટીમને જોઇ હોસ્પિટલનું તંત્ર લાગ્યું કામે લાગ્યુ છે. હોસ્પિટલમાં પડદાં લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ. સીવીલ તંત્ર દ્વારા વોર્ડમાં પડદા લગાવવામાં આવ્યા. બારીઓમાં અત્યાર સુધી પડદા ના હોવાના કારણે દર્દીઓને લુ સહન કરવી પડી રહી હતી. ઘોર નીંદ્રામાં પોઢેલુ તંત્ર સફાળુ જાગી ગયુ સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે ઘોર નીંદ્રામાં પોઢેલુ તંત્ર સફાળુ જાગી ગયુ અને સંદેશ ન્યૂઝમાં સમાચાર આવ્યા બાદ દોડતુ થયુ અમારૂ માત્ર એટલુ જ કહેવાનું છે કે આટલા બળબળતા બપોર અને આગ ઓકતી ગરમીમાં આટલા દર્દીઓની હાલત વધારે બગડી રહી છે. જનરલ વોર્ડમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા શું તેઓ માણસ નથી? આટલી ભયંકર ગરમીમાં દર્દીઓને પંખા વગર કુલર વગર રાખવા કેટલે અંશે યોગ્ય છે.શું સામાન્ય માણસ માટે જે હોસ્પિટલ બનાવાઇ છે ત્યાં સારવાર લેવી એ ભૂલ છે? શું કોઇ અધિકારી કે ઉચ્ચ વર્ગના લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હોત તો તેમને આ રીતે હાલાકીનો સામનો કરવો પડ્યો હોત. ગરમી અને હીટસ્ટ્રોકથી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમને આ રીતે ઘરેથી કુલર અને પંખાની વ્યવસ્થા કરવી પડે તે નઘરા તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકે છે. શું ગરીબ હોવુ એ કોઇ મોટી ભૂલ છે શું સીવીલમાં સારવાર લેવી એ ભૂલ છે? શું સામાન્ય માણસ માટે જે હોસ્પિટલ બનાવાઇ છે ત્યાં સારવાર લેવી એ ભૂલ છે?અધિક્ષકની ચેમ્બરમાં 3 - 3 AC લાગ્યા છે માત્ર પડદાઓ લગાવી દેવા એ જ મોટી વાત છે આટલું કરવાથી તંત્રની ભૂલ પર સમાધાન મળી જશે. શું જ્યા સુધી કોઇ જાગે નહી કોઇ અવાજ ઉઠાવે નહી ત્યાં સુધી આ જ રીતે કામ થતુ રહેશે ગરીબોનો અવાજ સાંભળશે કોણ? એક તરફ ગરમીથી દર્દીઓની હાલત કફોડી હાલત થઇ છે. બીજી બાજુ અધિક્ષકની ચેમ્બરમાં 3 - 3 AC લાગ્યા છે. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં જોવા મળ્યા તાળા. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં 2109થી લાગ્યા છે એસી અમારો સીધો જ સવાલ ક્યાં સુધી આ રીતે તંત્ર ઉંઘતુ રહેશે.

Rajkot News : મોડા-મોડા સળવળીને ઉઠ્યુ તંત્ર,સીવીલ હોસ્પિટલમાં તાત્કાલિક પડદા લગાવવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંદેશ ન્યૂઝની ટીમને જોઇ હોસ્પિટલનું તંત્ર લાગ્યું કામે લાગ્યુ
  • હોસ્પિટલમાં પડદાં લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ
  • સીવીલ તંત્ર દ્વારા વોર્ડમાં પડદા લગાવવામાં આવ્યા

રાજકોટમાં સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાચાર અને વિવશ દર્દીઓની વાચા આપવા આજે સવારે સંદેશ ન્યૂઝ પહોંચ્યુ હતુ. સંદેશ ન્યૂઝ અવારનવાર આવા પ્રશ્નોને લઇને સામે આવે છે ત્યારે રાજકોટ પહોંચેલી સંદેશ ન્યૂઝ ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા વરવુ સ્વરૂપ સામે આવ્યુ છે. સંદેશ ન્યૂઝની ટીમને જોઇ હોસ્પિટલનું તંત્ર લાગ્યું કામે લાગ્યુ છે. હોસ્પિટલમાં પડદાં લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ. સીવીલ તંત્ર દ્વારા વોર્ડમાં પડદા લગાવવામાં આવ્યા. બારીઓમાં અત્યાર સુધી પડદા ના હોવાના કારણે દર્દીઓને લુ સહન કરવી પડી રહી હતી.


 ઘોર નીંદ્રામાં પોઢેલુ તંત્ર સફાળુ જાગી ગયુ

સમગ્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે ઘોર નીંદ્રામાં પોઢેલુ તંત્ર સફાળુ જાગી ગયુ અને સંદેશ ન્યૂઝમાં સમાચાર આવ્યા બાદ દોડતુ થયુ અમારૂ માત્ર એટલુ જ કહેવાનું છે કે આટલા બળબળતા બપોર અને આગ ઓકતી ગરમીમાં આટલા દર્દીઓની હાલત વધારે બગડી રહી છે. જનરલ વોર્ડમાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા શું તેઓ માણસ નથી? આટલી ભયંકર ગરમીમાં દર્દીઓને પંખા વગર કુલર વગર રાખવા કેટલે અંશે યોગ્ય છે.

શું સામાન્ય માણસ માટે જે હોસ્પિટલ બનાવાઇ છે ત્યાં સારવાર લેવી એ ભૂલ છે?


શું કોઇ અધિકારી કે ઉચ્ચ વર્ગના લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હોત તો તેમને આ રીતે હાલાકીનો સામનો કરવો પડ્યો હોત. ગરમી અને હીટસ્ટ્રોકથી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમને આ રીતે ઘરેથી કુલર અને પંખાની વ્યવસ્થા કરવી પડે તે નઘરા તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકે છે. શું ગરીબ હોવુ એ કોઇ મોટી ભૂલ છે શું સીવીલમાં સારવાર લેવી એ ભૂલ છે? શું સામાન્ય માણસ માટે જે હોસ્પિટલ બનાવાઇ છે ત્યાં સારવાર લેવી એ ભૂલ છે?

અધિક્ષકની ચેમ્બરમાં 3 - 3 AC લાગ્યા છે


માત્ર પડદાઓ લગાવી દેવા એ જ મોટી વાત છે આટલું કરવાથી તંત્રની ભૂલ પર સમાધાન મળી જશે. શું જ્યા સુધી કોઇ જાગે નહી કોઇ અવાજ ઉઠાવે નહી ત્યાં સુધી આ જ રીતે કામ થતુ રહેશે ગરીબોનો અવાજ સાંભળશે કોણ? એક તરફ ગરમીથી દર્દીઓની હાલત કફોડી હાલત થઇ છે. બીજી બાજુ અધિક્ષકની ચેમ્બરમાં 3 - 3 AC લાગ્યા છે. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં જોવા મળ્યા તાળા. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં 2109થી લાગ્યા છે એસી અમારો સીધો જ સવાલ ક્યાં સુધી આ રીતે તંત્ર ઉંઘતુ રહેશે.