Bhuj News: ભુજમાં ખારી નદીમાં જાળવણીના અભાવના કારણે કોતરની ભારે અવદશા

ખારી નદીના કોતરની દયનીય હાલત નદીના કોતરે ગંદકીનું સામ્રાજ્ય જાળવણીના અભાવે કોતરની ભારે અવદશા કચ્છ જે આજે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ બની ગયું છે. પણ હજી અનેક એવા સ્થળો છે જે હજી વિકાસની રાહ જોઈને બેસી રહ્યા છે. ભુજમાં આવેલી ખારી નદીના કોતરની ભારે અવદશા જોવા મળી રહી છે. ખારી નદીએ ભુજની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ ભુજની ઐતિહાસિક ધરોહર સમાન ખારી નદીની કોતર ખૂબ જ દયનીય હાલતમાં આવેલું છે. જે જાળવણીના અભાવના કારણે વિરાસત સમાન સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, કેટલાક લોકો દ્વારા હોસ્પિટલોનો બાયો મેડિકલ વેસ્ટ અહીં ઠાલવવામ આવે છે. આ નદીએ ઠેર ઠેર કચરો અને બાવળની જાડીઓનું સામ્રાજય જોવા મળી રહયું છે. જેને લઈને રમણીય સ્થળની આજે ભારે અવદશા જોવા મળી રહી છે. ત્યારે હવે ખારી નદીના કોતરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. પ્રિ-વેડિંગ શુટ તેમજ એડવેન્ચર્સ ટ્રીપ માટે ફેમસ ભુજ નજીક આવેલી ખારી નદીની આ જગ્યા જે ચંબલની ખીણો અને અમેરિકાના ગ્રાન્ડ કેન્યન જેવી પ્રતિકૃતિ ધરાવે છે. આ જગ્યા ફોટોગ્રાફર્સ અને ફિલ્મ મેકરની સાથે સાથે હવે પ્રિ-વેડિંગ શુટ માટે તેમજ એડવેન્ચર્સ ટ્રીપ માટે પણ ફેમસ છે. આ જગ્યા પર અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા જ શાહરુખ ખાનની એક ફિલ્મ માટે પણ આ જગ્યાની પસંદગી કરવામાં આવી હતી. ખારી નદીનું ધાર્મિક રીતે મહત્વ મહત્વનું છે કે, ખારી નદી ધાર્મિક રીતે ખુબજ મહત્વ ધરાવે છે. કારણ કે, આખા ભારતમાં ઉતરમુખથી વહેતી એક માત્ર નદી છે. પરંતુ તંત્ર દ્વારા ખારી નદીની જાળવણી નહીં કરવામાં આવતા અહિયાં ભારે અવદશા જોવા મળી રહી છે. ત્યારે ઐતિહાસિક ધરોહર સમાન આ સાઇટને પ્રવાસન સ્થળે વિક્સવવામાં આવે તો કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક સ્થળનો ઉમેરો થઈ શકે છે. 

Bhuj News: ભુજમાં ખારી નદીમાં જાળવણીના અભાવના કારણે કોતરની ભારે અવદશા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખારી નદીના કોતરની દયનીય હાલત
  • નદીના કોતરે ગંદકીનું સામ્રાજ્ય
  • જાળવણીના અભાવે કોતરની ભારે અવદશા

કચ્છ જે આજે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ બની ગયું છે. પણ હજી અનેક એવા સ્થળો છે જે હજી વિકાસની રાહ જોઈને બેસી રહ્યા છે. ભુજમાં આવેલી ખારી નદીના કોતરની ભારે અવદશા જોવા મળી રહી છે. ખારી નદીએ ભુજની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ

ભુજની ઐતિહાસિક ધરોહર સમાન ખારી નદીની કોતર ખૂબ જ દયનીય હાલતમાં આવેલું છે. જે જાળવણીના અભાવના કારણે વિરાસત સમાન સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, કેટલાક લોકો દ્વારા હોસ્પિટલોનો બાયો મેડિકલ વેસ્ટ અહીં ઠાલવવામ આવે છે. આ નદીએ ઠેર ઠેર કચરો અને બાવળની જાડીઓનું સામ્રાજય જોવા મળી રહયું છે. જેને લઈને રમણીય સ્થળની આજે ભારે અવદશા જોવા મળી રહી છે. ત્યારે હવે ખારી નદીના કોતરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

પ્રિ-વેડિંગ શુટ તેમજ એડવેન્ચર્સ ટ્રીપ માટે ફેમસ

ભુજ નજીક આવેલી ખારી નદીની આ જગ્યા જે ચંબલની ખીણો અને અમેરિકાના ગ્રાન્ડ કેન્યન જેવી પ્રતિકૃતિ ધરાવે છે. આ જગ્યા ફોટોગ્રાફર્સ અને ફિલ્મ મેકરની સાથે સાથે હવે પ્રિ-વેડિંગ શુટ માટે તેમજ એડવેન્ચર્સ ટ્રીપ માટે પણ ફેમસ છે. આ જગ્યા પર અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા જ શાહરુખ ખાનની એક ફિલ્મ માટે પણ આ જગ્યાની પસંદગી કરવામાં આવી હતી.

ખારી નદીનું ધાર્મિક રીતે મહત્વ

મહત્વનું છે કે, ખારી નદી ધાર્મિક રીતે ખુબજ મહત્વ ધરાવે છે. કારણ કે, આખા ભારતમાં ઉતરમુખથી વહેતી એક માત્ર નદી છે. પરંતુ તંત્ર દ્વારા ખારી નદીની જાળવણી નહીં કરવામાં આવતા અહિયાં ભારે અવદશા જોવા મળી રહી છે. ત્યારે ઐતિહાસિક ધરોહર સમાન આ સાઇટને પ્રવાસન સ્થળે વિક્સવવામાં આવે તો કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક સ્થળનો ઉમેરો થઈ શકે છે.