Vadodara news: વડોદરામાં અકોટા બ્રિજ પર કારચાલકે અકસ્માત સર્જયો, યુવકનું મોત

અકોટા બ્રિજ પર કાર ચાલક નબીરાએ સર્જ્યો અકસ્માતઅકસ્માત ને પગલે આકાશ નામના યુવકનું ઘટનાસ્થળે મોતકારચાલક યુવાનની ધરપકડ કરવામાં આવીવડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા. આ આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારચાલક નબીરાની ધરપકડ કરી હતી. જો કે અકસ્માતની ઘટનાને લઈ કારચાલક યુવક ચોંધાર આંસુએ રડી પડયો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાસિંગની જણાઈ આવી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા. યુવકના મૃતદેહને ઘટનાસ્થળેથી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ વડોદરા એકસપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોનાં મોત થયા હતા.

Vadodara news: વડોદરામાં અકોટા બ્રિજ પર કારચાલકે અકસ્માત સર્જયો, યુવકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકોટા બ્રિજ પર કાર ચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત
  • અકસ્માત ને પગલે આકાશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત
  • કારચાલક યુવાનની ધરપકડ કરવામાં આવી


વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા. આ આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારચાલક નબીરાની ધરપકડ કરી હતી. જો કે અકસ્માતની ઘટનાને લઈ કારચાલક યુવક ચોંધાર આંસુએ રડી પડયો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાસિંગની જણાઈ આવી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા. યુવકના મૃતદેહને ઘટનાસ્થળેથી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ વડોદરા એકસપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોનાં મોત થયા હતા.