Rajkot News: પડધરીના સરપદળ ગામનો પુલ તુટ્યો, બંધ થયો વાહનવ્યવહાર

અલગ અલગ 8 થી 10 જેટલા ગામને જોડતો પુલ તુટ્યોવધારે વરસાદ આવશે પુલનો કેટલો ભાગ જમીનમાં બેસી ગયો હતો પડધરીના પુલ તૂટતા વાહનોની અવરજવર થઈ બંધ રાજકોટમાં જુદા જુદા 8 ગામોને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટયો છે. આ પુલ જુદા જુદા 8 ગામોને જોડતો હતો. તાજેતરમાં થયેલ ભારે વરસાદમાં પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. ત્યારબાદ આજે આ પુલ ધરાશાયી થયો છે. પડધરીનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. જર્જરિત હાલતમાં હતો બ્રિજ: રાજકોટ કલેકટર તો, પડધરીનો પુલ તૂટવા મામલે સંદેશ ન્યૂઝ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટેલિફોનિક વાત કરી છે અને પુલને લઈને માહિતી આપી છે. રાજકોટ જિલ્લા કલેકટરનું કહેવું છે કે પડધરીનો પુલ જર્જરિત હાલતમાં હતો અને નવા બ્રિજનું કામ ચાલુ હતું. બ્રિજ ભયજનક હોવાથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. બ્રિજ અંગે વધુ વિગત મેળવવા મામલતદારને જાણ કરવામાં આવી છે. 

Rajkot News: પડધરીના સરપદળ ગામનો પુલ તુટ્યો, બંધ થયો વાહનવ્યવહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અલગ અલગ 8 થી 10 જેટલા ગામને જોડતો પુલ તુટ્યો
  • વધારે વરસાદ આવશે પુલનો કેટલો ભાગ જમીનમાં બેસી ગયો હતો
  • પડધરીના પુલ તૂટતા વાહનોની અવરજવર થઈ બંધ

રાજકોટમાં જુદા જુદા 8 ગામોને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટયો છે. આ પુલ જુદા જુદા 8 ગામોને જોડતો હતો. તાજેતરમાં થયેલ ભારે વરસાદમાં પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. ત્યારબાદ આજે આ પુલ ધરાશાયી થયો છે. પડધરીનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. 

જર્જરિત હાલતમાં હતો બ્રિજ: રાજકોટ કલેકટર 

તો, પડધરીનો પુલ તૂટવા મામલે સંદેશ ન્યૂઝ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટેલિફોનિક વાત કરી છે અને પુલને લઈને માહિતી આપી છે. રાજકોટ જિલ્લા કલેકટરનું કહેવું છે કે પડધરીનો પુલ જર્જરિત હાલતમાં હતો અને નવા બ્રિજનું કામ ચાલુ હતું. બ્રિજ ભયજનક હોવાથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. બ્રિજ અંગે વધુ વિગત મેળવવા મામલતદારને જાણ કરવામાં આવી છે.