કણભામાં પાણીનો ઢાળિયો તોડી નાખવા બાબતે દાંતીથી હુમલોઃ પિતરાઈ ગંભીર

વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરીપાણીનો ઢાળીયો કેમ તોડી નાખ્યા તેમ જણાવીને ગમે તેમ અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી બોરસદ તાલુકાના કણભા ગામે આવેલા મહાદેવપુરા વિસ્તારના ખેતરમાં સોમવારના રોજ પાણીનો ઢાળીયો તોડી નાખવા બાબતે પિતરાઈ ભાઈએ દાંતીથી હુમલો કરીને માથામાં ત્રણ ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી સંજયભાઈ ઉર્ફે કાળાભાઈ ચંદુભાઈ ઉર્ફે ત્રિકમભાઈ પરમારને નજીકમાં જ રહેતા પોતાના કૌટુંબિક કાકા રમેશ ગેમનભાઈ પરમાર સાથે વર્ષોથી અણબનાવ ચાલી રહ્યો છે. સંજયભાઈ પોતાના કાકા કનુભાઈ સાથે પોતાના બાજરીવાળા ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. નજીકમાં ખેતર ધરાવતા રમેશ પરમાર પણ વાડ સાફ કરતા હતા. દરમિયાન સંજયભાઈ બાજરીના ચાસમાં પાણી ભરાય છે કે નહીં તે જોવા માટે ખેતરના બીજા છેડે ગયો હતો. દરમિયાન રમેશભાઈએ કનુભાઈ સાથે પાણીનો ઢાળીયો કેમ તોડી નાખ્યા તેમ જણાવીને ગમે તેમ અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. અપશબ્દો બોલવાની ના પાડતાં જ રમેશે પોતાની પાસેની દાંતીનો ફટકો કનુભાઈને માથામાં મારી દીધો હતો. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા ત્યારબાદ આજે તો તને જીવતો નહીં મૂકું તેમ જણાવીને બીજા બે ફટકા માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. દરમિયાન દોડીને આવી પહોંચેલા સંજયે વચ્ચે પડતાં જ તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કનુભાઈને પ્રથમ સારવાર માટે રાસની સરકારી હોસ્પિટલમાં ત્યાંથી ગોત્રીની જનરલ અને ત્યાંથી હાલત ગંભીર હોઈ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કણભામાં પાણીનો ઢાળિયો તોડી નાખવા બાબતે દાંતીથી હુમલોઃ પિતરાઈ ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી
  • પાણીનો ઢાળીયો કેમ તોડી નાખ્યા તેમ જણાવીને ગમે તેમ અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો
  • વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બોરસદ તાલુકાના કણભા ગામે આવેલા મહાદેવપુરા વિસ્તારના ખેતરમાં સોમવારના રોજ પાણીનો ઢાળીયો તોડી નાખવા બાબતે પિતરાઈ ભાઈએ દાંતીથી હુમલો કરીને માથામાં ત્રણ ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી સંજયભાઈ ઉર્ફે કાળાભાઈ ચંદુભાઈ ઉર્ફે ત્રિકમભાઈ પરમારને નજીકમાં જ રહેતા પોતાના કૌટુંબિક કાકા રમેશ ગેમનભાઈ પરમાર સાથે વર્ષોથી અણબનાવ ચાલી રહ્યો છે. સંજયભાઈ પોતાના કાકા કનુભાઈ સાથે પોતાના બાજરીવાળા ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. નજીકમાં ખેતર ધરાવતા રમેશ પરમાર પણ વાડ સાફ કરતા હતા. દરમિયાન સંજયભાઈ બાજરીના ચાસમાં પાણી ભરાય છે કે નહીં તે જોવા માટે ખેતરના બીજા છેડે ગયો હતો. દરમિયાન રમેશભાઈએ કનુભાઈ સાથે પાણીનો ઢાળીયો કેમ તોડી નાખ્યા તેમ જણાવીને ગમે તેમ અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. અપશબ્દો બોલવાની ના પાડતાં જ રમેશે પોતાની પાસેની દાંતીનો ફટકો કનુભાઈને માથામાં મારી દીધો હતો. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા ત્યારબાદ આજે તો તને જીવતો નહીં મૂકું તેમ જણાવીને બીજા બે ફટકા માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. દરમિયાન દોડીને આવી પહોંચેલા સંજયે વચ્ચે પડતાં જ તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કનુભાઈને પ્રથમ સારવાર માટે રાસની સરકારી હોસ્પિટલમાં ત્યાંથી ગોત્રીની જનરલ અને ત્યાંથી હાલત ગંભીર હોઈ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વીરસદ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.