Rajkot કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન,15 જૂન સુધી વોકળા થશે સાફ

ચોમાસામાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાશે : મ્યુ.કમિશ્નર આનંદ પટેલ સ્થળાંતર કરવું પડે તો સ્થળ નક્કી કર્યા છે : મ્યુ.કમિશ્નર આનંદ પટેલ આંગણવાડી, શાળાઓ અંગે પણ ચકાસણી કરાશે: મ્યુ.કમિશ્નર આનંદ પટેલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં મ્યુ.કમિશ્નરનું કહેવુ છે કે,જાહેર જીવનને લઈ ચોમાસામાં વ્યવસ્થા ઊભી કરાશે સાથે સાથે દવાઓ અને જાહેર વ્યવસ્થાઓ કરાશે,જે વોકળા ખુલ્લા છે કચરો ભરાયો છે ત્યા તેની સાફ સફાઈ કરવામાં આવશે જેના કારણે પાણીનો ભરાવો ના થાય.પાણીના ભરાય તેવી વ્યવસ્થા જ્યાં જ્યાં પાણી ભરાય છે ચોમાસામાં ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે,સાથે સાથે વધુ વરસાદના કારણે સ્થળાંતર કરવુ પડે તો કઈ જગ્યાએ સ્થળાંતર કરવુ તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે.આંગણવાડીઓ અને શાળાઓની પણ ચકાસણી અગામી સમયમાં કરવામાં આવશે,ચોમાસા ને લઈને મનપા નું તંત્ર 15 તારીખ સુધીમાં સક્રિય રૂપથી કામગીરી હાથ ધરાશે. વડોદરા મ્યુ.કોર્પોરેશને પણ પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કર્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મુજબ ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે, આ કામગીરી આમ તો રૂટીન હોય છે પરંતુ, ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.શહેરમાં ઝોન પ્રમાણે વરસાદી ગટરો, ડ્રેનેજ ચેમ્બરોની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમછતાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ થઇ જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ સમગ્ર શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ પ્રી-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પણ તૈયાર પ્રિ-મોન્સૂનને લઈ ચોમાસા દરમિયાન આ બે સમસ્યા પૈકી પૂરની સમસ્યા તો અમુક વર્ષે જ આવતી હોય છે, પરંતુ હવે ગમે ત્યારે ભારે વરસાદ પડી જતો હોઇ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલાં વાસણા બેરેજના દરવાજા ખોલાવવા જરૂરી બની જાય છે અને તેમાંય વરસાદની તિવ્રતા જોઇને જ વાસણા બેરેજના દરવાજા ખોલાવવા સમયસર નિર્ણય લેવાય તે જરૂરી હોય છે. તદઉપરાંત ઝોનમાં ક્યાં પાણી ભરાયા અને કેમ ભરાયા તથા તેનો નિકાલ કઇ રીતે થઇ શકશે તે બધુ જાણતાં અનુભવી અધિકારી મુખ્ય કંટ્રોલરૂમમાં હોય તે જરૂરી છે અને તે અધિકારી જ રાજ્ય સરકાર સાથે તરત સંકલન કરી યોગ્ય કાર્યવાહી કરાવી શકે તો શહેરીજનો વરસાદી પાણીને લગતી સમસ્યાઓમાંથી ઉગારી શકે.  

Rajkot કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન,15 જૂન સુધી વોકળા થશે સાફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસામાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાશે : મ્યુ.કમિશ્નર આનંદ પટેલ
  • સ્થળાંતર કરવું પડે તો સ્થળ નક્કી કર્યા છે : મ્યુ.કમિશ્નર આનંદ પટેલ
  • આંગણવાડી, શાળાઓ અંગે પણ ચકાસણી કરાશે: મ્યુ.કમિશ્નર આનંદ પટેલ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં મ્યુ.કમિશ્નરનું કહેવુ છે કે,જાહેર જીવનને લઈ ચોમાસામાં વ્યવસ્થા ઊભી કરાશે સાથે સાથે દવાઓ અને જાહેર વ્યવસ્થાઓ કરાશે,જે વોકળા ખુલ્લા છે કચરો ભરાયો છે ત્યા તેની સાફ સફાઈ કરવામાં આવશે જેના કારણે પાણીનો ભરાવો ના થાય.

પાણીના ભરાય તેવી વ્યવસ્થા

જ્યાં જ્યાં પાણી ભરાય છે ચોમાસામાં ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે,સાથે સાથે વધુ વરસાદના કારણે સ્થળાંતર કરવુ પડે તો કઈ જગ્યાએ સ્થળાંતર કરવુ તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે.આંગણવાડીઓ અને શાળાઓની પણ ચકાસણી અગામી સમયમાં કરવામાં આવશે,ચોમાસા ને લઈને મનપા નું તંત્ર 15 તારીખ સુધીમાં સક્રિય રૂપથી કામગીરી હાથ ધરાશે.

વડોદરા મ્યુ.કોર્પોરેશને પણ પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મુજબ ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે, આ કામગીરી આમ તો રૂટીન હોય છે પરંતુ, ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.શહેરમાં ઝોન પ્રમાણે વરસાદી ગટરો, ડ્રેનેજ ચેમ્બરોની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમછતાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ થઇ જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ સમગ્ર શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ પ્રી-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પણ તૈયાર પ્રિ-મોન્સૂનને લઈ

ચોમાસા દરમિયાન આ બે સમસ્યા પૈકી પૂરની સમસ્યા તો અમુક વર્ષે જ આવતી હોય છે, પરંતુ હવે ગમે ત્યારે ભારે વરસાદ પડી જતો હોઇ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલાં વાસણા બેરેજના દરવાજા ખોલાવવા જરૂરી બની જાય છે અને તેમાંય વરસાદની તિવ્રતા જોઇને જ વાસણા બેરેજના દરવાજા ખોલાવવા સમયસર નિર્ણય લેવાય તે જરૂરી હોય છે. તદઉપરાંત ઝોનમાં ક્યાં પાણી ભરાયા અને કેમ ભરાયા તથા તેનો નિકાલ કઇ રીતે થઇ શકશે તે બધુ જાણતાં અનુભવી અધિકારી મુખ્ય કંટ્રોલરૂમમાં હોય તે જરૂરી છે અને તે અધિકારી જ રાજ્ય સરકાર સાથે તરત સંકલન કરી યોગ્ય કાર્યવાહી કરાવી શકે તો શહેરીજનો વરસાદી પાણીને લગતી સમસ્યાઓમાંથી ઉગારી શકે.