આણંદ-ગોધરા સેકશન વચ્ચે ડબલિંગ કામને કારણે મેમુ Train રદ થશે

ગોધરા આણંદ રેલવે ટ્રેકને હાલ ડબલ કરવાની ચાલી રહી છે કામગીરી ડબ્લિંગ કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા 20 મે થી 4 જૂન સુધી લેવાયો બ્લોક બ્લોકને કારણે ગોધરા આણંદ અને ડાકોર આણંદ મેમુ ટ્રેન કરવામાં આવી રદ આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.એટલે કે કુલ 14 દિવસ સુધી મુસાફરો મેમુ ટ્રેનમાં મુસાફરી નહી કરી શકે,બ્લોકની કામગીરીના કારણે ગોધરા આણંદ અને ડાકોર આણંદ મેમુ ટ્રેન રદ કરવામાં આવી છે,એક ગામથી બીજા ગામ જવા માટે મુસાફરો મેમુ ટ્રેનનો વધુ ઉપયોગ કરતા હોય છે,ત્યારે મુસાફરોને 14 દિવસ સુધી અગવડતા ભોગવવી પડશે. કઈ ટ્રેન રદ છે ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 20મી મે થી 4 જૂન સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 20મી મેથી 4 જૂન સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે. રાજકોટથી રૂટ બદલાયો રાજકોટ ડિવિઝનની વધુ એક ટ્રેનને ડાઇવર્ટ રૂટ પરથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જે આંદોલનને પગલે મુસાફરોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે ટ્રેનને અન્ય રૂટ પરથી દોડાવાઇ રહી છે. સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત તરફ જતી મોટા ભાગની ટ્રેન આ ખેડૂત આંદોલનથી પ્રભાવિત થઇ છે. ત્યારે વધુ બે ટ્રેનના રૂટને પરિવર્તિત કરવાની ફરજ પડી છે. તા.14ના રોજ હાપાથી ઉપડતી 12475 નંબરની માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને તા.15ના રોજ જામનગરથી ઉપડતી 12477 નંબરની માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન તેના નિયત રૂટને બદલે વાયા અંબાલા કેન્ટ-ચંદીગઢ-ન્યૂ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઇને દોડશે

આણંદ-ગોધરા સેકશન વચ્ચે ડબલિંગ કામને કારણે મેમુ Train રદ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોધરા આણંદ રેલવે ટ્રેકને હાલ ડબલ કરવાની ચાલી રહી છે કામગીરી
  • ડબ્લિંગ કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા 20 મે થી 4 જૂન સુધી લેવાયો બ્લોક
  • બ્લોકને કારણે ગોધરા આણંદ અને ડાકોર આણંદ મેમુ ટ્રેન કરવામાં આવી રદ

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.એટલે કે કુલ 14 દિવસ સુધી મુસાફરો મેમુ ટ્રેનમાં મુસાફરી નહી કરી શકે,બ્લોકની કામગીરીના કારણે ગોધરા આણંદ અને ડાકોર આણંદ મેમુ ટ્રેન રદ કરવામાં આવી છે,એક ગામથી બીજા ગામ જવા માટે મુસાફરો મેમુ ટ્રેનનો વધુ ઉપયોગ કરતા હોય છે,ત્યારે મુસાફરોને 14 દિવસ સુધી અગવડતા ભોગવવી પડશે.

કઈ ટ્રેન રદ છે

ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 20મી મે થી 4 જૂન સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 20મી મેથી 4 જૂન સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ રહેશે.

રાજકોટથી રૂટ બદલાયો

રાજકોટ ડિવિઝનની વધુ એક ટ્રેનને ડાઇવર્ટ રૂટ પરથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જે આંદોલનને પગલે મુસાફરોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે ટ્રેનને અન્ય રૂટ પરથી દોડાવાઇ રહી છે. સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત તરફ જતી મોટા ભાગની ટ્રેન આ ખેડૂત આંદોલનથી પ્રભાવિત થઇ છે. ત્યારે વધુ બે ટ્રેનના રૂટને પરિવર્તિત કરવાની ફરજ પડી છે. તા.14ના રોજ હાપાથી ઉપડતી 12475 નંબરની માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને તા.15ના રોજ જામનગરથી ઉપડતી 12477 નંબરની માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન તેના નિયત રૂટને બદલે વાયા અંબાલા કેન્ટ-ચંદીગઢ-ન્યૂ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઇને દોડશે