Bhavnagar શહેર અને જિલ્લામાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદ

વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ ભડી, ભંડારીયા, કોબડીમાં ધોધમાર વરસાદ ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ આવ્યો ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં સતત 4 દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમાં ભડી, ભંડારીયા, કોબડીમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાનું આગમન થયુ છે. ઉમરાળામાં ટીંબી, રંઘોળા, ઠોંડા, હડમતીયામાં વરસાદ ખાબક્યો જિલ્લાના ભડી,ભંડારીયા,કોબડી તેમજ ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સતત 4 દિવસથી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો માટે કાચા સોના સમાન મેઘરાજા વરસી રહ્યા છે. તેથી ખેડૂતોના પાકને વરસી રહેલા વરસાદથી નવ જીવન મળ્યુ છે. શહેરના ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેમજ વલ્લભીપુરના કાળાતળાવ, હળીયાદ, વાવડી તેમજ પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિત ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. તેમજ ઉમરાળામાં ટીંબી, રંઘોળા, ઠોંડા, હડમતીયામાં વરસાદ ખાબક્યો છે. વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ શરૂ છે. તેમજ ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરુચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે.

Bhavnagar શહેર અને જિલ્લામાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • ભડી, ભંડારીયા, કોબડીમાં ધોધમાર વરસાદ
  • ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ આવ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં સતત 4 દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમાં ભડી, ભંડારીયા, કોબડીમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાનું આગમન થયુ છે.

ઉમરાળામાં ટીંબી, રંઘોળા, ઠોંડા, હડમતીયામાં વરસાદ ખાબક્યો

જિલ્લાના ભડી,ભંડારીયા,કોબડી તેમજ ઉખરલા સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સતત 4 દિવસથી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો માટે કાચા સોના સમાન મેઘરાજા વરસી રહ્યા છે. તેથી ખેડૂતોના પાકને વરસી રહેલા વરસાદથી નવ જીવન મળ્યુ છે. શહેરના ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેમજ વલ્લભીપુરના કાળાતળાવ, હળીયાદ, વાવડી તેમજ પીપળી, નવાગામ, પાટના, કાનપર સહિત ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. તેમજ ઉમરાળામાં ટીંબી, રંઘોળા, ઠોંડા, હડમતીયામાં વરસાદ ખાબક્યો છે.

વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ

વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ શરૂ છે. તેમજ ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેઘ મહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરુચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે.