શહેરના વડવામાં યુવાન ઉપર હુમલો કરી વાહનોમાં તોડફોડ

રાત્રે વાસણઘાટ પાસે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીઈજાગ્રસ્તના ભાઈને ત્રણ શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપીભાવનગર: શહેરના વડવા વિસ્તારમાં રાત્રે થયેલી માથાકૂટની દાઝ રાખી એક યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કરાયા બાદ ત્રણ શખ્સે તલવાર લઈ તેના ઘરે જઈ વાહનોમાં તોડફોડ કરી ઈજાગ્રસ્તના ભાઈને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વડવા, વાસણઘાટ, આસોદરીફળીમાં રહેતા અર્ષદભાઈ અયુબભાઈ મીરા (ઉ.વ.૩૩)ના કાકાના દિકરા અર્શિલભાઈ ફિયાઝભાઈ મીરા નામના યુવાનને ગત મંગળવારે રાત્રિના સમયે વાસણઘાટ પાસે અયાન પઠાણ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી ગઈકાલે બપોરના સમયે અર્શિલભાઈ મીરા બાપેસરા કૂવા, હનફીયા મસ્જિદ પાસે હતા. ત્યારે અયાન પઠાણે તેમને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. જેથી અર્ષદભાઈએ ત્યાં દોડી જઈ ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. બાદમાં અર્ષદભાઈ તેમના કાકીને લેવા ઘરે ગયા હતા. ત્યારે બિસ્મિલ્લાખાન અને આમીરખાન નામના શખ્સોએ તલવાર લઈ આવી અર્શિલભાઈના ઘરની બહાર ગાળો બોલી દરવાજાને નુકશાન કરી બહાર પાર્ક કરેલ બે વાહનમાં તોડફોડ કરી અર્ષદભાઈને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે અર્ષદભાઈ મીરાએ અયાનખાન પઠાણ, બિસ્મિલ્લાખાન અને આમીરખાન (રહે, ત્રણેય કોળીવાડ, વડવા) નામના શખ્સો સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના વડવામાં યુવાન ઉપર હુમલો કરી વાહનોમાં તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાત્રે વાસણઘાટ પાસે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી

ઈજાગ્રસ્તના ભાઈને ત્રણ શખ્સે જાનથી મારી નાંખવા ધમકી આપી

ભાવનગર: શહેરના વડવા વિસ્તારમાં રાત્રે થયેલી માથાકૂટની દાઝ રાખી એક યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કરાયા બાદ ત્રણ શખ્સે તલવાર લઈ તેના ઘરે જઈ વાહનોમાં તોડફોડ કરી ઈજાગ્રસ્તના ભાઈને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વડવા, વાસણઘાટ, આસોદરીફળીમાં રહેતા અર્ષદભાઈ અયુબભાઈ મીરા (ઉ.વ.૩૩)ના કાકાના દિકરા અર્શિલભાઈ ફિયાઝભાઈ મીરા નામના યુવાનને ગત મંગળવારે રાત્રિના સમયે વાસણઘાટ પાસે અયાન પઠાણ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી ગઈકાલે બપોરના સમયે અર્શિલભાઈ મીરા બાપેસરા કૂવા, હનફીયા મસ્જિદ પાસે હતા. ત્યારે અયાન પઠાણે તેમને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. જેથી અર્ષદભાઈએ ત્યાં દોડી જઈ ઈજાગ્રસ્ત ભાઈને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. બાદમાં અર્ષદભાઈ તેમના કાકીને લેવા ઘરે ગયા હતા. ત્યારે બિસ્મિલ્લાખાન અને આમીરખાન નામના શખ્સોએ તલવાર લઈ આવી અર્શિલભાઈના ઘરની બહાર ગાળો બોલી દરવાજાને નુકશાન કરી બહાર પાર્ક કરેલ બે વાહનમાં તોડફોડ કરી અર્ષદભાઈને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે અર્ષદભાઈ મીરાએ અયાનખાન પઠાણ, બિસ્મિલ્લાખાન અને આમીરખાન (રહે, ત્રણેય કોળીવાડ, વડવા) નામના શખ્સો સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.