Ahmedabad News : કરોડો રૂપિયાના ખર્ચ પછી હેપ્પી સ્ટ્રીટ પ્રોજેકટ થયો ફેલ

ફૂડવાન સંચાલકોએ AMCને પોતાના લાયસન્સ પરત કર્યા વેપાર ન થતો હોવાથી વેપારીઓએ ફૂડવાન બંધ કરી સ્ટોલ બંધ થતાં AMCનો 5.5 કરોડનો ખર્ચ પાણીમાં ગયો શહેરનાં વર્ષો જુના લો ગાર્ડન ખાણીપીણી બજારને સાડા પાંચ કરોડનાં જંગી ખર્ચે નવો ઓપ આપી હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ચાર વર્ષ બાદ 22માંથી 8 ફુડવાન જ ઉભી રહેતાં મ્યુનિ.એ ખર્ચેલા નાણાં વેડફાઇ ગયાનુ પૂરવાર થઇ રહ્યું છે.શહેરમાં ટ્રાફિકજામ સહિતની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે મ્યુનિ. તંત્રને આડે હાથે લેતાં સમગ્ર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ આરંભાઇ હતી અને તેમાં લો-ગાર્ડન ખાતે 50થી વધુ લારીગલ્લા તોડી પાડવામાં આવ્યા હતા. તેના પગલે લો-ગાર્ડન ખાતે ખાણીપીણીનો ધંધો કરનારા વેપારીઓએ વિરોધ અને ધરણા પ્રદર્શનની સાથે રાજકીય વગ વાપરતાં આખરે લો-ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનો પ્રોજેક્ટ વર્ષ 2019-20માં હાથ ધરવામાં આવ્યો હતો.લો-ગાર્ડન ખાણીપીણી બજારને નવો આધુનિક ઓપ આપવા માટે NID પાસે ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી હતી અને તેમાં લો-ગાર્ડન ખાતે કાયમી સ્ટોલને બદલે ફૂડવાન ઉભી રાખવાની જોગવાઇ કરવામાં આવી હતી. પહેલા 22 ફૂડવાનને મંજૂરી મળી ફૂડવાનની મંજૂરી લેનારા સાંજથી મોડી રાત સુધી ધંધો કરે અને પછી પોતાની ફૂડવાન પોતાની જગ્યાએ લઇ જાય તે પછી ખાણીપીણી બજારમાં દિવસે તે જગ્યા વાહન પાર્કિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુ માટે ફૂડવાન ઉભી રાખવાની જોગવાઇ કરાઇ હતી.તત્કાલીન મ્યુનિ.કમિશનર વિજય નહેરા તથા તે સમયનાં મ્યુનિ. હોદ્દેદારોએ ધામધૂમથી લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનુ લોકાર્પણ કર્યુ તે પહેલાં હેપ્પી સ્ટ્રીટ ખાતે 31 મોટી અને 11 નાની મળી કુલ 42 ફૂડવાન ઉભી રાખવા માટે જાહેર હરાજી યોજી હતી.તે સમયે જ ફક્ત 22 ફૂડવાન માટે બોલી બોલાઇ હતી. અમદાવાદમાં ફૂડનો ધંધો વધતા લોકોને અલગ-અલગ પસંદગી મળી શરૂઆતનાં તબક્કામાં નવુ આકર્ષણ હોવાથી હેપ્પી સ્ટ્રીટમાં ભીડ થતી હતી અને તમામ ફૂડવાનનાં વેપારીઓને કમાણી થતી હતી. પરંતુ ધીમે ધીમે શહેરનાં માણેકચોક જેવા જુના ખાણીપીણી બજાર ઉપરાંત એસ.જી.હાઇવે, નારોલ-નરોડા હાઇવે, નવા રીંગરોડ અને જુદા જુદા વિસ્તારનાં રોડ ઉપર પણ ખાણીપીણીનો વ્યવસાય કરનારાની સંખ્યા વધી જતાં લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ખાતે સ્વાદરસિયાઓની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડી હતી. તેના પગલે ફૂડવાન ઉભી રાખવાનાં લાયસન્સ લેનારા કેટલાય વેપારીઓ મ્યુનિ.માં સમયસર ભાડુ ભરતા નહોતા અને ધીમે ધીમે કેટલાય ફૂડવાન સંચાલકોએ લાયસન્સ પરત કરી દેવાનુ શરૂ કર્યુ હતું. રમતોનું કરાય છે આયોજન અમદાવાદનાં લો ગાર્ડન પાસે આવેલી હેપી સ્ટ્રીટ પર દર રવિવારે અપ્રોચ સંસ્થા અને અમદાવાદ સ્માર્ટ સિટી દ્વારા વિના મૂલ્યે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આ એક્ટિવિટીસમાં નાના બાળકોતો ઠીક પણ તેમના વાલીઓ અને પોતાની અંદર બાળકને જીવિત રાખતા દરેક પુખ્ત વયના લોકો પણ હોંશે હોંશે ભાગ લેતા હોય છે. લો ગાર્ડન પાસે આવેલ હેપી સ્ટ્રીટ પર દર રવિવારે સવારે 8 વાગ્યાથી વિવિધ પ્રકૃતિઓ ચાલુ થઈ જાય છે.

Ahmedabad News : કરોડો રૂપિયાના ખર્ચ પછી હેપ્પી સ્ટ્રીટ પ્રોજેકટ થયો ફેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફૂડવાન સંચાલકોએ AMCને પોતાના લાયસન્સ પરત કર્યા
  • વેપાર ન થતો હોવાથી વેપારીઓએ ફૂડવાન બંધ કરી
  • સ્ટોલ બંધ થતાં AMCનો 5.5 કરોડનો ખર્ચ પાણીમાં ગયો

શહેરનાં વર્ષો જુના લો ગાર્ડન ખાણીપીણી બજારને સાડા પાંચ કરોડનાં જંગી ખર્ચે નવો ઓપ આપી હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ચાર વર્ષ બાદ 22માંથી 8 ફુડવાન જ ઉભી રહેતાં મ્યુનિ.એ ખર્ચેલા નાણાં વેડફાઇ ગયાનુ પૂરવાર થઇ રહ્યું છે.શહેરમાં ટ્રાફિકજામ સહિતની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે મ્યુનિ. તંત્રને આડે હાથે લેતાં સમગ્ર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ આરંભાઇ હતી અને તેમાં લો-ગાર્ડન ખાતે 50થી વધુ લારીગલ્લા તોડી પાડવામાં આવ્યા હતા. તેના પગલે લો-ગાર્ડન ખાતે ખાણીપીણીનો ધંધો કરનારા વેપારીઓએ વિરોધ અને ધરણા પ્રદર્શનની સાથે રાજકીય વગ વાપરતાં આખરે લો-ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનો પ્રોજેક્ટ વર્ષ 2019-20માં હાથ ધરવામાં આવ્યો હતો.લો-ગાર્ડન ખાણીપીણી બજારને નવો આધુનિક ઓપ આપવા માટે NID પાસે ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી હતી અને તેમાં લો-ગાર્ડન ખાતે કાયમી સ્ટોલને બદલે ફૂડવાન ઉભી રાખવાની જોગવાઇ કરવામાં આવી હતી.

પહેલા 22 ફૂડવાનને મંજૂરી મળી

ફૂડવાનની મંજૂરી લેનારા સાંજથી મોડી રાત સુધી ધંધો કરે અને પછી પોતાની ફૂડવાન પોતાની જગ્યાએ લઇ જાય તે પછી ખાણીપીણી બજારમાં દિવસે તે જગ્યા વાહન પાર્કિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુ માટે ફૂડવાન ઉભી રાખવાની જોગવાઇ કરાઇ હતી.તત્કાલીન મ્યુનિ.કમિશનર વિજય નહેરા તથા તે સમયનાં મ્યુનિ. હોદ્દેદારોએ ધામધૂમથી લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનુ લોકાર્પણ કર્યુ તે પહેલાં હેપ્પી સ્ટ્રીટ ખાતે 31 મોટી અને 11 નાની મળી કુલ 42 ફૂડવાન ઉભી રાખવા માટે જાહેર હરાજી યોજી હતી.તે સમયે જ ફક્ત 22 ફૂડવાન માટે બોલી બોલાઇ હતી.

અમદાવાદમાં ફૂડનો ધંધો વધતા લોકોને અલગ-અલગ પસંદગી મળી

શરૂઆતનાં તબક્કામાં નવુ આકર્ષણ હોવાથી હેપ્પી સ્ટ્રીટમાં ભીડ થતી હતી અને તમામ ફૂડવાનનાં વેપારીઓને કમાણી થતી હતી. પરંતુ ધીમે ધીમે શહેરનાં માણેકચોક જેવા જુના ખાણીપીણી બજાર ઉપરાંત એસ.જી.હાઇવે, નારોલ-નરોડા હાઇવે, નવા રીંગરોડ અને જુદા જુદા વિસ્તારનાં રોડ ઉપર પણ ખાણીપીણીનો વ્યવસાય કરનારાની સંખ્યા વધી જતાં લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ખાતે સ્વાદરસિયાઓની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડી હતી. તેના પગલે ફૂડવાન ઉભી રાખવાનાં લાયસન્સ લેનારા કેટલાય વેપારીઓ મ્યુનિ.માં સમયસર ભાડુ ભરતા નહોતા અને ધીમે ધીમે કેટલાય ફૂડવાન સંચાલકોએ લાયસન્સ પરત કરી દેવાનુ શરૂ કર્યુ હતું.

રમતોનું કરાય છે આયોજન

અમદાવાદનાં લો ગાર્ડન પાસે આવેલી હેપી સ્ટ્રીટ પર દર રવિવારે અપ્રોચ સંસ્થા અને અમદાવાદ સ્માર્ટ સિટી દ્વારા વિના મૂલ્યે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આ એક્ટિવિટીસમાં નાના બાળકોતો ઠીક પણ તેમના વાલીઓ અને પોતાની અંદર બાળકને જીવિત રાખતા દરેક પુખ્ત વયના લોકો પણ હોંશે હોંશે ભાગ લેતા હોય છે. લો ગાર્ડન પાસે આવેલ હેપી સ્ટ્રીટ પર દર રવિવારે સવારે 8 વાગ્યાથી વિવિધ પ્રકૃતિઓ ચાલુ થઈ જાય છે.