ગણદેવી મામલતદાર કચેરીમાં અધિકારી રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા

કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા અલ્પેશ હળપતિ અને મનીષ તલાવિયા લાંચ લેતા ઝડપાયા 7/12 અને 8-અ ની નકલ કાઢી આપવા માટે માગી હતી લાંચ રાજ્યમાં ભ્રષ્ટચાર અને લાંચ લેતા અધિકારીઓ પર સતત તવાઈ આવી રહી છે. આ વચ્ચે સરકારી કચેરીઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને ઉજાગર કરવા માટે એન્ટીકરપ્શન બ્યુરો સતત ફરિયાદના આધારે છટકુ ગોઠવી સરકારી કર્મચારીઓને ઝડપી પાડે છે. જેમાં 500 રૂપિયાની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની માહિતી અનુસાર, ગણદેવી મામલતદાર કચેરીની ઇ ધરા કચેરીમાં 7/12 અને 8/અ ની નકલો માટે 500 થી 2000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ થઈ હતી.જેના આધારે જાગૃત નાગરિક દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક થયો હતો. અધિકારીઓ દ્વારા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું.ૉ ACB ની ટીમે 7/12 અને 8/અ ની નકલ માટે છટકું ગોઠવી બંનેને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડયા હતા. ACB પોલીસની ટીમે બંને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી મામલતદાર કચેરીમાં એસીબી ની ટ્રેપ થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગણદેવી મામલતદાર કચેરીમાં અધિકારી રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા
  • અલ્પેશ હળપતિ અને મનીષ તલાવિયા લાંચ લેતા ઝડપાયા
  • 7/12 અને 8-અ ની નકલ કાઢી આપવા માટે માગી હતી લાંચ

રાજ્યમાં ભ્રષ્ટચાર અને લાંચ લેતા અધિકારીઓ પર સતત તવાઈ આવી રહી છે. આ વચ્ચે સરકારી કચેરીઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને ઉજાગર કરવા માટે એન્ટીકરપ્શન બ્યુરો સતત ફરિયાદના આધારે છટકુ ગોઠવી સરકારી કર્મચારીઓને ઝડપી પાડે છે. જેમાં 500 રૂપિયાની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગેની માહિતી અનુસાર, ગણદેવી મામલતદાર કચેરીની ઇ ધરા કચેરીમાં 7/12 અને 8/અ ની નકલો માટે 500 થી 2000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ થઈ હતી.જેના આધારે જાગૃત નાગરિક દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક થયો હતો. અધિકારીઓ દ્વારા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું.ૉ

ACB ની ટીમે 7/12 અને 8/અ ની નકલ માટે છટકું ગોઠવી બંનેને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડયા હતા. ACB પોલીસની ટીમે બંને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી મામલતદાર કચેરીમાં એસીબી ની ટ્રેપ થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.