Gujarat Monsoon: ગુજરાતના 190 તાલુકામાં મેઘ મહેર..! જાણો કયા જિલ્લામાં મેઘરાજા મહેરબાન

સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ3 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વસાદ5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ116 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદહવામાન વિભાગનીઆગાહીને પગલે, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આ સિવાય પણ રાજ્યના 190 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલી તાલુકામાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ છે.સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદસુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. સુરત શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં પોણા 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરના ડભોલી, સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. આજે દિવસ દરમિયાન 69 જેટલા તાલુકામાં એક ઈંચ કરતાં વધુ અને 29 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાંજે 4 વાગ્યા સુધી રાજયના 190 તાલુકામાં વરસાદસૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ3 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વસાદ5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ5 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ18 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ44 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ116 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદસમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં 2થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદના માંડલમાં પોણા 2 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં અને અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ સતત ભારે વરસાદઅમદાવાદમાં પણ સતત ભારે વરસાદના પગલે શહેરમાં અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે તકેદારીના ભાગરૂપે શહેરના 3 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસાણાના કડી, સતલાસણા, જોટાણા અને વડનગરમાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.

Gujarat Monsoon: ગુજરાતના 190 તાલુકામાં મેઘ મહેર..! જાણો કયા જિલ્લામાં મેઘરાજા મહેરબાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ
  • 3 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વસાદ
  • 5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ

116 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદહવામાન વિભાગનીઆગાહીને પગલે, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આ સિવાય પણ રાજ્યના 190 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલી તાલુકામાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ છે.

સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. સુરત શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં પોણા 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરના ડભોલી, સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. આજે દિવસ દરમિયાન 69 જેટલા તાલુકામાં એક ઈંચ કરતાં વધુ અને 29 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

  • સાંજે 4 વાગ્યા સુધી રાજયના 190 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ
  • 3 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વસાદ
  • 5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ
  • 5 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ
  • 18 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ
  • 44 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
  • 116 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં 2થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદના માંડલમાં પોણા 2 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં અને અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં પણ સતત ભારે વરસાદ

અમદાવાદમાં પણ સતત ભારે વરસાદના પગલે શહેરમાં અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે તકેદારીના ભાગરૂપે શહેરના 3 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસાણાના કડી, સતલાસણા, જોટાણા અને વડનગરમાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.