Mehsana News : લોકસભાના કોગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ આવ્યા ઈજાગ્રસ્ત મહિલાની મદદે

ઈજાગ્રસ્ત મહિલાની વહારે આવ્યા કોંગ્રેસના ઉમેદવાર વિજાપુરના રણાસણ નજીક મહિલાને નડયો હતો અકસ્માત અજાણ્યો વાહનચાલક મહિલાને ટક્કર મારી થયો છે ફરાર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો ગામે ગામ ફરી રહ્યાં છે,મહેસાણા લોકસભાના કોગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ વિજાપુરના રણાસણ માટે પ્રચાર માટે હતા તે દરમિયાન અચાકનક એક વાહનચાલક મહિલાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.ત્યારે ઉમેદવાર દિનેશ પટેલે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા મહેસાણાના વિજાપુરની પેટા વિધાનસભા ચુંટણી માં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે આજે ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર સી જે ચાવડા vs કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે હવે ચુંટણી જંગ જામ્યો છે. દિનેશ પટેલના સમર્થનમાં વિજાપુરમાં રેલી અને સભા બાદ પગપાળા મામલતદાર કચેરી પહોંચી દિનેશ પટેલે 12.39 કલાકે દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું. દિનેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભરતી મેળો જોવા મળ્યો હતો. સભામાં રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય આગેવાનો અને યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. અને વિજાપુર પેટા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. અમદાવાદ પોલીસે દર્શાવી માનવતા અમદાવાદ પોલીસની મહિલા ટીમનો માનવતા મહેકાવતો એક કિસ્સો તાજેતરમાં જાણવા મળ્યો છે. નારોલ નજીક શાહવાડીમાં એકાકી જીવન જીવતાં 81 વર્ષની વૃદ્ધા મણકા અને થાપામાં ગંભીર ઇજાથી પીડાતા હતા. આ વૃદ્ધાના રેસક્યૂ માટે નારોલ પોલીસની ‘શી ટીમ’ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાંના દૃશ્યો અત્યંત પીડાદાયી હતા. વૃદ્ધા જમીન પર પટકાયેલાં હતાં, સમગ્ર ઘર પારાવાર ગંદકી અને અસહ્ય દુર્ગંધમાં સબડતું હતું. શી ટીમના ASI દર્પિતા કોન્ટ્રાક્ટરે વૃદ્ધાને હોસ્પિટલ લઇ જવા સહિતની જવાબદારી લઇ સિનિયર અધિકારીઓની મદદથી વૃદ્ધાના 9 ઓપરેશન કરાવડાવ્યા હતા અને તેમના પ્રયાસોથી આજે વૃદ્ધા નવજીવન પામી હરતાફરતા થઇ શક્યા છે.  

Mehsana News : લોકસભાના કોગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ આવ્યા ઈજાગ્રસ્ત મહિલાની મદદે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈજાગ્રસ્ત મહિલાની વહારે આવ્યા કોંગ્રેસના ઉમેદવાર
  • વિજાપુરના રણાસણ નજીક મહિલાને નડયો હતો અકસ્માત
  • અજાણ્યો વાહનચાલક મહિલાને ટક્કર મારી થયો છે ફરાર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો ગામે ગામ ફરી રહ્યાં છે,મહેસાણા લોકસભાના કોગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ વિજાપુરના રણાસણ માટે પ્રચાર માટે હતા તે દરમિયાન અચાકનક એક વાહનચાલક મહિલાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.ત્યારે ઉમેદવાર દિનેશ પટેલે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી.

ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

મહેસાણાના વિજાપુરની પેટા વિધાનસભા ચુંટણી માં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે આજે ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર સી જે ચાવડા vs કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે હવે ચુંટણી જંગ જામ્યો છે. દિનેશ પટેલના સમર્થનમાં વિજાપુરમાં રેલી અને સભા બાદ પગપાળા મામલતદાર કચેરી પહોંચી દિનેશ પટેલે 12.39 કલાકે દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું. દિનેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભરતી મેળો જોવા મળ્યો હતો. સભામાં રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય આગેવાનો અને યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. અને વિજાપુર પેટા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો.


અમદાવાદ પોલીસે દર્શાવી માનવતા

અમદાવાદ પોલીસની મહિલા ટીમનો માનવતા મહેકાવતો એક કિસ્સો તાજેતરમાં જાણવા મળ્યો છે. નારોલ નજીક શાહવાડીમાં એકાકી જીવન જીવતાં 81 વર્ષની વૃદ્ધા મણકા અને થાપામાં ગંભીર ઇજાથી પીડાતા હતા. આ વૃદ્ધાના રેસક્યૂ માટે નારોલ પોલીસની ‘શી ટીમ’ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાંના દૃશ્યો અત્યંત પીડાદાયી હતા. વૃદ્ધા જમીન પર પટકાયેલાં હતાં, સમગ્ર ઘર પારાવાર ગંદકી અને અસહ્ય દુર્ગંધમાં સબડતું હતું. શી ટીમના ASI દર્પિતા કોન્ટ્રાક્ટરે વૃદ્ધાને હોસ્પિટલ લઇ જવા સહિતની જવાબદારી લઇ સિનિયર અધિકારીઓની મદદથી વૃદ્ધાના 9 ઓપરેશન કરાવડાવ્યા હતા અને તેમના પ્રયાસોથી આજે વૃદ્ધા નવજીવન પામી હરતાફરતા થઇ શક્યા છે.