Bhavnagar મનપાની દબાણ ટીમનો વેપારીઓએ કર્યો ઘેરાવ,નોટીસ આપ્યા વિના દબાણ તોડયાનો આક્ષેપ

નવાપુરા વિસ્તારમાં વેપારીઓ ટીમનો ઘેરાવ કર્યો નોટીસ વિના જ કાર્યવાહીનો સ્થાનિકોને આક્ષેપ વેપારીઓના વિરોધ વચ્ચે દબાણો હટાવવામાં આવ્યા ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો,મનપાની ટીમ નવાપરા વિસ્તારમા દબાણ હટાવવા ગઈ ત્યારે સ્થાનિકોએ કર્યો હોબાળો.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્રારા કોઈ પણ નોટીસ આપી નથી અને સીધા દબાણ તોડવા માટે આવ્યા છે.તો કોર્પોરેશને વિરોધ વચ્ચે પણ દબાણ દૂર કર્યા હતા. 1 મહિના અગાઉ પણ દબાણ દૂર કરાયા ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજરોજ ગેરકાયદે વસેલી ધોબીઘાટ વસાહતમાં 50 થી વધુ રહેણાંકના મકાનો, દુકાનો અને 5 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધોબીઘાટના દબાણો હટાવવામાં કોઈ વિરોધ ન થાય તે માટે થઈને કોર્પોરેશન દ્વારા પોલીસનો બંદોબસ્ત મેળવાયો હતો આથી પોલીસ પ્રોટેકશન તળે કાર્યવાહી ચાલી હતી. બીજી બાજુ ધોબીઘાટ વસાહતમાં હજુ અનેક લોકોનો વસવાટ હોય વીજ કનેક્શન કાપવા તેમજ વાયરો અને વીજ પોલો હટાવવા વીજ કંપનીની ટીમ પણ દબાણ હટાવ કાર્યવાહીમાં સાથે જોડાઈ હતી. અગાઉ 34 દબાણ દૂર કર્યા ભાવનગર શહેરના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર દબાણ સેલની ટીમે ૩૪ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા, જેમાં અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પર ગેરકાયદેસર કરેલ 7 બાથરૂમ, 8 વંડી, 15 ઓટલા અને 3 પાકા મકાનનાં દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતાં. તિલકનગરમાંથી રોડ પર કરેલ ગેરકાયદેસર 1 પાકી દિવાલ દુર કરી હતી તથા ખરાબો જપ્ત કર્યો હતો. લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતાં તેને લઈ મનપાએ લાલ આંખ કરી હતી. 14 મે 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર સોમવારે દબાણ સેલની ટીમે ૩૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં તળાજા રોડ, રામમંત્ર મંદિરથી મહાવીર જૈન વિદ્યાલય સ્કૂલ સુધી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમજ 01 શેરડીના રસનું મશીન, 06 ખુરશી, 01 કાઉન્ટર, 01 કેબિન,01 ફ્રીઝ, 10 લોખંડના પાઈપ, 01 ટેબલ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 04 શેડ, 02 મંડપ હટાવ્યા હતા તેમજ વગર મંજૂરીના 14 બોર્ડ જપ્ત કર્યા હતાં.  

Bhavnagar મનપાની દબાણ ટીમનો વેપારીઓએ કર્યો ઘેરાવ,નોટીસ આપ્યા વિના દબાણ તોડયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવાપુરા વિસ્તારમાં વેપારીઓ ટીમનો ઘેરાવ કર્યો
  • નોટીસ વિના જ કાર્યવાહીનો સ્થાનિકોને આક્ષેપ
  • વેપારીઓના વિરોધ વચ્ચે દબાણો હટાવવામાં આવ્યા

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો,મનપાની ટીમ નવાપરા વિસ્તારમા દબાણ હટાવવા ગઈ ત્યારે સ્થાનિકોએ કર્યો હોબાળો.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્રારા કોઈ પણ નોટીસ આપી નથી અને સીધા દબાણ તોડવા માટે આવ્યા છે.તો કોર્પોરેશને વિરોધ વચ્ચે પણ દબાણ દૂર કર્યા હતા.

1 મહિના અગાઉ પણ દબાણ દૂર કરાયા

ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજરોજ ગેરકાયદે વસેલી ધોબીઘાટ વસાહતમાં 50 થી વધુ રહેણાંકના મકાનો, દુકાનો અને 5 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધોબીઘાટના દબાણો હટાવવામાં કોઈ વિરોધ ન થાય તે માટે થઈને કોર્પોરેશન દ્વારા પોલીસનો બંદોબસ્ત મેળવાયો હતો આથી પોલીસ પ્રોટેકશન તળે કાર્યવાહી ચાલી હતી. બીજી બાજુ ધોબીઘાટ વસાહતમાં હજુ અનેક લોકોનો વસવાટ હોય વીજ કનેક્શન કાપવા તેમજ વાયરો અને વીજ પોલો હટાવવા વીજ કંપનીની ટીમ પણ દબાણ હટાવ કાર્યવાહીમાં સાથે જોડાઈ હતી.


અગાઉ 34 દબાણ દૂર કર્યા

ભાવનગર શહેરના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર દબાણ સેલની ટીમે ૩૪ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા, જેમાં અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પર ગેરકાયદેસર કરેલ 7 બાથરૂમ, 8 વંડી, 15 ઓટલા અને 3 પાકા મકાનનાં દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગને સાથે રાખીને દૂર કર્યા હતાં. તિલકનગરમાંથી રોડ પર કરેલ ગેરકાયદેસર 1 પાકી દિવાલ દુર કરી હતી તથા ખરાબો જપ્ત કર્યો હતો. લાંબા સમયથી ગેરકાયદે દબાણ હતાં તેને લઈ મનપાએ લાલ આંખ કરી હતી.


14 મે 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સૂચના અનુસાર સોમવારે દબાણ સેલની ટીમે ૩૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં તળાજા રોડ, રામમંત્ર મંદિરથી મહાવીર જૈન વિદ્યાલય સ્કૂલ સુધી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમજ 01 શેરડીના રસનું મશીન, 06 ખુરશી, 01 કાઉન્ટર, 01 કેબિન,01 ફ્રીઝ, 10 લોખંડના પાઈપ, 01 ટેબલ તથા અન્ય સમાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 04 શેડ, 02 મંડપ હટાવ્યા હતા તેમજ વગર મંજૂરીના 14 બોર્ડ જપ્ત કર્યા હતાં.