Lok Sabha Election:અમદાવાદ પશ્ચિમની બેઠક ભાજપનો ગઢ, કોંગ્રેસ ઉમેદવાર ગાબડું પાડશે!

આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે વિસ્તારના પ્રથમ સંસદ સભ્ય BJPના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી 2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં સૌથી મહત્ત્વની ગણાતી અમદાવાદની બેઠક વિશે માહિતી મેળવીએ. જેમાં અમદાવાદમાં લોકસભાની બે બેઠક છે. જેમાં અમદાવામાં પૂર્વ અને પશ્ચિમ બે બેઠક પર લોકસભાના ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે. તે આજે જાણીએ અમદાવાદના પશ્ચિમ લોકસભા મતવિસ્તાર વિશે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે અમદાવાદનો પશ્ચિમ લોકસભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલ 26 લોકસભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. અમદાવાદ પશ્ચિમ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી. તેમજ આ મતવિસ્તારની ખાસ વાત એ છે કે અહીં બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. વિસ્તારના પ્રથમ સંસદ સભ્ય BJPના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા આ બેઠક પર પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડોક્ટર સોલંકી આ મતવિસ્તારમાંથી વિજેતા બન્યા હતા. જોકે આ વખતે ભાજપે અમદાવાદ પશ્ચિમની બેઠકમાં વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીને ટીકિટ આપી નથી. તેમજ તેમની જગ્યાએ દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા છે. 2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા અમદાવાદ પશ્ચિમ બેઠકનું સમીકરણ જોઇએ તો 2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા હતા. તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આમાંથી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક ભાજપે જીતી હતી તેમજ દાણીલીમડા તથા જમાલપુર ખાડિયા જેવી 2 બેઠક કોંગ્રેસ લઇ ગઇ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવ્યા બાદ સતત 3 ટર્મથી ભાજપના ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ પદે ચૂંટાઈ આવ્યા છે. 2019ની ચૂંટણીમાં કિરીટ સોલંકીની 60.81 ટકા મત સાથે વિજેતા બન્યા હતા. જેમાં તેમને 6,41,622 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 3,21,546 મતના માર્જિનથી જીત મેળવી હતી. ભાજપે આ વખતે કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી ભાજપે આ વખતે કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 1987થી રાજકારણમાં સક્રિય છે. તેઓ કોર્પોરેટર બન્યા છે તેમજ 2 વખત ડે.મેયર બન્યા છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો છે. અમદાવાદ પશ્ચિમમાં કુલ મતદાર જોઇએ તો 17,11,932 છે. જેમાં 8,82,968 પુરુષ મતદાર તેમજ 8,28,895 સ્ત્રી મતદાર સાથે 69 અન્ય મતદાર છે.કોંગ્રેસના રાજુભાઈ પરમાર તેમની સામે ચૂંટણી હારી ગયા અમદાવાદ પશ્ચિમમાં જ્ઞાતિવાદી સમીકરણ જોઇએ તો સુવર્ણ 22 ટકા, ક્ષત્રિય 12 ટકા, પરપ્રાંતીય 15 ટકા, દલિત 20 ટકા તેમજ ઓબીસી 8 ટકા તથા લઘુમતિ 7 ટકા છે. અમદાવાદ પશ્ચિમનું 2019નું ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો 2019માં અમદાવાદ પશ્ચિમમાં ભાજપની જીત થઇ હતી. જેમાં ભાજપના ડૉ.કિરીટ સોલંકી સાંસદ પદે વિજેતા બન્યા હતા. તેમાં ભાજપના ઉમેદવાર ડૉ.કિરીટ સોલંકીને કુલ 6,41,622 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના રાજુભાઈ પરમાર તેમની સામે ચૂંટણી હારી ગયા હતા.

Lok Sabha Election:અમદાવાદ પશ્ચિમની બેઠક ભાજપનો ગઢ, કોંગ્રેસ ઉમેદવાર ગાબડું પાડશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે
  • વિસ્તારના પ્રથમ સંસદ સભ્ય BJPના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી
  • 2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા

ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં સૌથી મહત્ત્વની ગણાતી અમદાવાદની બેઠક વિશે માહિતી મેળવીએ. જેમાં અમદાવાદમાં લોકસભાની બે બેઠક છે. જેમાં અમદાવામાં પૂર્વ અને પશ્ચિમ બે બેઠક પર લોકસભાના ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે. તે આજે જાણીએ અમદાવાદના પશ્ચિમ લોકસભા મતવિસ્તાર વિશે.

આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે

અમદાવાદનો પશ્ચિમ લોકસભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલ 26 લોકસભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. અમદાવાદ પશ્ચિમ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી. તેમજ આ મતવિસ્તારની ખાસ વાત એ છે કે અહીં બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે.

વિસ્તારના પ્રથમ સંસદ સભ્ય BJPના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા

આ બેઠક પર પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડોક્ટર સોલંકી આ મતવિસ્તારમાંથી વિજેતા બન્યા હતા. જોકે આ વખતે ભાજપે અમદાવાદ પશ્ચિમની બેઠકમાં વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીને ટીકિટ આપી નથી. તેમજ તેમની જગ્યાએ દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે ભરત મકવાણાને ઉતાર્યા છે.

2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા

અમદાવાદ પશ્ચિમ બેઠકનું સમીકરણ જોઇએ તો 2009, 2014 તેમજ 2019માં ડોક્ટર કિરીટ સોલંકી ભાજપ તરફથી વિજેતા બન્યા હતા. તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આમાંથી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક ભાજપે જીતી હતી તેમજ દાણીલીમડા તથા જમાલપુર ખાડિયા જેવી 2 બેઠક કોંગ્રેસ લઇ ગઇ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવ્યા બાદ સતત 3 ટર્મથી ભાજપના ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ પદે ચૂંટાઈ આવ્યા છે. 2019ની ચૂંટણીમાં કિરીટ સોલંકીની 60.81 ટકા મત સાથે વિજેતા બન્યા હતા. જેમાં તેમને 6,41,622 મત મળ્યા હતા. આ બેઠક તેમણે 3,21,546 મતના માર્જિનથી જીત મેળવી હતી.

ભાજપે આ વખતે કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી

ભાજપે આ વખતે કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 1987થી રાજકારણમાં સક્રિય છે. તેઓ કોર્પોરેટર બન્યા છે તેમજ 2 વખત ડે.મેયર બન્યા છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો છે. અમદાવાદ પશ્ચિમમાં કુલ મતદાર જોઇએ તો 17,11,932 છે. જેમાં 8,82,968 પુરુષ મતદાર તેમજ 8,28,895 સ્ત્રી મતદાર સાથે 69 અન્ય મતદાર છે.

કોંગ્રેસના રાજુભાઈ પરમાર તેમની સામે ચૂંટણી હારી ગયા

અમદાવાદ પશ્ચિમમાં જ્ઞાતિવાદી સમીકરણ જોઇએ તો સુવર્ણ 22 ટકા, ક્ષત્રિય 12 ટકા, પરપ્રાંતીય 15 ટકા, દલિત 20 ટકા તેમજ ઓબીસી 8 ટકા તથા લઘુમતિ 7 ટકા છે. અમદાવાદ પશ્ચિમનું 2019નું ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો 2019માં અમદાવાદ પશ્ચિમમાં ભાજપની જીત થઇ હતી. જેમાં ભાજપના ડૉ.કિરીટ સોલંકી સાંસદ પદે વિજેતા બન્યા હતા. તેમાં ભાજપના ઉમેદવાર ડૉ.કિરીટ સોલંકીને કુલ 6,41,622 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના રાજુભાઈ પરમાર તેમની સામે ચૂંટણી હારી ગયા હતા.