Loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વડોદરામાં યોજાશે રોડ-શો

રોડ-શોમાં 50 હજારથી વધુ શહેરીજનો જોડાશે કલમ 370 અને 2036 ઓલિમ્પિકની થીમ પર યોજાશે રોડ-શો ત્રણ કિલોમીટરનો રોડ શો દોઢ કલાકમાં કરાશે પૂરો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી થશે.ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે. વડોદરામાં યોજાશે રોડ-શો વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે,રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે.રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે. તૈયારીઓને અપાયો આખરી ઓપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સમર્થનમાં શનિવારે રોડ શો યોજશે. તે પૂર્વે શહેર ભાજપ સંગઠન અને વડોદરા પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પાલિકાએ 3 કિમીના રૂટ પર ખાડાઓનું પેચવર્ક કરી, ડિવાઈડરોનાં રંગરોગાન સાથેની કામગીરી કરી હતી. જ્યારે સંગઠનની ટીમે જુદા જુદા સ્થળે સ્ટેજ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદરથી પ્રચારની શરુઆત અમિત શાહ લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા બેઠકથી કરશે. અમિત શાહ સૌથી પહેલા સવારે 11:00 વાગ્યે જામકંડોરણામાં જાહેર સભા યોજશે. જે પછી તેઓ ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વડોદરામાં યોજાશે રોડ-શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ-શોમાં 50 હજારથી વધુ શહેરીજનો જોડાશે
  • કલમ 370 અને 2036 ઓલિમ્પિકની થીમ પર યોજાશે રોડ-શો
  • ત્રણ કિલોમીટરનો રોડ શો દોઢ કલાકમાં કરાશે પૂરો

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી થશે.ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે.

વડોદરામાં યોજાશે રોડ-શો

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે,રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે.રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે.

તૈયારીઓને અપાયો આખરી ઓપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સમર્થનમાં શનિવારે રોડ શો યોજશે. તે પૂર્વે શહેર ભાજપ સંગઠન અને વડોદરા પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પાલિકાએ 3 કિમીના રૂટ પર ખાડાઓનું પેચવર્ક કરી, ડિવાઈડરોનાં રંગરોગાન સાથેની કામગીરી કરી હતી. જ્યારે સંગઠનની ટીમે જુદા જુદા સ્થળે સ્ટેજ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

પોરબંદરથી પ્રચારની શરુઆત

અમિત શાહ લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા બેઠકથી કરશે. અમિત શાહ સૌથી પહેલા સવારે 11:00 વાગ્યે જામકંડોરણામાં જાહેર સભા યોજશે. જે પછી તેઓ ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.