Rajkotના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈની પણ કરોડો રૂપિયાની સંપતિ આવી સામે

રાજકોટના ટ્વીન સ્ટારમાં નવમા માળે આવેલી છે આ ઓફિસ ટાઉન પ્લાનર એમ ડી સાગઠીયાના ભાઈના નામે છે ઓફિસ ઓફિસનું કુલ મુખત્યાર નામુ એમડી સાગઠીયાના નામનું હોવાનું આવ્યું સામે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે ધરપકડ કરાયેલ TPO મનોજ સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચ્યો છે. મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની પણ ગેમઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે.તો કે.ડી સાગઠિયાની ઓફિસને લગતા દસ્તાવેજો સામે આવ્યા છે.સાગઠીયાની ઓફિસનો 67,000 જેટલો વેરો બાકી છે. મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફીસ મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઈલ બિલ્ડીંગમાં આવેલી છે.જયા સ્ક્વેર ફૂટનો ભાવ 11,000 રૂપિયા છે,800 સ્ક્વેર ફૂટ અને ઓફિસ એટલે કે 90 લાખ રૂપિયા ઓફીસની કિંમત છે.મનસુખ સાગઠીયા અને તેના ભાઈની કરોડોની મિલકત એક બાદ એક બહાર આવી રહી છે.  કે.ડી સાગઠિયા ગાંધીનગર ખાતે એડિ. ચીફ ટાઉન પ્લાનર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ધરપકડ કરાયેલ રાજકોટના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચશે એવા એંધાણ મળ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, કે.ડી. સાગઠિયા ગાંધીનગર ખાતે એડિ. ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે. ત્યારે એડિ. ચીફ ટાઉન પ્લાનર પદ પર રહીને ભાઈને મદદગારી કરી હોવા અંગે તપાસ થઈ શકે છે.+એસીબી કરશે તપાસ સાગઠિયાની એસીબી દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ ઝડપાઇ એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા ભ્રષ્ટ અધિકારી હોવાની ચર્ચા ચારેય દિશામાં ચાલી રહી છે. તેવામાં રાજકોટના અગ્નિકાંડ બાદ એસીબી તપાસ શરૂ થતાં તેમના ઘર તેમજ ઓફિસ ખાતે સર્ચ- ઓપરેશન તો શરૂ કરાયું હતું. ભરત કાનાબારે પણ લગાવ્યો છે આક્ષેપ રાજકોટથી ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટના ફાયર અધિકારી મનસુખ સાગઠિયા સામે NOC માટે 70 હજારની લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સાંસદ રામ મોકરિયા ખુદ વિવાદમાં આવ્યા હતા. આ બાદ ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભાજપના વધુ એક નેતાએ મોટો ખૂલાસો કર્યો છે. ભાજપના એમ.ડી. સાગઠિયાના મોટાભાઈ કે.ડી. સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો પાસેથી કે.ડી.સાગઠિયાએ અઢી લાખ માગ્યા હતા. APMCની જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા માટે રૂપિયા લીધા હતા.

Rajkotના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈની પણ કરોડો રૂપિયાની સંપતિ આવી સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના ટ્વીન સ્ટારમાં નવમા માળે આવેલી છે આ ઓફિસ
  • ટાઉન પ્લાનર એમ ડી સાગઠીયાના ભાઈના નામે છે ઓફિસ
  • ઓફિસનું કુલ મુખત્યાર નામુ એમડી સાગઠીયાના નામનું હોવાનું આવ્યું સામે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે ધરપકડ કરાયેલ TPO મનોજ સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચ્યો છે. મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની પણ ગેમઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ શકે છે.તો કે.ડી સાગઠિયાની ઓફિસને લગતા દસ્તાવેજો સામે આવ્યા છે.સાગઠીયાની ઓફિસનો 67,000 જેટલો વેરો બાકી છે.

મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફીસ

મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઈલ બિલ્ડીંગમાં આવેલી છે.જયા સ્ક્વેર ફૂટનો ભાવ 11,000 રૂપિયા છે,800 સ્ક્વેર ફૂટ અને ઓફિસ એટલે કે 90 લાખ રૂપિયા ઓફીસની કિંમત છે.મનસુખ સાગઠીયા અને તેના ભાઈની કરોડોની મિલકત એક બાદ એક બહાર આવી રહી છે.


 કે.ડી સાગઠિયા ગાંધીનગર ખાતે એડિ. ચીફ ટાઉન પ્લાનર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ધરપકડ કરાયેલ રાજકોટના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયાની પૂછપરછનો રેલો તેમના ભાઈ સુધી પહોંચશે એવા એંધાણ મળ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે મનોજ સાગઠિયાના ભાઈ કે.ડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, કે.ડી. સાગઠિયા ગાંધીનગર ખાતે એડિ. ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે. ત્યારે એડિ. ચીફ ટાઉન પ્લાનર પદ પર રહીને ભાઈને મદદગારી કરી હોવા અંગે તપાસ થઈ શકે છે.+


એસીબી કરશે તપાસ

સાગઠિયાની એસીબી દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ ઝડપાઇ એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા ભ્રષ્ટ અધિકારી હોવાની ચર્ચા ચારેય દિશામાં ચાલી રહી છે. તેવામાં રાજકોટના અગ્નિકાંડ બાદ એસીબી તપાસ શરૂ થતાં તેમના ઘર તેમજ ઓફિસ ખાતે સર્ચ- ઓપરેશન તો શરૂ કરાયું હતું.

ભરત કાનાબારે પણ લગાવ્યો છે આક્ષેપ

રાજકોટથી ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટના ફાયર અધિકારી મનસુખ સાગઠિયા સામે NOC માટે 70 હજારની લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ સાંસદ રામ મોકરિયા ખુદ વિવાદમાં આવ્યા હતા. આ બાદ ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભાજપના વધુ એક નેતાએ મોટો ખૂલાસો કર્યો છે. ભાજપના એમ.ડી. સાગઠિયાના મોટાભાઈ કે.ડી. સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો પાસેથી કે.ડી.સાગઠિયાએ અઢી લાખ માગ્યા હતા. APMCની જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા માટે રૂપિયા લીધા હતા.