VADODARA:કારેલીબાગમાં બરફ ગોલા, શેરડીના રસની દુકાન-લારીઓમાં તપાસ

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની કાર્યવાહીને લઈ વેપારીઓમાં ફફડાટબરફ અને શેરડીના રસના 11 સેમ્પલો લેવાયા, 11 કિલો ચટણીનો નાશ કરાયો શહેરમાં નોન પેકેજ ડ્રિકિંગ વૉટરના વધુ 6 યુનિટમાં ચેકિંગ શહેરમાં કાળઝાળ ગરમીના કારણે તાવ, ઝાડા - ઉલટી અને ટાઈફોડ સહિતના કેસો વધ્યા છે, ત્યારે ઠેરઠેર બિન આરોગ્યપ્રદ બરફગોલા, કેરી અને શેરડીના રસનું ધૂમ વેચાણ થતું હોવાના *સંદેશ*ના અહેવાલ બાદ ગુરૂવારે રાતે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ કારેલીબાગ વિસ્તારમાં બરફ અને શેરડીના રસનું વેચાણ કરતી દુકાનો તથા લારીઓમાં ચેકિંગ કરી 11 સેમ્પલ લીધા હતા. ઉનાળા શરૂઆત સાથે જ અચાનક જ આખા શહેરમાં બરફના ગોલા, શેરડી અને કેરીના રસનું વેચાણ કરનારાઓનો રાફડો ફાટયો છે. જેમાં મુક્તાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતાં રોડ પર સાંજે 20 થી 22 જેટલી બરફની લારીઓની લાઈન લાગે છે. લારીઓ અને દુકાનોમાં વેચાતો આ બરફ ગોળો ખરેખર ખાવાલાયક છે? તેમાં ક્યાં પ્રકારના ખાદ્ય કલરનો ઉપયોગ કરાય છે? કેટલી માત્રામાં કરાય છે? કલર કેટલો જૂનો છે? બરફ ક્યાં પાણીમાંથી બનાવાય છે? ક્યાં બનાવાય છે? તેની કોઈ તપાસ થતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તેવી જ રીતે ઠેરઠેર કેરી અને શેરડીના રસનું વેચાણ પણ થઈ રહ્યું છે. જે અંગેનો વિસ્તૃત અહેવાલ *સંદેશ* દ્વારા પ્રકાશિત કરાયા બાદ ગુરૂવારે રાતે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા, પાણીની ટાંકી અને આનંદનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અહીંથી રાધે ગોલાવાલા, શ્યામ ગોલાવાલાની દુકાન, બે ફુડ વેન્ડરો તથા 10 લારીઓમાં તપાસ કરાઈ હતી. જેમાં ફૂડ વેન્ડરને ત્યાંથી મળી આવેલી 17 કિલો બરફવાળી ચટણીનો નાશ કરાયો હતો. જ્યારે બરફ અને શેરડીના રસની લારીઓ તથા દુકાનોમાંથી 11 સેમ્પલો તપાસ અર્થે કબજે લીધા હતા. શહેરમાં નોન પેકેજ ડ્રિકિંગ વૉટરના વધુ 6 યુનિટમાં ચેકિંગ કોર્પોરશનના ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોએ આજે સતત ત્રીજા દિવસે નોન પેકેજ ડ્રિકીંગ વૉટરના 6 યુનિટોમાં તપાસ કરી હતી. જેમાં દિવાળીપુરા, વાસણા રોડ, મકરંદ દેસાઈ રોડ, ડભોઈ રોડ, વાઘોડિયા રોડ અને ગોત્રીમાં આવેલા યુનિટોનો સમાવેશ થાય છે. ફુડ સેફ્ટી ઓફિસરોએ આર.ઓ. સિસ્ટમ રેકોર્ડ મેઈન્ટેનન્સ કરવા, દર મહિને લેબોરેટરી રિપોર્ટ કરાવવા તથા વૉટર ટેન્ક કિલન કરવા સંચાલકોને સુચના આપી હતી.

VADODARA:કારેલીબાગમાં બરફ ગોલા, શેરડીના રસની દુકાન-લારીઓમાં તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની કાર્યવાહીને લઈ વેપારીઓમાં ફફડાટ
  • બરફ અને શેરડીના રસના 11 સેમ્પલો લેવાયા, 11 કિલો ચટણીનો નાશ કરાયો
  • શહેરમાં નોન પેકેજ ડ્રિકિંગ વૉટરના વધુ 6 યુનિટમાં ચેકિંગ

શહેરમાં કાળઝાળ ગરમીના કારણે તાવ, ઝાડા - ઉલટી અને ટાઈફોડ સહિતના કેસો વધ્યા છે, ત્યારે ઠેરઠેર બિન આરોગ્યપ્રદ બરફગોલા, કેરી અને શેરડીના રસનું ધૂમ વેચાણ થતું હોવાના *સંદેશ*ના અહેવાલ બાદ ગુરૂવારે રાતે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ કારેલીબાગ વિસ્તારમાં બરફ અને શેરડીના રસનું વેચાણ કરતી દુકાનો તથા લારીઓમાં ચેકિંગ કરી 11 સેમ્પલ લીધા હતા.

ઉનાળા શરૂઆત સાથે જ અચાનક જ આખા શહેરમાં બરફના ગોલા, શેરડી અને કેરીના રસનું વેચાણ કરનારાઓનો રાફડો ફાટયો છે. જેમાં મુક્તાનંદ ત્રણ રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતાં રોડ પર સાંજે 20 થી 22 જેટલી બરફની લારીઓની લાઈન લાગે છે. લારીઓ અને દુકાનોમાં વેચાતો આ બરફ ગોળો ખરેખર ખાવાલાયક છે? તેમાં ક્યાં પ્રકારના ખાદ્ય કલરનો ઉપયોગ કરાય છે? કેટલી માત્રામાં કરાય છે? કલર કેટલો જૂનો છે? બરફ ક્યાં પાણીમાંથી બનાવાય છે? ક્યાં બનાવાય છે? તેની કોઈ તપાસ થતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી. તેવી જ રીતે ઠેરઠેર કેરી અને શેરડીના રસનું વેચાણ પણ થઈ રહ્યું છે. જે અંગેનો વિસ્તૃત અહેવાલ *સંદેશ* દ્વારા પ્રકાશિત કરાયા બાદ ગુરૂવારે રાતે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા, પાણીની ટાંકી અને આનંદનગર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

અહીંથી રાધે ગોલાવાલા, શ્યામ ગોલાવાલાની દુકાન, બે ફુડ વેન્ડરો તથા 10 લારીઓમાં તપાસ કરાઈ હતી. જેમાં ફૂડ વેન્ડરને ત્યાંથી મળી આવેલી 17 કિલો બરફવાળી ચટણીનો નાશ કરાયો હતો. જ્યારે બરફ અને શેરડીના રસની લારીઓ તથા દુકાનોમાંથી 11 સેમ્પલો તપાસ અર્થે કબજે લીધા હતા.

શહેરમાં નોન પેકેજ ડ્રિકિંગ વૉટરના વધુ 6 યુનિટમાં ચેકિંગ

કોર્પોરશનના ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોએ આજે સતત ત્રીજા દિવસે નોન પેકેજ ડ્રિકીંગ વૉટરના 6 યુનિટોમાં તપાસ કરી હતી. જેમાં દિવાળીપુરા, વાસણા રોડ, મકરંદ દેસાઈ રોડ, ડભોઈ રોડ, વાઘોડિયા રોડ અને ગોત્રીમાં આવેલા યુનિટોનો સમાવેશ થાય છે. ફુડ સેફ્ટી ઓફિસરોએ આર.ઓ. સિસ્ટમ રેકોર્ડ મેઈન્ટેનન્સ કરવા, દર મહિને લેબોરેટરી રિપોર્ટ કરાવવા તથા વૉટર ટેન્ક કિલન કરવા સંચાલકોને સુચના આપી હતી.