Gujarat Rain: હવામાન વિભાગે રાજયમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની કરી આગાહી

બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે વરસાદની આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારી તાલુકામાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડયો છે. આજે 22 તાલુકામાં વરસાદ નોંધાયો આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધી નવસારીમાં 17 મિમિ, જલાલપુરમાં 11 મિમિ, ગીર સોમનાથમાં 7 મિમિ, વાગરામાં 6 મિમિ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. રાજયમાં કેટલુ રહેશે તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, ગીરસોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, તાપી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, જુનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.ડાંગ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આજે યલો અને ઓરેન્જ એલર્ટ આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જાણો હવામાન વિભાગની આગાહી અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

Gujarat Rain: હવામાન વિભાગે રાજયમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી
  • માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે વરસાદની આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારી તાલુકામાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડયો છે.

આજે 22 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધી નવસારીમાં 17 મિમિ, જલાલપુરમાં 11 મિમિ, ગીર સોમનાથમાં 7 મિમિ, વાગરામાં 6 મિમિ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.

રાજયમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, ગીરસોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, તાપી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, જુનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.ડાંગ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આજે યલો અને ઓરેન્જ એલર્ટ

આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.