પીએમ કિશાન યોજના હેઠળ મદદના નામે ઠગાઇ આચરતી ગેગ સક્રિય

અમદાવાદ,સોમવારવીજ કનેકશન કાપવાની, ખોટો કેસ કરવાની  કે અન્ય બાબતે મેસેજ કે કોલ કરીને છેતરપિંડી કરવાના અનેક કિસ્સા બને છે. ત્યારે ઓનલાઇન નાણાં પડાવીને છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે પીએમ કિશાન યોજનામાં  આર્થિક મદદ કરવાના નામે સરકારી વિભાગના નામે કોલ કરીને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જે અનુસંધાનમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારની લીંક પર ક્લીક ન કરવા માટે તાકીદ કરી છે. ઓનલાઇન ફ્રોડ કરતી  ગેંગ સરકારી વિભાગના નામે  કોલ કરીને મદદ કરવાના નામે કે અન્ય કોઇ બાબત જણાવીને ડરાવીને કે લલચાવ્યા બાદ લીંક મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે.  આ પ્રકારની છેતરપિંડી આચરતી  ગેગ દ્વારા હવે પ્રધાનમંત્રી કિશાન યોજના હેઠળ છ હજાર  રૂપિયાની મદદ અપાવવામાં માટેનો મેસેજ  મોકલીને કે ફોન કરવામાં આવે છે. જેમાં ખાતામાં નાણાં જમા કરાવવા માટે લીંક મોકલીને તેના પર ક્લીક કરવાનું કહેવામાં આવે છે. જે બાદ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને છેતરપિંડી કરવામાં આવે છે.  ખાસ કરીને આ પ્રકારની છેતરપિંડી કરવા મોટાભાગે ગ્રામ્ય અને તાલુકા સ્તરે રહેતા લોકોને ટારગેટ કરવામાં આવે છે. જેમાં છ હજારની આર્થિક મદદ લેવા જતા આસાનીથી  શિકાર બની જાય છે. જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કોઇ લીંકને ક્લીક ન કરવા માટે પોલીસે સુચના આપી છે.

પીએમ કિશાન યોજના હેઠળ  મદદના નામે ઠગાઇ આચરતી ગેગ સક્રિય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

વીજ કનેકશન કાપવાની, ખોટો કેસ કરવાની  કે અન્ય બાબતે મેસેજ કે કોલ કરીને છેતરપિંડી કરવાના અનેક કિસ્સા બને છે. ત્યારે ઓનલાઇન નાણાં પડાવીને છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે પીએમ કિશાન યોજનામાં  આર્થિક મદદ કરવાના નામે સરકારી વિભાગના નામે કોલ કરીને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જે અનુસંધાનમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારની લીંક પર ક્લીક ન કરવા માટે તાકીદ કરી છે. ઓનલાઇન ફ્રોડ કરતી  ગેંગ સરકારી વિભાગના નામે  કોલ કરીને મદદ કરવાના નામે કે અન્ય કોઇ બાબત જણાવીને ડરાવીને કે લલચાવ્યા બાદ લીંક મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે.  આ પ્રકારની છેતરપિંડી આચરતી  ગેગ દ્વારા હવે પ્રધાનમંત્રી કિશાન યોજના હેઠળ છ હજાર  રૂપિયાની મદદ અપાવવામાં માટેનો મેસેજ  મોકલીને કે ફોન કરવામાં આવે છે. જેમાં ખાતામાં નાણાં જમા કરાવવા માટે લીંક મોકલીને તેના પર ક્લીક કરવાનું કહેવામાં આવે છે. જે બાદ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને છેતરપિંડી કરવામાં આવે છે.  ખાસ કરીને આ પ્રકારની છેતરપિંડી કરવા મોટાભાગે ગ્રામ્ય અને તાલુકા સ્તરે રહેતા લોકોને ટારગેટ કરવામાં આવે છે. જેમાં છ હજારની આર્થિક મદદ લેવા જતા આસાનીથી  શિકાર બની જાય છે. જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કોઇ લીંકને ક્લીક ન કરવા માટે પોલીસે સુચના આપી છે.